બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / સ્પોર્ટસ / Cricket / indian cricket team for asian games after 3 years performed well for dhoni

ક્રિકેટ જગત / ધોનીનો સાથ મળતા જ કિસ્મતે પલટી મારી, 3 વર્ષ બાદ ટીમ ઇન્ડિયામાં આ 'સિક્સર કિંગ'ની રિએન્ટ્રી

Bijal Vyas

Last Updated: 11:19 PM, 15 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એશિયન ગેમ્સ દ્વારા ભારતીય ટીમમાં એક ખતરનાક બેટ્સમેનની વાપસી થઈ છે. IPL 2023માં મહેન્દ્ર સિંહ ધોનીની CSK સાથે રમતા આ બેટ્સમેને શાનદાર પર્ફોમન્સ કર્યુ હતુ.

  • BCCIએ ઋતુરાજ ગાયકવાડના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી
  • પહેલીવાર ભારતીય ક્રિકેટ ટીમ પણ એશિયન ગેમ્સનો ભાગ બનશે
  • શિવમ દુબેએ IPL 2023માં ફાફ ડુપ્લેસી (36) પછી સૌથી વધુ 35 સિક્સર ફટકારી

Asian Games 2022 Team India Squad:ગયા વર્ષે કોરોનાને કારણે સ્થગિત એશિયન ગેમ્સ આ વર્ષે 23 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર દરમિયાન ચીનના ગુઆંગઝૂમાં યોજાશે. ટી20 ફોર્મેટમાં પણ ક્રિકેટ મેચ રમાશે. આ માટે BCCIએ ઋતુરાજ ગાયકવાડના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. એશિયન ગેમ્સ દ્વારા ભારતીય ટીમમાં એક ખતરનાક બેટ્સમેનની વાપસી થઈ છે. IPL 2023માં મહેન્દ્ર સિંહ ધોનીની CSK સાથે રમતા આ બેટ્સમેને શાનદાર પર્ફોમન્સ કર્યુ હતુ. છગ્ગાનો વરસાદ થયો અને હવે 3 વર્ષ બાદ તેણે ભારતીય ટીમમાં કમબેક કર્યું છે.

એશિયન ગેમ્સમાં ફરી એકવાર ક્રિકેટની વાપસી થઈ છે અને પહેલીવાર ભારતીય ક્રિકેટ ટીમ પણ આ ગેમ્સનો ભાગ બનશે. અગાઉ 2010 અને 2014માં યોજાયેલી એશિયન ગેમ્સમાં પણ ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો હતો પરંતુ ભારતે તેની ટીમને મેદાનમાં ઉતારી ન હતી. પરંતુ કોરોનાના કારણે સ્થગિત એશિયન ગેમ્સ આ વર્ષે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં યોજાવા જઈ રહી છે. આ માટે BCCIએ મહિલા અને પુરૂષ બંને ટીમોની જાહેરાત કરી છે.મેન્સ ટીમની કમાન ઋતુરાજ ગાયકવાડને સોંપવામાં આવી છે. આ ટીમમાં એક ડેશિંગ ઓલરાઉન્ડરની પણ પસંદગી કરવામાં આવી છે. આ ખેલાડી 3 વર્ષ બાદ ભારતીય ટીમમાં પરત ફર્યો છે.

ગુજરાત ટાઈટન્સ સામે CSK તરફથી આ બેટ્સમેન કરશે ઓપનિંગ! IPL 2023ની શરૂઆત  રહેલા સામે આવ્યું મોટુ અપડેટ | ipl 2023 gujarat titans vs chennai super  kings ajinkya rahane will opening ...

એશિયન ગેમ્સ માટે BCCI દ્વારા 15 સભ્યોની ક્રિકેટ ટીમની પસંદગી કરવામાં આવી છે. તેમાંથી મોટાભાગના ખેલાડીઓને આમાં સ્થાન મળ્યું છે, જેમને ભારતીય ક્રિકેટનું ભવિષ્ય માનવામાં આવી રહ્યું છે. તેમાં એક ડેશિંગ ક્રિકેટર પણ સામેલ છે, જેણે 2019માં જ ભારત માટે ડેબ્યૂ કર્યું હતું. પરંતુ ત્યારબાદ તેને ટીમમાંથી એવી રીતે બહાર કરવામાં આવ્યો કે તે 3 વર્ષ બાદ પરત ફર્યો. ટીમ ઈન્ડિયામાં આ ખેલાડીની વાપસી પાછળ મહેન્દ્ર સિંહ ધોનીનો મોટો હાથ છે.

અમે વાત કરી રહ્યા છીએ ચેન્નાઈ સુપર કિંગ્સના ઓલરાઉન્ડર શિવમ દુબેની જેણે IPL 2023માં ધૂમ મચાવી હતી. શિવમે લગભગ 3 વર્ષ બાદ ટીમ ઈન્ડિયામાં પુનરાગમન કર્યું છે. તેણે એક મહિનાના અંતર થી  2019માં જ T20 અને ODI ડેબ્યૂ કર્યું હતું. ત્યારે એવું માનવામાં આવતું હતું કે તે ભારતીય ટીમને ઓલરાઉન્ડરની શોધ પૂરી કરી શકે છે. પરંતુ આવું ન થયું. 1 ODI અને 9 T20 રમ્યા બાદ તે ટીમ ઈન્ડિયામાંથી બહાર થઈ ગયો હતો. પરંતુ આ વર્ષે ધોનીનો સાથ મળતા જ તેની ટીમ ભારત પરત ફરી.

શિવમ દુબે IPL 2023માં ધોનીની આગેવાની હેઠળ ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી મેદાનમાં ઉતર્યો હતો. આ ટીમમાં આવ્યા બાદ તેની રમતમાં જબરદસ્ત સુધારો થયો છે. આ વર્ષે આઈપીએલમાં તેણે જે પ્રકારની તોફાની બેટિંગ કરી હતી તે તેનો પુરાવો છે.

IPL પૂરી થતાં જ CSKનો આ અંગ્રેજ ખેલાડી પોતાની ટીમ માટે થયો એકદમ ફિટ,  ફ્રેન્ચાઈઝીને લગાવ્યો કરોડોનો ચૂનો! | As soon as the IPL ended, English  player of CSK ben stokes became

IPL 2023માં 30 વર્ષીય શિવમ દુબેએ 16 મેચમાં 38ની એવરેજથી 418 રન બનાવ્યા હતા. જેમાં 3 અડધી સદી સામેલ છે. આઈપીએલમાં આ તેનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું. તેની સફળતામાં ધોનીનો ઘણો ફાળો હતો. શિવમે પોતે આ વાત સ્વીકારી હતી. તેણે IPL 2023 દરમિયાન કહ્યું હતું કે ધોનીએ ટીમમાં તેની ભૂમિકા ખૂબ જ સ્પષ્ટ રાખી હતી અને તેને ખુલીને રમવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપી હતી. સમયાંતરે તેને પ્રોત્સાહન પણ મળતું હતું. આ કારણે તે IPLમાં સારી બેટિંગ કરી શક્યો હતો.

શિવમ દુબેએ IPL 2023માં ફાફ ડુપ્લેસી (36) પછી સૌથી વધુ 35 સિક્સર ફટકારી હતી. તેણે 159ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા. શિવમ તોફાની રીતે બેટિંગ કરે છે, તે બોલિંગ પણ કરી શકે છે. જો તે પોતાની ક્ષમતાને ઓળખીને રમવાનું ચાલુ રાખે છે, તો તેને એશિયન ગેમ્સ માટે પસંદ કરાયેલી ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે. કોણ જાણે છે કે તેને આગળ બીજી મોટી ટૂર્નામેન્ટ માટે ટીમ ઈન્ડિયામાં તક મળી શકે...

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ