બ્રેકિંગ ન્યુઝ

ADVERTISEMENT
આ ફક્ત સ્પેશિયલ ટ્રેનિંગ લીધેલા ખતરનાક કમાન્ડોની ટુકડી જ નથી, પરંતુ પાયદળ, ટેન્ક, તોપખાના, હવાઈ સંરક્ષણ, સંદેશા વ્યવહાર અને યુદ્ધના તમામ અત્યાધુનિક હથિયારોથી સજ્જ યુનિટ છે. દુશ્મનની દરેક ચાલને નિષ્ફળ બનાવવાની દરેક સંભવિત ક્ષમતા-યોગ્યતા આ ટીમમાં છે. તેથી જ તેને ઈન્ટિગ્રેટેડ બેટલ ગ્રુપ નામ આપવામાં આવ્યું છે. જ્યારે જરૂર પડે ત્યારે તુરંત આક્રમણ કરી દેવું એ તેની સૌથી મોટી વિશેષતા છે. એટલે કે, તૈયારી અથવા વ્યૂહરચના માટે તેને કોઈ વધારાનો સમય આપવાની પણ જરૂર રહેશે નહીં, બસ આદેશ મળે એટલે આ ટુકડી દુશ્મનો પર તૂટી પડશે.
તેના જાંબાજ લડવૈયાઓને સરહદની નજીક આવેલા દરેક ક્ષેત્રમાં દુશ્મનના ખતરા, ભૌગોલિક પડકારો અને લક્ષ્ય (3ટી-થ્રેટ, ટેરેન અને ટાસ્ક)ને ધ્યાનમાં રાખીને વિશેષ તાલીમ આપવામાં આવી રહી છે. આ સાથે જ પરિસ્થિતિઓને અનુરૂપ સંરજામથી પણ તેઓ સજ્જ છે.

ADVERTISEMENT
સૂત્રોના જણાવ્યા અનુસાર, આઈબીજીનું કદ કોઈપણ સૈન્ય બ્રિગેડથી મોટું હશે અને કોઈ ડિવિઝનથી થોડું નાનું હશે. તેમાં સામેલ અધિકારીઓ, જવાનોની સંખ્યા પ્રદેશ અને ઑપરેશનની જરૂરિયાતો અનુસાર નક્કી કરવામાં આવશે. આઈબીજીની કમાન મેજર જનરલ રેન્કના એક અધિકારી પાસે રહેશે અને તેઓ સંબંધિત કોરના જનરલ ઑફિસર કમાન્ડિંગ (જીઓસી) હેઠળ કામ કરશે.

ADVERTISEMENT
અધિકારીઓના જણાવ્યા અનુસાર, જમ્મુમાં તહેનાત થનારા પ્રથમ બેટલ ગ્રૂપને હિમાચલ પ્રદેશના યોલ સ્થિત સૈન્યની સૌથી યુવા કોર-9 હેઠળ તૈયાર કરવામાં આવ્યું છે. આ ગ્રુપની ઑપરેશનલ જવાબદારીઓની ટ્રેનિંગ અને મંજૂરીનું કામ પૂર્ણ થઈ ગયું છે. તેનું લક્ષ્ય સેનાને બદલાતા પડકારો અને સરહદ પારથી વધતા જતા જોખમો પ્રમાણે સંપૂર્ણ રીતે સક્ષમ બનાવવાનું છે. આ ગ્રુપની રચનાને ગયા વર્ષે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. સૈન્યના સંગઠનાત્મક બંધારણમાં પરિવર્તનની દિશામાં આ એક મોટું પગલું ગણાય છે. પાકિસ્તાની સેનાએ જમ્મુ નજીકની સરહદ પર લગભગ છ મહિનાથી તેની ટી-80યુ ટેન્ક સાથે રેજિમેન્ટ અને અલ-ખાલિદ બ્રિગેડ તહેનાત કરી રાખી છે. તેમણે આ ટેન્કોને આંતરરાષ્ટ્રીય સરહદથી લગભગ 50-60 કિલોમીટર દૂર એલર્ટ મોડ પર રાખી છે. આવી સ્થિતિમાં આ ટુકડી પાકિસ્તાનના કોઈપણ ષડયંત્રનો સામનો કરવા માટે તૈયાર રહેશે.
આઈબીજીની આ છે અનોખી વિશેષતાઓ
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.