ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / LPG, PANથી માંડીને... ફક્ત 3 દિવસ બાકી, 1 માર્ચથી લાગુ થશે આ 5 મોટા ફેરફાર

કામની વાત / LPG, PANથી માંડીને... ફક્ત 3 દિવસ બાકી, 1 માર્ચથી લાગુ થશે આ 5 મોટા ફેરફાર

Published By: Nirav Kumar

Last Updated: 10:19 PM, 25 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આગામી 1 એપ્રિલથી અમુક નિયમોમાં ફેરફાર થવાના છે. જે તમારે જાણવા જરૂરી છે. આ બદલાવ તમારી લાઈફને પણ અસર કરશે.

ADVERTISEMENT

ફેબ્રુઆરી મહિનો પૂરો થવાનો છે અને માત્ર ત્રણ દિવસ બાદ એપ્રિલ (એપ્રિલ 2026) શરૂ થશે. પહેલી એપ્રિલ સાથે દેશભરમાં અનેક મોટા ફેરફારો પણ લાગુ કરવામાં આવી રહ્યા છે. જેની અસર દરેક ઘર અને દરેક ખિસ્સા પર પડશે. જેમાં LPG સિલિન્ડરના ભાવમાં ફેરફારથી લઈને ક્રેડિટ કાર્ડના નિયમોનો સમાવેશ થાય છે. નવા આવકવેરા અને પાન કાર્ડના નિયમો પણ બદલાઈ રહ્યા છે. ચાલો તેના વિશે ડીટેલમાં જાણીએ.

  •  LPG સિલિન્ડરના ભાવમાં ફેરફાર
    ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે LPG ગેસ સિલિન્ડરના ભાવમાં સુધારો કરે છે અને 1 એપ્રિલે પણ ફેરફાર જોવા મળશે. ગયા મહિનાની શરૂઆતમાં 1 ફેબ્રુઆરીએ બજેટના દિવસે 19 કિલોગ્રામના ગેસ સિલિન્ડરના ભાવમાં દેશભરમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. જેના લીધે તે 50 રૂપિયા મોંઘો થયો હતો. આ દરમિયાન 14 કિલોગ્રામના ઘરેલુ LPG ગેસ સિલિન્ડરની કિંમત 8 એપ્રિલ 2025 થી યથાવત છે.
  • CNG-PNG અને ATF કિંમતો
    માત્ર LPG કિંમતો જ નહીં પરંતુ તેલ કંપનીઓ પણ પહેલી તારીખે એવિએશન ફ્ર્યુઅલના ભાવ (ATF કિંમતો) માં સુધારો કરે છે અને નવી કિંમતો જાહેર કરે છે. ATF માં ઘટાડો અથવા વધારો હવાઈ પ્રવાસીઓના ખર્ચ પર સીધી અસર કરી શકે છે. આ સિવાય CNG અને PNG કિંમતોમાં પણ સુધારો જોવા મળી શકે છે.
  • ક્રેડિટ કાર્ડ નિયમો બદલાશે
    ત્રીજો ફેરફાર ક્રેડિટ કાર્ડ યુઝર્સ માટે થઇ શકે છે. જેમાં ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા જારી કરાયેલ ડ્રાફ્ટ ઇન્કમ ટેક્સ નિયમો 2026 1 એપ્રિલથી લાગુ કરવાનો પ્રસ્તાવ છે.  જેમાં ક્રેડિટ કાર્ડ સંબંધિત નોંધપાત્ર ફેરફારો જોઈ શકાય છે. આમા જો નાણાકીય વર્ષમાં એક અથવા વધુ ક્રેડિટ કાર્ડ પર પેમેન્ટ 10 લાખ કે તેથી વધુ હોય તો સંબંધિત બેંક અથવા કાર્ડ ઇશ્યુઅર આ માહિતી ઇન્કમ ટેક્સ વિભાગને જાણ કરશે.
vtv app promotion

આ સિવાય અન્ય ક્રેડિટ કાર્ડ ફેરફારો અંગે ક્રેડિટ કાર્ડ સ્ટેટમેન્ટનો ઉપયોગ PAN કાર્ડ મેળવવા માટે સરનામાના પુરાવા તરીકે થઈ શકે છે. ઓનલાઈન ઇન્કમ ટેક્સના પેમેન્ટ માટે ક્રેડિટ કાર્ડ સ્વીકારી શકાય છે. નવા ક્રેડિટ કાર્ડ માટે અરજી કરતી વખતે PAN કાર્ડ આપવું ફરજિયાત છે.

  • PAN કાર્ડ સંબંધિત નિયમો
    1 એપ્રિલથી ડ્રાફ્ટ ઇન્કમ ટેક્સ નિયમો 2026 ના અમલીકરણ સાથે PAN કાર્ડના ઉપયોગ અંગે પણ ફેરફારો જોવા મળશે. જેમાં આ પ્રસ્તાવિત ફેરફારો કેટલાક કિસ્સાઓમાં PAN કાર્ડનો ઉપયોગ વિસ્તૃત કરે છે જ્યારે બીજી રાહત આપી શકે છે. ડ્રાફ્ટમાં સમાવિષ્ટ અમુક ફેરફારોમાં અત્યારે બેંક કે પોસ્ટ ઓફિસમાં એક જ દિવસમાં 50,000 રૂપિયાથી વધુ રોકડ જમા કરાવવા માટે PAN જરૂરી છે. પરંતુ નવા નિયમો પ્રતિ નાણાકીય વર્ષ રોકડ જમા કરાવવા કે ઉપાડવાની મર્યાદા 10 લાખ રૂપિયા સુધી વધારી શકે છે. તો 5 લાખ રૂપિયાથી ઓછી કિંમતના વાહન ખરીદી માટે PAN જરૂરી નહીં રહેશે. આ સિવાય વીમા ક્ષેત્રમાં દરેક પોલિસી ખરીદી માટે PAN કાર્ડ આપવું ફરજિયાત રહેશે.

વધુ વાંચો : અનિલ અંબાણી પર ઈડીની મોટી કાર્યવાહી, ₹3,716 કરોડનું ઘર જપ્ત કરી લીધું

  •  બમ્પર બેંક રજાઓ

જો તમે માર્ચમાં કોઈપણ બેંક સંબંધિત કામ પૂર્ણ કરવા માટે બેંકની ટ્રીપનું આયોજન કરી રહ્યા છો તો ધ્યાન રાખો કે અસંખ્ય તહેવારો અને કાર્યક્રમો બેંકમાં રજા રહેશે. જેમાં આમાં હોળી, ગુડી પડવા, ઈદ, રામ નવમી અને મહાવીર જયંતિ માટે બેંક રજાઓનો સમાવેશ થાય છે. આ રજાઓ આખા મહિનામાં કુલ 18 દિવસની રહેશે. જેમાં બીજા અને ચોથા શનિવાર તેમજ રવિવારનો સમાવેશ પણ થાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

LPG Cylinders PAN Card Rules Change

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ