બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / બિઝનેસ / indian railways provides refund to passengers who miss train know process

કામની વાત / ટ્રેન છૂટી ગઇ! તો ચિંતા ન કરો, આ રીતે મેળવી શકશો તમારું રિફંડ, જાણો નિયમ અને પ્રોસેસ

Arohi

Last Updated: 11:19 AM, 8 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Indian Railways: ઘણી વખત એવું બને છે કે અમુક કારણોના લીધે આપણી ટ્રેન છુટી જાય છે. જો તમારી સાથે પણ આવું થાય છે તો જાણી લો ટ્રેન ટિકિટનું રિફંડ રઈ રીતે લઈ શકાય અને તેની પ્રોસેસ શું છે.

  • ટ્રેન છુટી જવા પર મળી શકે છે ટિકિટ રિફંડ 
  • ઈન્ડિયન રેલવે આપે છે આ સુવિધા 
  • જાણો રિફંડ માટેની પ્રોસેસ અને ડિટેલ્સ 

ટ્રેનમાં ઘણા વખત મુસાફરી કરતી વખતે તમને ટેન્શન રહે છે કે જો ટ્રેન છુટી ગઈ તો શું થશે? ટિકિટ કન્ફર્મ થવા બાદ જો તમે ટ્રેનમાં ન બેસો તો એ વાતની ચિંતા રહે છે કે હવે ટિકિટના પૈસા વેસ્ટ જશે. 

રેલવે સુવિધા આપે છે કે જો તમારી ટ્રેન છૂટી ગઈ અને તમે મુસાફરી કરવામાં અસમર્થ છો તો આવી પરિસ્થિતિઓમાં તમારે ટિકિટના પૈસા કઈ રીતે પરત મળવવા. 

ટિકિટ રિફંડ માટે શું કરશો? 
તેના માટે તમારે સૌથી પહેલા ટિકિટ ડિપોઝિટ રિસિપ્ટ ભરવાની રહેશે. તેને ટીડીઆર પણ કહેવાય છે. હકીકતે ટ્રેન છૂટવાની સ્થિતિમાં ચાર્ટ પહેલાથી જ તૈયાર થઈ ગયો હોય છે અને તેના બાદ ટિકિટ કેન્સલ નથી કરી શકાતી. 

TDRના માધ્યમથી પરત લઈ શકો છો પૈસા 
એવામાં તમે TDRના માધ્યમથી પૌસા પરત લઈ શકો છો. તેને ભરતી વખતે રેલવેને ટ્રેનમાં મુસાફરી ન કરવાનું કારણ પણ જણાવવાનું હોય છે. 

1 કલાકની અંદર ભરવાનું હોય છે TDR
ત્યાર બાદ જ રિફંડ મળશે. તેના માટે તમારે એ વાતનું પણ ધ્યાન રાખવાનું રહેશે કે TDR ફક્ત ટ્રેન છૂટવાના 1 કલાકની અંદર જ ભરવાનું હોય છે. 

યાત્રીઓને ટિકિટ કાઉન્ટરના માધ્યમથી આ ભરવું પડે છે. જોકે હવે રેલવેએ ઓનલાઈન ટીડીઆરની વ્યવસ્થા શરૂ કરી છે. 

45થી 60 દિવસમાં પૈસા મળશે પાછા 
રેલવે તમારા પૈસાની ચુકવણી કરવામાં વધુમાં વધુ 45થી 60 દિવસનો સમય લે છે. ઘણી વખત આ રકમ 15 દિવસમાં યાત્રીઓને પરત મળી જાય છે. 

યાત્રીઓને એ વાત પર ધ્યાન આપવાનું રહેશે કે ટીડીઆરની સુવિધા ફક્ત કંફર્મ ટિકિટ પર જ મળશે. RAC અને વેટિંગ પર આ વ્યવસ્થા ઉપલબ્ધ નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ