બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Indian cricket team player Rishabh Pant got injured

BIG BREAKING / રિષભ પંતની કારનો અકસ્માત: ટક્કર બાદ ગાડીમાં લાગી આગ, શરીરમાં ગંભીર ઈજાઓ

Priykant Shrimali

Last Updated: 09:26 AM, 31 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા રિષભ પંતને દિલ્હી રોડ પરની સક્ષમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

  • ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી રિષભ પંતને નડ્યો અક્સ્માત 
  • ગંભીર રીતે ઇજાગ્રસ્ત રિષભ પંતને સારવાર અર્થે ખસેડાયો 

ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી રિષભ પંતની કારને દિલ્હીથી ઘરે પરત ફરતી વખતે અકસ્માત નડ્યો હતો. હમ્મદપુર ઝાલ પાસે રૂરકીની નરસન બોર્ડર પર તેની કારને અકસ્માત નડ્યો હતો. રિષભને દિલ્હી રીફર કરવામાં આવ્યો છે. ત્યાં તેની પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવશે. ખાનપુરના ધારાસભ્ય ઉમેશ કુમાર તેમની હાલત જાણવા હોસ્પિટલ પહોંચ્યા હતા.

ડોક્ટરોના જણાવ્યા અનુસાર રિષભ પંતને કપાળ અને પગમાં ઈજા થઈ છે. માહિતી મળતાં જ દેહતના પોલીસ અધિક્ષક સ્વપ્ન કિશોર સિંહ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. સક્ષમ હોસ્પિટલના અધ્યક્ષ ડૉ. સુશીલ નાગરે જણાવ્યું કે, હાલમાં રિષભ પંતની હાલત સ્થિર છે, તેમને રૂરકીથી દિલ્હી રેફર કરવામાં આવી રહ્યા છે. ત્યાં તેની પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવશે.

અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ રિષભ પંત

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, રિષભની ​​કાર રેલિંગ સાથે અથડાઈ હતી, ત્યારબાદ કારમાં આગ લાગી ગઈ હતી. ભારે જહેમતથી આગ પર કાબુ મેળવ્યો હતો. આ તરફ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા રિષભ પંતને દિલ્હી રોડ પરની સક્ષમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.


શું હતી સમગ્ર ઘટના ? 

શુક્રવારે સવારે ભારતીય ક્રિકેટર રિષભ પંત કારમાં દિલ્હીથી રૂરકી તરફ આવી રહ્યા હતા.જણાવી દઈએ કે રિષભ પંતનું ઘર રૂડકીમાં છે. જ્યારે તેમની કાર નરસન નગર પહોંચી, ત્યારે કાર નિયંત્રણ બહાર ગઈ અને રેલિંગ અને થાંભલા તોડીને પલટી ગઈ. આ પછી તેની કારમાં આગ લાગી હતી. ત્યાં સુધીમાં સ્થાનિકો અને પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જેની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ગાડીએ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. ઉતાવળમાં ક્રિકેટર રિષભ પંતને દિલ્હી રોડ પર આવેલી સક્ષમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અહીંથી તેમને દિલ્હી રિફર કરવામાં આવ્યા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

અકસ્માત પ્લાસ્ટિક સર્જરી ભારતીય ક્રિકેટર રિષભ પંત રિષભ પંત અકસ્માત Rishabh Pant Accident
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ