બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Indian Olympic Association annouce cash rewards for medal winners at Tokyo Olympics 2020

Tokyo Olympics 2020 / ટોક્યો ઓલિમ્પિક્સમાં મેડલ જીતનાર ભારતીય એથલીટને મળશે જબરજસ્ત ઇનામો, જાણો કોણે કરી જાહેરાત

Published By: Bhushita

Last Updated: 08:22 AM, 23 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટોક્યો ઓલિમ્પિક્સ 2020માં અલગ અલગ ઈવેન્ટ માટે ભારતના 125 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે જે ઓલમ્પિક્સના ઈતિહાસમાં સૌથી મોટી વાત છે. જાણો ઈવેન્ટમાં ઈનામ સિવાય રોજનો કેટલો ખર્ચ થશે.

  • ટોક્યો ઓલિમ્પિક્સ 2020માં ભારતના 125 ખેલાડીઓ લેશે ભાગ
  • જાણો મેડલ જીતનારને મળશે કેટલા લાખના ઈનામો
  • રોજ ઈવેન્ટ માટે કરાય છે કેટલા રૂપિયાનો ખર્ચ

ટોક્યો ઓલિમ્પિક્સ 2020માં કુલ 125 ભારતીય ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. 23 જુલાઈથી તીરંદાજીમાં ભારતનું અભિયાન શરૂ થઈ રહ્યું છે. આ સૌથી મોટું જૂથ હોવાની સાથે ભારતીય એથ્લેટમાં આશા છે કે તેઓ અનેક રમતોમાં સ્વર્ણ પદક સુધીના દાવેદાર હોઈ શકે છે. આ સમયે ભારતીય ઈતિહાસમાં ઓલમ્પિક્સમાં સારું પ્રદર્શન જોવા મળે તેવી આશા છે. આ કારણે શરૂઆતથી જ ખેલાડીઓને કેશમાં ઈનામ આપીને સમ્માનિત કરવાનો નિર્ણય લેવાયો છે.  

કોણે લીધો નિર્ણય
IOAએ ઓલમ્પિક્સમાં મેડલ જીતવાથી લઈને સામેલ થઈ રહેલા એથ્લીટને સમ્માનિત કરવાનો નિર્ણય લીધો છે. રમતના ઉદ્ધાટનથી લઈને એક દિવસ પહેલા IOAની સલાહકાર સમિતિએ વિજેતાઓને સમ્માનિત કરવાની ભલામણ કરી હતી. તેના અનુસાર ટોક્યો ઓલમ્પિક્સમાં સ્વર્ણ પદક લેનારાને 75 લાખનું કેશ ઈનામ અપાશે તો રજત પદક માટે 40 લાખ રૂપિયા અને કાંસ્ય પદક માટે 25 લાખ રૂપિયા ખેલાડીને કેશમાં આપવામાં આવશે.  

ઈનામ સિવાય રોજનો થાય છે આટલો ખર્ચ
એસોસિયેશનની તરફથી ઓલમ્પિક્સમાં ભાગ લઈ રહેલા દરેક ખેલાડીને 1-1 લાખ રૂપિયા પણ આપવામાં આવશે. ટોક્યોમાં ભાગ લઈ રહેલા ખેલાડીઓને ફક્ત કેશ બેક નહીં પણ રોજ માટે ખર્ચ પેટે પણ રૂપિયા અપાશે. આ રકમ તેમને 50 અમેરિકી ડોલર પ્રતિ દિનના ખર્ચ માટે આપવામાં આવશે. જ્યાં સુધી તેઓ ટોક્યોમાં રહેશે ત્યાં સુધી ખેલાડી અને સપોર્ટ સ્ટાફને આ ફાયદો મળશે.  
 

ફેડરેશનને પણ મળશે સપોર્ટ
ફક્ત ખેલાડીઓ નહીં પણ IOA દરેક રમત સાથે જોડાયેલા રાષ્ટ્રીય સંઘને પણ પ્રોત્સાહન રાશિ આપશે. ટોક્યો ઓલમ્પિક્સમાં જે રમતોમાં ભારતનું પ્રતિનિધિત્વ થઈ રહ્યું છે તેની નેશનલ ફેડરેશનને 25 લાખ રૂપિયાનું બોનસ અપાશે. જે પણ ફેડરેશનની સાથે જોડાયેલા ખેલાડીઓ ટોક્યોમાં મેડલ જીતવામાં સફળ થશે તે સંઘને 30 લાખ રૂપિયાની વધારાની પ્રોત્સાહન રાશિ આપવામાં આવશે. આ સિવાય અલગ અન્ય દરેક સ્પોર્ટ્સ ફેડરેશનને પણ 15-15 લાખ રૂપિયા અપાશે. તો IOAથી સંબંધિત રાજ્ય ઓલમ્પિક સંઘને પણ ઇન્ફ્રાસ્ટ્ર્ક્ચર વિકસિત કરવા માટે 15-15 લાખ રૂપિયા મળશે. 

IOAએ કર્યુ ઇનામોનું એલાન 

  • ટોક્યો ઓલિમ્પિકમાં સવર્ણ પદક જીતનાર એથલીટને 75 લાખનું ઇનામ 
  • સિલ્વર પદક જીતનારને 40 લાખ રૂપિયાનું ઇનામ
  • કાંસ્ય પદક જીતનારને 25 લાખ રૂપિયાનું ઇનામ
  • ઓલિમ્પિકમાં રમનારા દરેક ખેલાડીને 1-1 લાખ રૂપિયા અપાશે
  • ખેલાડીઓને રોજનો ખર્ચ પણ અપાશે 
  • ખેલાડી અને તેમનો સપોર્ટ સ્ટાફ પણ ટોક્યામાં જ રહેશે
  • જ્યા સુધી ટોક્યોમાં રહેશે ત્યા સુધી 50 અમેરિકી ડોલરનું ભથ્થુ અપાશે
  • દરેક સ્પોર્ટ્સ ફેડરેશનને પણ 15-15 લાખ રૂપિયા અપાશે

સંકળાયેલા મુદ્દાઓ

IOA Medal Tokyo Olympics 2020 cash ઈનામ ખર્ચ ખેલાડીઓ ટોક્યો ઓલમ્પિક્સ ફેડરેશન રૂપિયા Tokyo Olympics 2020

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ