બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / India's brilliant entry in the World Cup finals, election campaigning in five states, BJP's woman leader passes away in Gujarat

2 મિનિટ 12 ખબર / સુપરફાસ્ટ ન્યૂઝ: વર્લ્ડકપ ફાઇનલમાં ભારતની શાનદાર એન્ટ્રી, પાંચ રાજ્યોમાં ચૂંટણી પ્રચાર તેજ, ગુજરાતમાં BJPના મહિલા નેતાનું નિધન

Dinesh

Last Updated: 11:40 PM, 16 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

samachar supar fast news: અંબાલાલ પટેલના જણાવ્યાનુસાર રાજ્યમાં 22 ડિસેમ્બરથી ઠંડીનો માહોલ શરૂ થશે ખાસ જાન્યુઆરી માસમાં ભુક્કા બોલાવી દે તેવી ઠંડી પડશે.

India enters World Cup Final defeating New Zealand in Semi Final

samachar supar fast news: વિનિંગ સ્ટ્રીક (વિજયની આગેકૂચ) ચાલુ રાખતાં ભારતે વર્લ્ડ કપની ફાઈનલમાં એન્ટ્રી લઈ લીધી છે. બુધવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી સેમી ફાઈનલની મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને 70 રનોથી હરાવ્યું હતું. સેમી ફાઈનલ જીત સાથે ભારત ફાઈનલમાં આવ્યું છે. પહેલા બેટિંગ કરીને ભારતે 50 ઓવરમાં 4 વિકેટમાં 397 જેટલો હાઈ સ્કોર બનાવ્યો હતો. જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમે 48.5 ઓવરમાં 327 રનમાં ઓલઆઉટ થઈ હતી. 397 રનના હાઈ સ્કોરમાં કોહલી અને શ્રેયર અય્યરની સદીએ મોટું યોગદાન આપ્યું હતું. કોહલીએ 117 અને અય્યરે 104 અને ગિલે 80 રન બનાવ્યાં હતા. કેપ્ટન રોહિત શર્મા 47 રન બનાવીને આઉટ થયો હતો પરંતુ આઉટ થતાં પહેલા રોહિતે વર્લ્ડ રેકોર્ડ કર્યો હતો. મોહમ્મદ શમીએ કમાલ કરી દેખાડી હતી. શમીએ 7 વિકેટ ઝડપી હતી, તેની ઘાતક બોલિંગની સામે ન્યૂઝીલેન્ડનો એક પણ ખેલાડી રમી શક્યો નહોતો.

pm modi had eaten tularam kachori shajapur during jan sangh era

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શાજાપુર શહેરના બાપુની કુટીર પાસેના મેદાન પર ચૂંટણી સભાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ‘હું અહીંયા આવતો હતો. શાજાપુરના લોકો માટે દાળબાટી, દૂધ જલેબીનું શું મહત્ત્વ છે, તે મને ખબર છે. બીજું બધુ પછી, તુલારામની કચોરી પહેલા...’પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના રાજનૈતિક ભાષણમાં માલવાના ફેમસ હલવાઈ તુલારામની કચોરીને યાદ કરી હતી કે, જનસંઘ સમયે શાજાપુર આવ્યો હતો, ત્યારે માલવાની પ્રસિદ્ધ દાળબાટી અને તુલારામની કચોરી ખાધી હતી. આજે મારી પાસે વધુ સમય નથી. 3 ડિસેમ્બરે ચૂંટણી પછી દિવાળી ઊજવીશું અને બીજી વાર આવીશ ત્યારે અહીંયાની દાળબાટી અને તુલારામની કચોરી જરૂરથી ખાઈશ.

PM Modi cries like Salman Khan in Tere: Priyanka Gandhi sneers, says Scindia has betrayed

ગબ્બર, જય-વીરુ બાદ હવે ટાઈગર સલમાન ખાન, અમિતાભ બચ્ચન અને અસરાનીએ પણ મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. નેતાઓ માત્ર એકબીજાને ટોણો મારવા માટે કેટલાક કેચફ્રેઝનો ઉપયોગ કરતા નથી, પરંતુ કેટલીકવાર તેઓ તેમની ફિલ્મોના બોલિવૂડ કલાકારો અને પાત્રોનો પણ ઉપયોગ કરે છે. આ વખતે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ચૂંટણી પ્રચારમાં સલમાન ખાનની સાથે અમિતાભ બચ્ચન અને અસરાનીના નામનો ઉપયોગ કર્યો છે. પ્રિયંકા ગાંધી મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે બુધવારે દતિયા પહોંચ્યા હતા. જ્યાં તેમણે ચૂંટણી સભાને સંબોધી હતી. આ દરમિયાન પણ હંમેશની જેમ પોતાની અલગ શૈલીમાં તેમણે ભાજપ પર આકરા શબ્દોમાં નિશાન સાધ્યું હતું. સૌથી પહેલા વાત કરીએ ભાજપના વર્તમાન સાંસદ અને કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની. જનતાને સંબોધિત કરતી વખતે પ્રિયંકા ગાંધીએ સિંધિયા પર આકરા શબ્દોમાં પ્રહારો કર્યા હતા.

ભાઈ બીજના તહેવારે અમરેલીના ધારીમાં ખૂની ખેલ ખેલાયો હતો. ધારીમાં પૂર્વ મંત્રી અને ભાજપ નેતા મધુબેન જોશીની હત્યા થતાં હડકંપ મચ્યો હતો. મધુ જોશીના પતિ અને પુત્ર પર પણ જીવલેણ હુમલો થયો હતો.મધુબેન જોશીની હત્યા કરનાર અને પતિ અને દીકરા પર પણ જીવલેણ હુમલો કરનાર તેમનો પડોશી નીકળ્યો છે. પડોશીએ સામાન્ય બોલાચાલીમાં આવો ખૂની ખેલ ખેલ્યો હતો. પડોશીના હુમલામાં ઘવાયેલા મધુબેનને ગંભીર હાલતમાં અમરેલીની હોસ્પિટલામાં ખસેડવામાં આવ્યાં હતા જ્યાં તેમનું અવસાન થયું હતું. મધુબેનની હત્યા અને તેમના પરિવાર પર થયેલા જીવલેણ હુમલા બાદ ચકચાર મચી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

ahmedabad gujarat weather forecast winter ambalal patel prediction

હવામાન નિષ્ણાંત અંબાલાલના જણાવાયા અનુસાર 16 નવેમ્બર સુધી ચક્રવાત સક્રિય થવાની શક્યતાઓ જોવા મળી રહી છે. ત્યારબાદ આ ચક્રવાતો ડિસેમ્બરની શરૂઆત સુધી રહે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે. સાથે સાથે હવામાન નિષ્ણાતે એવું પણ જણાવ્યું છે કે બંગાળના ઉપસાગર અને અરબ સાગરમાં ભેજના કારણે ગુજરાતના મોટાભાગના શહેરોમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. આ ઉપરાંત ઠંડી અંગે તેમણે આગાહી કરતા જણાવ્યું કે શિયાળામાં એક પછી એક વેસ્ટન ડીસ્ટર્બન્સ આવતા જશે અને તેના પરિણામે રાજ્યમાં 22 ડિસેમ્બરથી ઠંડીનો માહોલ શરૂ થશે ખાસ જાન્યુઆરી માસમાં ભુક્કા બોલાવી દે તેવી ઠંડી પડશે.સાથે સાથે અંબાલાલ પટેલના જણાવાય અનુસાર ફેબ્રુઆરીની શરૂઆતમાં પણ ઠંડીની મોસમ જામશે અને 22 ડિસેમ્બર થી 12 ફેબ્રુઆરી વચ્ચે કડકટથી ઠંડી જોવા મળશે આમ વેસ્ટન ડીસ્ટર્બન્સની અસર વાતાવરણ પર સર્જાય તેવું અંબાલાલે કહ્યું હતું.

Air pollution increased in Ahmedabad after Diwali

દિવાળી બાદ અમદાવાદમાં વાયુ પોલ્યુશનનું પ્રમાણ વધી ગયું છે. અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં હવા અશુદ્ધ હોવાનું સત્તાવાર આંકડા પરથી ચિત્ર ઊભું થયું છે. એક બાજુ ફેક્ટરીઓના કેમિકલ- ધુમાડાથી હવા અશુદ્ધ બની રહી છે. તેવામાં હવે ફટાકડા કારણે વાયુ પોલ્યુશન વધતા ચિંતા બેવડાઈ છે. વિસ્તાર વાર વાત કરવામાં આવે તો અમદાવાદના રખિયાલ અને ગ્યાસપુરમાં સૌથી ખરાબ હવાનું બહાર આવ્યું છે. જ્યારે ગ્યાસપુરમાં 148 AQI, રખિયાલમાં 148 AQI પહોંચ્યું છે. બીજી બાજુ અમદાવાદના પોશ વિસ્તાર સેટેલાઇટ અને મણિનગરમાં પણ પોલ્યુશન વધ્યું છે. સેટેલાઇટમાં AQI 110 અને મણિનગરમાં AQI આંક 151 પર અટક્યો છે. વધુમાં સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે 130 AQI નોંધાયો,  જ્યારે અમદાવાદની ઓવરઓલ હવા 134 AQI છે.

Some serious allegations were made against Kunvarji Bavlia, the former general minister of BJP in Vinchiya taluk of Jasdan...

સૌરાષ્ટ્રના સેન્ટર પોઈન્ટ એવા રાજકોટના જસદણમાં રાજકારણ ગરમાયું છે. વિંછીયા તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રીએ કુંવરજી બાવળીયા પર કેટલાક ગંભીર આક્ષેપ કર્યા છે.ભૂપતભાઇ કેરાળીયાએ કુંવરજી બાવળીયા પર ગંભીર આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું કે, જુના ભાજપના કાર્યકરોને સાઈડલાઇન કરાયા છે. ભાજપના જ બે નેતાઓ વચ્ચે ગજગ્રાહ સામે આવતા રાજકારણ ગરમાયું છે. અત્રે જણાવીએ કે, ભૂપતભાઇ કેરાળીયાના આ આક્ષેપ બાદ જસદણના રાજકારણમાં પહલ ચહલ શરૂ થઈ છે. રાજકોટ ભાજપનો જૂથવાદ મામલો વધુ એક વાર સામે આવતા અનેક અટકળો શરૂ થઈ છે

Surendranagar, 3 have died of heart attack in 24 hours, Swami Poo of Swaminarayan sect. Param Prakash Swami died of a heart...

સુરેન્દ્રનગરમાં હોર્ટ એટેકથી ગત 24 કલાકમાં 3ના મોત થયા છે. રાજ્યમાં હાર્ટ એટેકથી વધુ એક વ્યક્તિનું મોત થયું છે. સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાની વિગતો સામે આવી છે. પૂ. પરમપ્રકાશ સ્વામીના નિધનથી ભક્તોમાં શોકનો માહોલ છવાયો છે. અત્રે જણાવીએ કે, સુરેન્દ્રનગરમાં ગઈકાલે દિવસમાં હાર્ટ એટેકથી 3 લોકોએ જીવ ગુમાવ્યો છે. સુરેન્દ્રનગરના લખતર તાલુકામાં જ 12 કલાકમાં બેના હાર્ટ એટેકથી મોત થતાં ચકચાર મચી હતી. ડેરવાળા ગામના આધેડ નીરૂભા રાણાનું છાતીમાં દુખાવો થતા મોત થયુ હતુ ત્યારે લીલાપુરની એક મહિલાનું પણ મોત થયુ હતુ. 10 જેટલા મોત માત્ર મહિનામાં થતા પંથકમાં ભય ફેલાયો હતો. ઇમરજન્સી સારવારનો અભાવ હોવાના કારણે મોત થયા હોવાનુ સામે આવ્યુ છે

Babar Azam steps down as Pakistan captain after horror World Cup campaign in India

ODI વર્લ્ડ કપ 2023માં શરમજનક પ્રદર્શન બાદ પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં ભૂકંપ આવી ગયો છે. બાબર આઝમે ત્રણેય ફોર્મેટમાં સુકાની પદેથી રાજીનામું આપી દીધું છે.  તમને જણાવી દઈએ કે બાબરની કેપ્ટન્સીમાં પાકિસ્તાનની ટીમે આ વખતે ભારતની યજમાનીમાં વર્લ્ડ કપમાં એન્ટ્રી કરી હતી. પાકિસ્તાનની ટીમ વર્લ્ડ કપના ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગઈ હતી. તેણી 9 માંથી માત્ર 4 મેચ જીતી શકી હતી અને પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને હતી. બાબર પોતે પણ બેટિંગમાં વધુ ઉત્કૃષ્ટતા બતાવી શક્યો ન હતો. આવી સ્થિતિમાં ઘણા દિગ્ગજો અને ચાહકોએ તેની આકરી ટીકા કરી હતી.બાબરે પોતે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને કેપ્ટનશિપમાંથી રાજીનામું આપવાની જાણકારી આપી છે. તેણે પ્રથમ વખત કેપ્ટનશીપ મળવાની ઘટનાને યાદ કરતા કહ્યું કે આજે હું ત્રણેય ફોર્મેટમાં પાકિસ્તાન ટીમની કેપ્ટનશીપ છોડી રહ્યો છું. 

Jammu Kashmir Doda Bus Accident 20 people died on the spot and more than 15 people were injured.

જમ્મુ અને કાશ્મીરના ડોડામાં બુધવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. કિશ્તવાડથી જમ્મુ જઈ રહેલી બસ અસાર વિસ્તારમાં ખાડામાં પડી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે આ અકસ્માતમાં 20 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે અને 15થી વધુ લોકો ઘાયલ થયા છે. તમામ ઘાયલોને કિશ્તવાડ અને ડોડાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગંભીર રીતે ઘાયલ લોકો માટે ટૂંક સમયમાં હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવશે.જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. તેણે કહ્યું કે તે આ ઘટનાથી ખૂબ જ દુખી છે. પીડિત પરિવારો પ્રત્યે મારી સંવેદના. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. તમને જણાવી દઈએ કે લેફ્ટનન્ટ ગવર્નરે તમામ ઘાયલોને તાત્કાલિક મદદ આપવાનો નિર્દેશ આપ્યો છે. 

PM કિસાન સન્માન નિધિ યોજનાનો 15મો હપ્તો બહાર પાડવામાં આવ્યો: જે ખેડૂત ભાઈઓ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના 15મા હપ્તાની રાહ જોઈ રહ્યા હતા, તે હવે પૂરો થઈ ગયો છે. પીએમ નરેન્દ્ર મોદીએ આ યોજનાનું ફંડ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કર્યું છે. આ વખતે આ યોજના હેઠળ 8 કરોડથી વધુ ખેડૂતોને લાભ આપવામાં આવ્યો છે. આ યોજના હેઠળ લગભગ 18 કરોડ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડના ખુંટીમાં આયોજિત એક કાર્યક્રમમાંથી બટન દબાવીને આ હપ્તો ટ્રાન્સફર કર્યો છે. આ યોજનાનો ઉદ્દેશ્ય ખેડૂતોને આર્થિક મદદ કરવાનો છે. ખેડૂતોને તેમની કૃષિ અને અન્ય આપાતકાલીન જરૂરિયાતોને પહોંચી વળવા સરકાર દ્વારા સહાય પૂરી પાડવામાં આવે છે. જો કોઈ ખેડૂત યોજના સંબંધિત વધુ માહિતી માંગે છે, તો તે [email protected] પર ઈમેલ મોકલી શકે છે. આ સિવાય તેઓ હેલ્પલાઇન નંબર 155261 અથવા 1800115526 અથવા 011-23381092 પર સંપર્ક કરી શકે છે.

who will handle sahara business after subrata roy death what his his net worth

સહારાના ચીફ સુબ્રત રોયનું અવસાન થયું ત્યારે પણ આ વાત સાચી પડી હતી. સુબ્રત રોયનું જ્યારે અવસાન થયું ત્યારે તેમની પાસે પત્ની કે પરિવારનું કોઈ હાજર નહોતું. લોકોને અમીર બનવાના સપના દેખાડનાર અને તેમને બચત શીખવનાર સુબ્રત રોય સહારાનું નિધન થયું છે. સુબ્રત રોય સહારાએ લાંબી બીમારી બાદ મંગળવારે અંતિમ શ્વાસ લીધા હતા. અબજોનો બિઝનેસ ઉભો કરનાર સહરાશ્રી પાસે છેલ્લી ઘડીએ કોઈ નહોતું. તેઓ છેલ્લા બે મહિનાથી સારવાર માટે મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ હતા. અંતિમ ક્ષણોમાં તે એકલા પડી ગયા હતા. પત્ની અને બે પુત્રો સુશાંતો અને સીમાંતો વિદેશમાં રહે છે. સુબ્રત રોય સહારાનો પરિવાર મેસેડોનિયામાં રહે છે. તેમણે ત્યાંની નાગરિકતા લીધી છે. તો પછી આટલા મોટા કારોબારનો વહિવટ કોણ સંભાળશે. સુબ્રત રોય સહારા પાછળ કેટલી સંપત્તિ છોડી ગયા? સહારાશ્રી બાદ સહારાની કમાન કોણ સંભાળશે તે અંગે ચર્ચાઓ તેજ બની છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ