બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / india vs bangladesh kolkata day night test likely to start early to negate dew factor
ADVERTISEMENT
ભારતમાં ડે નાઇટ ટેસ્ટ મેચ કોલકાતતાના ઐતિહાસિક ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાશે અને સ્થાનિક ક્યૂરેટર સુજાન મુખર્જીનું કહેવું છે કે મેચ જલ્દી શરૂ થાય એવી આશા છે, જેનાથી મેચ દરમિયાન ઝાંકળથી વધારે મુશ્કેલી પેદા થાય નહીં.
ભારત અને બાંગ્લાદેશની વચ્ચે ડે નાઇટ ટેસ્ટ મેચ 22 નવેમ્બરથી રમાશે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (બીસીબી)એ મંગળવારે જ ભારતની સાથે પહેલી ડે નાઇટ ટેસ્ટ મેચને લીલી ઝંડી આપી છે.
ADVERTISEMENT
અનુભવી ક્યૂરેટર અનુસાર, આ ઐતિહાસિક મેચ એક વાગ્યાથી શરૂ થઇ શકે છે. જો કે એના માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની સહમતિની જરૂર પડશે.
શું કહ્યું કોલકાતાના ક્યૂરેટરે?
બંગાળ ક્રિકેટ સંઘ (સીએબી)ના ક્યૂરેટર સુજાને મીડિયાને કહ્યું, 'શરૂઆત જલ્દી થશે એટલે દિવસની મેચ આશરે 8 થી 8.30 વાગ્યે સુધી ખતમ થઇ જશે.' ઝાંકળ મોટાભાગે ત્યારબાદ જ મેચમાં ખલેલ પહોંચાડે છે જેમ કે અમે ઇડનમાં થયેલી સીમિત ઓવરમની મેચોમાં જોયું છે, એટલા માટે મને નથી લાગતું કે ઝાંકળની સમસ્યા થશે.'
સુજાને કહ્યું, 'અમારી પાસે ઝાંકળથી નિપટવા માટે સ્પ્રે અને અન્ય સામાન પણ મોજૂદ છે.' જો કે ફાસ્ટ બોલરને પીચથી મદદ મળે એવી આશા છે કારણ કે 2016માં રમવામાં આવેલી સીએબી સુપર લીગનો ફાઇનલ પિંક બોલથી જ રમવામાં આવ્યો હતો અને ત્યાં ફાસ્ટ બોલરોને ખૂબ મદદ મળી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.