બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / વડોદરા વનડેમાં કેપ્ટન શુભમન ગિલનો મોટો નિર્ણય, ટોસ જીતીને લીધી બોલિંગ, 2 ખેલાડીઓ બહાર

સ્પોર્ટ્સ / વડોદરા વનડેમાં કેપ્ટન શુભમન ગિલનો મોટો નિર્ણય, ટોસ જીતીને લીધી બોલિંગ, 2 ખેલાડીઓ બહાર

Bijal Vyas

Last Updated: 02:12 PM, 11 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ક્રિકેટ ટીમના નવા વર્ષમાં આ પહેલા ઇન્ટનેશનલ મુકાબલો છે અને તે જીતની સાથે 2026 શરુઆત કરવાની રહેશે.

ભારત અને ન્યુઝીલેન્ડની વચ્ચે ત્રણ મેચોની વનડે સીરિઝનો પહેલો મુકાબલો આજે એટલે કે 11 જાન્યુઆરી વડોદારના કોટામ્બી સ્ટેડિયમમાં છે. આ મુકાબલામાં ભારતીય ટીમ ટોસ જીતીને પહેલી બોલિંગ કરી રહી છે. આ મુકાબલામાં શુભમન ગિલ ભારતીય ટીમની કેપ્ટન્ટ છે. તો બીજી તરફ માઇકલ બ્રેસવેલ કીવી ટીમનો કેપ્ટન છે.

ભારતીય ક્રિકેટ ટીમના નવા વર્ષમાં આ પહેલા ઇન્ટનેશનલ મુકાબલો છે અને તે જીતની સાથે 2026 શરુઆત કરવાની રહેશે. સાથે જ કોટામ્બી સ્ટેડિયમ પણ પહેલીવાર મેન્સ ઇન્ટરનેશનલ મેચની મેજબાની કરી રહ્યુ છે, જે આ મેદાન માટે ઐતિહાસિક ઉપલબ્ધિ છે.

આ મુકાબલામાં ભારત તરફથી અર્શદીપ સિંહ, ધ્રુવ જુરેલ, નીતિશ કુમાર રેડ્ડી અને યશસ્વી જયસ્વાલને ટીમમાં સામેલ કરવામાં આવ્યા ન હતા. ન્યુઝીલેન્ડના ક્રિશ્ચિયન ક્લાર્કએ વનડે ડેબ્યૂ કર્યું હતું. ભારતીય મૂળના ક્રિકેટર આદિત્ય અશોકનો પણ કિવી ટીમના પ્લેઇંગ-11માં સામેલ છે.

India-vs-West-Indies-Match

વડોદરા ODI માટે ભારતના પ્લેઇંગ 11: શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, રવિન્દ્ર જાડેજા, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ.

વડોદરા વનડે માટે ન્યૂઝીલેન્ડના પ્લેઇંગ 11 ખેલાડીઓ: ડેવોન કોનવે, હેનરી નિકોલ્સ, વિલ યંગ, ડેરિલ મિશેલ, ગ્લેન ફિલિપ્સ, મિશેલ હે (વિકેટકીપર), માઈકલ બ્રેસવેલ (કેપ્ટન), ઝાચેરી ફોલ્કેસ, ક્રિશ્ચિયન ક્લાર્ક, કાયલ જેમીસન અને આદિત્ય અશોક.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં 120 વન-ડે મેચ રમાઈ છે, જેમાંથી ભારતીય ટીમે 62 મેચ જીતી છે. ન્યૂઝીલેન્ડે 50મેચ જીતી છે, જ્યારે સાત મેચ ડ્રો રહી છે અને એક મેચ ટાઈ રહી છે. આનો અર્થ એ થયો કે આંકડાકીય રીતે ટીમ ઈન્ડિયાનું પડલુ ભારે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Sports India vs New Zealand 1st ODI Match
Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ