બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 'બીજા પર સવાલ ઉઠાવતા પહેલા...', UNHRCમાં ભારતે પાકિસ્તાનને બરાબરનું લઇ લીધું

ઝાટકણી / 'બીજા પર સવાલ ઉઠાવતા પહેલા...', UNHRCમાં ભારતે પાકિસ્તાનને બરાબરનું લઇ લીધું

Last Updated: 07:57 AM, 2 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતે UNHRCમાં પાકિસ્તાનને આડે હાથ લીધું હતું.ભારતે લઘુમતીઓના મુદ્દા પર પાકિસ્તાનને કડક સંદેશ આપ્યો છે. ભારતે કહ્યું કે જે દેશ પોતાના દેશમાં લઘુમતીઓ પર અત્યાચાર કરે છે તે બીજાઓને માનવાધિકારનો ઉપદેશ કેવી રીતે આપી શકે ?

ભારતીય રાજદ્વારી મોહમ્મદ હુસૈને જીનીવામાં UNHRC ના 60મા સત્રની 34મી બેઠકમાં ભાગ લીધો હતો. તેમણે કહ્યું, "ભારતને એ વાત ખૂબ જ વિરોધાભાસી લાગે છે કે પાકિસ્તાન જેવો દેશ બીજાઓને માનવાધિકારનો ઉપદેશ આપવાનો પ્રયાસ કરે છે. બીજાઓને પ્રશ્ન કરતા પહેલા, તેણે પોતાના દેશમાં લઘુમતીઓ પર થઈ રહેલા અત્યાચારો પર નજર નાખવી જોઈએ."

ભારતે UNHRCમાં પાકિસ્તાનને આડે હાથ લીધું હતું.ભારતે લઘુમતીઓના મુદ્દા પર પાકિસ્તાનને કડક સંદેશ આપ્યો છે. ભારતે કહ્યું કે જે દેશ પોતાના દેશમાં લઘુમતીઓ પર અત્યાચાર કરે છે તે બીજાઓને માનવાધિકારનો ઉપદેશ કેવી રીતે આપી શકે ?

તેમણે કહ્યું પાકિસ્તાન અનેક વખત ભારત સામે જૂઠું બોલતું રહ્યું છે. તેણે ભારત સામે વારંવાર માનવાધિકાર ભંગના ગંભીર આરોપો લગાવ્યા છે, પરંતુ સત્ય એ છે કે પાકિસ્તાન પોતે આતંકવાદ માટે જવાબદાર છે, અને તેની ધરતી પર દરરોજ નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવે છે. પાકિસ્તાનમાં લઘુમતીઓ પર અત્યાચારોમાં વધારો થયો છે, આ વાતનો ખુલાસો અસંખ્ય અહેવાલોમાં થયો છે.

આ પણ વાંચોઃ સોનમ વાંગચુકની પત્ની ગીતાંજલિએ રાષ્ટ્રપતિને લખ્યો પત્ર, દ્રૌપદી મુર્મુ પાસે કરી આ માગ

પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં પણ વિરોધ પ્રદર્શનો નિયમિત ઘટના છે. બલૂચ નેશનલ મૂવમેન્ટના માનવાધિકાર સંગઠન, Paankએ 2025ના પહેલા ભાગમાં 785 ગુમ થવાનો અને 121 હત્યા થવાનો રિપોર્ટ નોંધાવ્યો છે.. પશ્તુન સંગઠનોએ પણ નોંધપાત્ર દાવા કર્યા છે, જેમાં એક જ વર્ષમાં લગભગ 4,000 ગુમ થયાની જાણ કરવામાં આવી છે. મહત્વપૂર્ણ વાત એ છે કે, જ્યારે આ આંકડા જાહેરમાં ઉપલબ્ધ છે, ત્યારે પાકિસ્તાનમાં ઘણા એવા વ્યક્તિઓ પણ છે જેઓ ગુમ થયા હતા અથવા તેમની હત્યા કરવામાં આવી હતી, પરંતુ માહિતી ગુપ્ત રાખવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

UNHRC India Pakistan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ