બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / વિશ્વ / indian airforce plane coming delhi from kabul with 85 indians

અફઘાનિસ્તાન / ઓપરેશન એરલીફ્ટ: કાબૂલથી ઉડ્યું વાયુસેનાનું વધુ એક વિમાન, 85 ભારતીયો આવી રહ્યા છે સ્વદેશ

Mayur

Last Updated: 12:20 PM, 21 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય સેનાનું વધુ એક વિમાન ભારત આવી રહ્યું છે જેમાં આશરે 85 ભારતીયોને વતન પરત લાવવામાં આવી રહ્યા છે.

અફઘાનિસ્તાન તાલિબાનોના કબજા હેઠળ આવી ગયું છે ત્યારથી ત્યા વસતા અન્ય દેશના નાગરિકો,મહિલાઓ અને લઘુમતીઓ માટે મોટી સમસ્યા ઊભી થઈ ગઈ છે. લોકો દેશ છોડીને જલ્દીથી નાસી જવા માટે ઉતાવળા બન્યા છે. 

85 ભારતીયો વતન પરત આવશે. 

અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન બાદ ભારત સરકારે પણ પોતાના નાગરિકોને પરત લાવવા માટે કવાયત હાથ ધરી દીધી હતી. આજે ભારતીય વાયુ સેનાનું વધુ એક વિમાન નાગરિકોને પરત લાવી રહ્યું છે. સેનાનાં C-130J વિમાન માં પરત આવી રહેલા 85 ભારતીયો વતન આવી રહ્યા છે. 

તાજિકિસ્તાન ઉતર્યું હતું વિમાન 
એવું પણ કકહેવાય છે કે C-130J વિમાન તાજિકિસ્તાનમાં ફ્યુઅલ કરાવવા માટે ઊભું રહ્યું હતું. આ વિમાન કાબુલથી દિલ્હી આવી રહ્યું છે. 140 મુસાફરોને લઈને અગાઉ મંગળવારે પણ એક વિમાન આવી ચૂક્યું હતું.  

 

થોડા દિવસ પહેલા ભારતના રાજદૂત અને તેમના પરિવારને લઈને ભારત આવ્યું હતું વિમાન

અફઘાનિસ્તાનમાં હવે તાલિબાન રાજ શરૂ થવા જઈ રહ્યું છે, ત્યારે હવે મોટી સંખ્યામાં લોકો અફઘાનિસ્તાનમાંથી પલાયન થઈ રહ્યા છે. વિશ્વની મહાસત્તાએ પણ હવે હાથ ઉંચા કરી લેતા પરિસ્થિતિ વધુ વિકટ બની છે, વિમાનમાં લોકો લટકીને પણ લોકો અફઘાનિસ્તાનમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરી રહ્યા છે એવામાં ભારતીય વાયુ સેના દ્વારા રેશ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.વાયુસેનાના સ્પેશિયલ મિશન અંતર્ગત ભારતીયોને પરત લાવવાના પ્રયાસો કરવોમાં આવી રહ્યા છે ત્યારે ભયંકર પરિસ્થિતિની વચ્ચે અફઘાનિસ્તાનથી ભારતીય એરફોર્સનું C-17 એરક્રાફ્ટ નાગરિકોને લઈને જામનગરમાં પહોંચ્યું હતું.

ભારતીયોને લઇને કાબુલથી જામનગર પહોંચ્યું વિમાન

ભારતીય વાયુસેનાનું C-17 ગ્લોબ માસ્ટર એરક્રાફટ કાબુલથી 130થી વધુ લોકોને લઈને મંગળવારે સવારે રવાના થયું હતું, જે 10.45 વાગ્યે જામનગર એરબેઝ ખાતે લેન્ડ થયું હતું જે સમયે રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, જામનગર કલેકટર, પ્રાંત અધિકારી, મામલતદાર પણ હાજર રહ્યા હતા. તેમજ શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરા સહિત અનેક અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ