બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / indian cricketer tested covid positive on england tour bcci eyes on whole matter
ADVERTISEMENT
ઈંગ્લેન્ડની સામે 4 ઓગસ્ટથી શરૂ થઈ રહેલી ટેસ્ટ સીરિઝ પહેલા ઈન્ડિયન ક્રિકેટ ટીમની મુશ્કેલીઓ વધી છે. ઈંગ્લેન્ડમાં ભારતીય ક્રિકેટ ટીમે એક સીનિયર ખેલાડીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ ખેલાડીઓને આઈસોલેટ કરી દેવાયા છે. સંક્રમિત ખેલાડીનું નામ જાહેર કરવામાં આવ્યું નથી પણ માહિતી મળી રહી છે કે આ બંને ખેલાડીના 18 જુલાઈએ ફરીથી કોરોના ટેસ્ટ કરવામાં આવશે. સંક્રમિત થયેલા ખેલાડીમાં ગળામાં દર્દ, ઠંડી,ખાંસી જેવા લક્ષણ જોવા મળ્યા હતા.
COVID-19: Two Indian cricketers tested positive in UK, one still in isolation but asymptomatic
— ANI Digital (@ani_digital) July 15, 2021
Read @ANI Story | https://t.co/R4hL96y4rQ pic.twitter.com/P41Woi029x
ADVERTISEMENT
એક રિપોર્ટ અનુસાર જે ખેલાડીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે તેઓ હોમ આઈસોલેશનમાં છે. આ સીનિયર ખેલાડી થોડા દિવસો બાદ ડરહમમાં ટીમ કેમ્પની સાથે જોડાશે. મળી રહેલી માહિતિ અનુસાર ખેલાડીના ગળામાં દર્દ હતું અને સાથે તેમનો કોરોના રિપોર્ટ કરાવતા તેઓ પોઝિટિવ આવ્યા હતા. સાથે જણાવવામાં આવી રહ્યું છે કે આ ખેલાડીના સંપર્કમાં ટીમ ઈન્ડિયાના જે પણ સભ્યો આવ્યા છે તેમને પણ 3 દિવસના આઈસોલેશનમાં રાખવામાં આવશે. આઈસોલેશન સમય પૂરો થયા બાદ આ ખેલાડીઓ ટીમ કેમ્પનો ભાગ બની શકે છે. આ કેસમાં બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગૂલી અને ચીફ સિલેક્ટર ચેતન શર્માની નજર છે.
ADVERTISEMENT
ઈંગ્લેન્ડમાં ફેલાયો કોરોના વાયરસનો કહેર
ઈંગ્લેન્ડમાં કોઈ ક્રિકેટરના કોરોના પોઝિટિવ થવાનો આ પહેલો કેસ નથી. 2 દિવસ પહેલા ખતમ થયેલી ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન સીરિઝ પર પણ કોરોના વાયરસનો કહેર જોવા મળ્યો હતો. 3 મેચની વનડે સીરિઝથી તરત પહેલા ઈંગ્લેન્ડના 4 ખેલાડી કોરોના વાયરસની ઝપેટમાં આવ્યા હતા.

ADVERTISEMENT
બદલી દેવામાં આવી છે ટીમ
ઈસીબીએ પાકિસ્તાનની સામે રમાનારી સિરિઝના માટે ટીમને બદલી દીધી છે. ઈંગ્લેન્ડના અનેક ખેલાડીઓ હવે આઈસોલેશનનો સમય પૂરો કરી રહ્યા છે અને પાકિસ્તાનની સામે ટી 20 સીરિઝમાં ટીમમાં તેમની વાપસી થઈ છે.
ભારતીય ટીમમાં કોરોના આવવાને લઈને ઈસીબી અને બીસીસીઆઈએ કોઈ જાણકારી આપી નથી. આ બંને દેશની વચ્ચે પહેલી ટેસ્ટ મેચ 4 ઓગસ્ટથી શરૂ થવાની હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.