બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / આજથી 3 માર્ચ સુધી ટ્રેનમાં જવાનો પ્લાન હોય તો અટકી જજો, ઘણી ટ્રેન થઈ કેન્સલ
Last Updated: 09:18 AM, 26 February 2026
દેશમાં દરરોજ આશરે 3 કરોડ લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે. આટલા મોટા પ્રમાણમાં મુસાફરોને સુવિધા આપવા માટે રેલવે સમયાંતરે મરામત અને સુધારણા કામ કરે છે. હવે 26 ફેબ્રુઆરીથી 3 માર્ચ વચ્ચે અનેક ટ્રેન રદ્દ કરવામાં આવી છે. ખાસ કરીને દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળ તરફ જતી ટ્રેનો પર તેનો વધારે અસર જોવા મળશે. જો તમે આ તારીખોમાં મુસાફરી કરવાની યોજના બનાવી હોય તો ઘરેથી નીકળતા પહેલા તમારી ટ્રેનનું લેટેસ્ટ સ્ટેટસ ચેક કરી લેજો.
ADVERTISEMENT
દેશમાં દરરોજ લગભગ 3 કરોડ લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે. એટલા બધા મુસાફરોને સંભાળવું મોટી જવાબદારી છે. તેથી રેલવે વિભાગ સમયાંતરે ટ્રેકની મરામત, સુધારા અને સુરક્ષાના કામ કરે છે. આ કામના કારણે મુસાફરોના સમયપત્રક પર સીધી અસર પડે છે. 26 ફેબ્રુઆરીથી 3 માર્ચ વચ્ચે ઘણી ટ્રેનો રદ્દ કરવાનો નિર્ણય લેવાયો છે. ખાસ કરીને દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળ તરફ જતી ટ્રેન પર તેની વધુ અસર પડશે. જો તમે આ તારીખોમાં મુસાફરી માટે ટિકિટ બુક કરી હોય તો તમારી ટ્રેનનું સ્ટેટસ ચકાસી લો. છેલ્લી ઘડીએ દોડધામ અને તકલીફથી બચવા માટે પહેલેથી માહિતી લઈ લેવી જોઈએ.

ADVERTISEMENT
રેલવેના અપડેટ મુજબ 25 ફેબ્રુઆરીથી 3 માર્ચ વચ્ચે 24 મહત્વની ટ્રેન રદ્દ કરવામાં આવી છે. આ નિર્ણય ફક્ત હવામાન અથવા ધુમ્મસને કારણે લેવાયો નથી પરંતુ મોટા પાયે સુધારણા કામને કારણે લેવાયો છે. આ સમય દરમિયાન રેલવે ટ્રેકની મરામત ઝડપથી ચાલી રહી છે. ઘણી જગ્યાએ પાટા સુધારવામાં આવી રહ્યા છે અને જૂના પુલની પણ મરામત થઈ રહી છે. આ ઉપરાંત લાઇન બ્લોક લઈને ટેક્નિકલ સુધારા અને સિસ્ટમ અપગ્રેડ પણ કરવામાં આવી રહ્યા છે. જેથી ભવિષ્યમાં ટ્રેન વધુ ઝડપથી અને સમયસર ચાલી શકે. હાલ મુસાફરોને થોડી તકલીફ પડી શકે છે પરંતુ લાંબા ગાળે આ સુધારા મુસાફરીને વધુ સુરક્ષિત અને સારી બનાવશે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ LPG, PANથી માંડીને... ફક્ત 3 દિવસ બાકી, 1 માર્ચથી લાગુ થશે આ 5 મોટા ફેરફાર
ADVERTISEMENT
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.