ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / Budget / Indias first budget

બજેટ 2021 / આઝાદ ભારતના પહેલા બજેટ વિશે જાણી અજાણી વાતો

Published By: Gayatri

Last Updated: 08:51 AM, 31 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નાણાં મંત્રી નીર્મલા સીતારામન 1 ફેબ્રુઆરીએ એટલે બજેટ રજૂ કરવાના છે. આઝાદી બાદ અત્યાર સુધી દેશે કુલ 26 નાણાંમંત્રી જોયા છે. 1947થી અત્યારસુધી કુલ 90 સામાન્ય અને અંતિમ બજેટ રજૂ કરવામાં આવ્યા છે. નિમર્લા સીતારામન આ વખતે 89મું બજેટ રજૂ કરશે.

ADVERTISEMENT

  • 171.85 કરોડ રૂપિયાનું હતુ પ્રથમ બજેટ
  • સાડા 7 મહિના માટે રજૂ કરાયુ હતુ પ્રથમ બજેટ
  • તે સમય સાંજે 5 વાગે રજૂ થતુ હતુ બજેટ

આઝાદી બાદ દેશનું પહેલુ બજેટ તત્કાલીન નાણાં મંત્રી આર.કે. શાનમુખમ શેટ્ટીએ 26 નવેમ્બર, 1947ના રોજ રજૂ કર્યું હતુ. આ બજેટ લગભગ સાડા 7 મહિના માટે 15 ઓગસ્ટ, 1947થી 31 માર્ચ, 1948 સુધી રજૂ કરવામાં આવ્યુ હતુ. આ બજેટમાં રેવન્યુ વધારવાનો લક્ષ્ય 171.85 કરોડ રૂપિયા રાખવામાં આવ્યો હતો. રાજકોષીય ખાતનું લક્ષ્ય ત્યારે 24.59 કરોડ રૂપિયા હતુ.

ભારત-પાક. નું એક જ ચલણ હતુ

આ બજેટમાં ભારત અને પાકિસ્તાન સપ્ટેમ્બર 1948 સુધી એક જ ચલણનો ઉપયોગ કરશે તેવી સંમતિ પણ હતી. પ્રથમ બજેટ રજૂ કરતા શેટ્ટીએ કહ્યું હતુ કે હું આઝાદ ભારતનું પ્રથમ બજેટ રજૂ કરુ છુ. આ ઐતિહાસિક ઘટના છે અને મને ખુશી છે કે આ બજેટને રજૂ કરવાનો અવસર મને મળ્યો છે. સન્માનની સાથે જ મને આ જવાબદારીનો પણ અહેસાસ છે જે દેશના નાણામંત્રીની જવાબદારી મળી છે.

તે સમય સાંજે 5 વાગે રજૂ થતુ હતુ બજેટ

પ્રથમ બજેટ સાંજે 5 વાગે રજૂ થયુ હતુ. આ પરંપરા 1999 સુધી ચાલુ રહી, જ્યારે ફેબ્રુઆરીના છેલ્લા કાર્યદિવસોની સાંજે બજેટ રહેતુ હતુ. બ્રિટિશ કાળથી ચાલી આવતી આ પરંપરા 2001માં તૂટેલી જ્યારે તત્કાલિન નાણાં મંત્રી યશવંત સિંહાએ સવારે 11 વાગે બજેટ રજૂ કર્યું. જોકે 2017થી ફેબ્રુઆરીના છેલ્લા વર્કિંગ ડેના કારણે પહેલા વર્કિંગ ડે પર જ બજેટ રજૂ કરવામાં આવે છે

સંકળાયેલા મુદ્દાઓ

Budget 2021 General Budget 2021 union budget 2021 બજેટ 2021 Budget 2021

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ