બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / indian currency rbi rules damaged or mutilated notes exchange

કામની વાત / ફાટેલી-તૂટેલી નોટ હોય તો ચિંતા કરવાની જરૂર નથી, પુરા પૈસા મળશે પાછા, જોઈ લો શું છે RBIનો નિયમ

Pravin

Last Updated: 03:59 PM, 19 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફાટેલી-તૂટેલી નોટ કોઈ બેંકની કોઈ પણ બ્રાંચમાં સરળતાથી બદલી શકશો. જો કોઈ બેંક આ નોટ બદલવાની ના પાડે તો, તેના વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે.

  • શું આપની પાસે પણ છે ફાટેલી નોટ
  • ફાટેલી તૂટેલી નોટ બેંક બદલી આપશે
  • જોઈ લો શું છે RBIનો નિયમ

ઘણી વાર બજારમાં કોઈ દુકાનદાર આપને ફાટેલી તૂટેલી નોટ પકડાવી દેતા હોય છે. તે સમયે તો આપનું ધ્યાન તેના પર નથી જતું. પણ બાદમાં જ્યારે આપ જુઓ છો, તો આપ વિચારીને પરેશાન થઈ જાવ છો કે હવે આ બજારમાં ચાલશે કે  નહીં. તેને કેવી રીતે બદલું, જો કે આપે તેના માટે ગભરાવાની જરૂર નથી.

ફાટેલી-તૂટેલી નોટ કોઈ બેંકની કોઈ પણ બ્રાંચમાં સરળતાથી બદલી શકશો. જો કોઈ બેંક આ નોટ બદલવાની ના પાડે તો, તેના વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે. અહીં ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે, નોટની હાલત જેટલી ખરાબ હશે, તેની એટલી ઓછી કિંમત આવશે. રિઝર્વ બેંકે આવી નોટને બદલવા માટે દિશા-નિર્દેશો આપી રાખ્યા છે. આ નિયમો જાણવા સૌ માટે જરૂરી છે. 

આ છે આરબીઆઈનો નિયમ

જો આપની પાસે ઓછી કિંમતની નોટ જેમ કે, 5,10,20 અથવા 50 રૂપિયાની ફાટેલી નોટ છે, તો આવા સમયે નોટનો અડધો ભાગ હોવો જરૂરી છે. તો આપની પુરા રૂપિયા મળશે, નહીં તો કંઈ મળશે નહીં. એટલે કે, 10 રૂપિયાની ફાટેલી નોટ છે, તો તેનો 50 ટકા ભાગ સુરક્ષિત હોવો જોઈએ, તો બદલામાં આપને 10 રૂપિયાની સારી નોટ મળશે. જો ફાટેલી નોટની સંખ્યા 20થી વધારે છે અને તેની કિંમત 5,000 રૂપિયાથી વધારે છે, તો તેના માટે આપે ફી ચુકવવાની રહેશે. નોટ બદલાવો સીધો નિયમ એ છે કે, તેમા સુરક્ષા ચિન્હ જેવા કે ગાંધીજીનો વોટરમાર્ક, આરબીઆઈના ગવર્નરની સહી અને સિરીયલ નંબર દેખાતો હોવો જોઈએ. તો આવી ફાટેલી નોટ બદલવાની બેંક ના પાડી શકે નહીં.

ટુકડા થયેલી નોટ પર બદલી શકાય

જો નોટના કેટલાય ટુકડા થઈ ગયા છે, તો તેને પણ બદલી શકાય છે. પણ તેમાં સમય વધારે લાગે છે. તેના માટે રિઝર્વ બેંકની બ્રાન્ચમાં પોસ્ટ દ્વારા નોટ મોકલી પડશે. રિઝર્વ બેંક પોતાનો બેંક અકાઉન્ટ નંબર, બ્રાંચનું નામ,  IFSC કોડ, નોટની કિંમત વગેરેની જાણકારી આપવી પડશે.

રિઝર્વ બેંક આ ફાટેલી તૂટેલી નોટને બેકીંગ સિસ્ટમમાંથી હટાવી દે છે અને તેની જગ્યાએ નવી નોટ છાપે છે. પહેલા રિઝર્વ બેંક આ નોટોને સળગાવી દેતું હતું. જો કે, હવે તેને નાના નાના ટુકડામાં રિસાઈકલ કરવામાં આવે છે, અને તેને કાગળની વસ્તુઓ બનાવામાં આવે છે, જેને બજારમાં વેચવામાં આવે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Indian Currency RBI Rule damaged or mutilated notes આરબીઆઈ ચલણી નોટ ફાટેલી તૂટેલી નોટ Indian Currency Notes
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ