બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / India win by 62 runs in first T20 against Sri Lanka, ishan Iyer explosive batting
ADVERTISEMENT
પ્રવાસી શ્રીલંકા સામેની પ્રથમ T-20 મેચમાં ભારતનો 62 રને ઐતિહાસિક વિજય થયો છે. ત્રણ મેચની આ સીરીઝમાં ભારતે દમદાર દેખાવ કરી મેચ જીતી લીધી હતી શ્રીલંકા તરફથી એક માત્ર બેટ્સમેન ચારીઠ અસ્લંકા એ ફિફ્ટી નોંધાવી હતી .બાકીના તમામ બેટ્સમેન નિષ્ફળ નીવડયા હતા. ભારત તરફથી ભુવનેશ્વર કુમારે સતત બે ઝટકા શરૂઆતમાં જ આપતા પ્રવાસી ટીમને તેની કળવળી નહોતો. મસમોટા ટાર્ગેટ ચેઝ કરવા પાછળનાં દબાણ માં પ્રવાસી ટીમ 20 ઓવરમાં માત્ર
શ્રીલંકાઈ ટીમ ભારતના પ્રવાસે છે અને T-20ની ટ્રેન મેચની સીરીઝ રમશે. લખનૌમા રમાઈ રહેલી પ્રથમ T-20 મેચમાં ભારતીય ટીમે શાનદાર અને જાનદાર બેટિંગ કરતા 2 બે વિકેટના ભોગે 199 રનનો જંગી સ્કોર ખડકયો હતો. ભારત તરફથી સુકાની રોહિત શર્માએ 44, તો ઇશાન કિશને વિસ્ફોટક રમત દાખવતા માત્ર 56 બોલમાં 89 રન ફટકાર્યા હતા. તો શ્રેયસ અય્યરે પણ માત્ર 28 બોલમાં 57રન ફટકારી પોતાના ફોર્મનો પરિચય આપી દીધો હતો. ભારતે 20 ઓવરમાં 199 રણ ફટકારતા પ્રવાસી ટીમને 10 ની એવરેજે જીતવા માટે 200 રનનો ટાર્ગેટ આપ્યો છે. પ્રવાસી શ્રીલંકાઈ બોલર્સ એકદમ ખર્ચાળ રહ્યા હતા. પ્રમુખ બોલર્સે પોતાના 4 ઓવર્સનાં સ્પેલમાં લગભગ 10.5 ની એવરેજે રન આપ્યા હતા. શ્રેયસ અય્યર 57 અને રવીન્દ્ર જાડેજા 3 રને અણનમ રહ્યા હતા.
ADVERTISEMENT
T-20 સિરીઝની પ્રથમ મેચ લખનૌ રમાઈ રહી છે જ્યારે બાકીની બે મેચ ધર્મશાલામાં રમાશે. ત્યાર બાદ પ્રવાસી ટીમ અને યજમાન વચ્ચે બે ટેસ્ટ મેચ પણ રમાશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.