બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / India is free to import oil from any country-petroleum minister on- Russian crude

સ્પષ્ટતા / રશિયાને લઈ ભારતીય પેટ્રોલિયમ મંત્રીએ અમેરિકાને ચોખ્ખી સંભળાવી દીધી, કરી દીધી મોટી વાત

Vaidehi

Last Updated: 07:15 PM, 1 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ સ્પષ્ટતા આપતાં જણાવ્યું કે રશિયા પાસેથી તેલ ખરીદવા બાબતે કોઇપણ પ્રકારના નૈતિક દ્વંદ્વ નથી. તેમણે કહ્યું કે હંગેરી, ચીન અને જાપાનનાં આર્થિક પ્રતિબંધો પછી પણ તે તેલ ખરીદી શકે છે તો ભારત કેમ નહીં.

  • રશિયાથી તેલ ખરીદવા મુદે પેટ્રોલિયમ મંત્રીએ કરી વાત
  • કહ્યું કે ચીન અને જાપાન ખરીદે છે તો ભારત કેમ નહીં
  • ભારત અને ભારતીયોનો હિત સર્વોપરિ છે- હરદિપસિંહ

કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ એક ઇન્ટરવ્યૂગહમાં કહ્યું કે તે અમારું નૈતિક કર્તવ્ય છે કે અમે અમારા 130 કરોડ નાગરિકોને પેટ્રોલ, ડિઝલ, ગેસનો સપ્લાય કરીએ. તેમણે સ્પષ્ટતા આપતાં જણાવ્યું કે તેલ ખરીદવાની બાબતે કોઇ પણ નૈતિક દ્વંદ્વ છે નહીં. નાણાકીય વર્ષ 2022માં ભારતનો રશિયા પાસેથી તેલનો આયાત 2%થી પણ ઓછો છે. 

આર્થિક પ્રતિબંધોની ઘોષણા પછી પણ થયો આયાત
યૂક્રેન અને રશિયાના યુદ્ધની વચ્ચે અમેરિકા અને પશ્ચિમી દેશોએ રશિયા પર આર્થિક પ્રતિબંધોની ઘોષણા કરી છે. જેના પછીથી ભારત પર દબાણ કરવામાં આવી રહ્યું છે કે મોદી સરકાર રશિયા પાસેથી કાચું તેલ ન ખરીદે. 

ભારત અને ભારતીયોનો હિત સર્વોપરિ છે- હરદિપસિંહ
પેટ્રોલિયમ મંત્રીએ એક ઇન્ટરવ્યૂહમાં કહ્યું કે આ વિષયમાં કોઇપણ પ્રકારની ગેરસમજણ ન થવી જોઇએ કે ભારત સૌથી વધુ તેલ રશિયા પાસેથી ખરીદે છે. તેમણે કહ્યું કે રશિયા પાસેથી જેટલું તેલ ભારત 3 મહિનામાં ખરીદે છે તેટલું તેલ યૂરોપ એક દિવસમાં ખરીદે છે. તેમણે કહ્યું કે 31 માર્ચનાં પૂરું થનાર નાણાકીય વર્ષ 2022માં ભારતે રશિયા પાસેથી કુલ 0.2% તેલ  ખરીદ્યુ છે. ભારત સૌથી વધુ તેલ ઇરાકથી ખરીદે છે. 

કોઇ પ્રકારના વિવાદો નથી
મંત્રી હરદીપ પુરીએ કહ્યું કે ભારતની આબાદી 130 કરોડ છે અને અમારું કર્તવ્ય છે કે અમે અમારાં નાગરિકોની જરૂરિયાત અનુસાર પેટ્રોલ, ડિઝલ અને ગેસનો સપ્લાય કરીએ. ભારતમાં પ્રતિદિન 60 મિલિયન લોકો પેટ્રોલ પંપ પર તેલ ભરાવે છે અને તેમને તેલ  યોગ્ય ભાવે મળે તેના માટે ભારત સરકાર પોતાનું રાજકીય કાર્ય કરી ટેક્સમાં ઘટાડો કરી રહી છે. તેમણે વધુમાં કહ્યું કે રશિયાથી તેલ ખરીદવાનાં મુદે કોઇપણ વિવાદ છે નહીં.

તેલ ખરીદવામાં સરકારનો હાથ નથી
પેટ્રોલિયમ મંત્રીએ કહ્યું કે કાચાં તેલની આયાતમાં સરકારી એજન્સી ઓએનજીસીનો કોઇ હાથ નથી.  તેલનો ટ્રેડ સંપૂર્ણરીતે પ્રાઇવેટ કંપનીઓ કરે છે અને તે કોઇ એક્સ કે વાય દેશ જોતી નથી. તે માત્ર જ્યાં તેલ ઉપલબ્ધ છે ત્યાંથી ખરીદે છે.  પાછલાં વર્ષે ભારતે અમેરિકા પાસેથી કુલ 20 અરબ ડોલરનું તેલ આયાત કર્યું હતું જે ઓપેક દેશોની કુલ આયાતનું 50% છે. 

ભારત પર કોઇ દબાણ નથી

તેમણે કહ્યું કે જો ભારત કે અન્ય કોઇ દેશ રશિયાથી તેલ ખરીદતું નથી તો રશિયા માર્કેટથી બાહર થઇ જશે અને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં તેલની માંગ વધશે.  જેના લીધે કાચાં તેલના ભાવ વધીને પ્રતિ બેરલ 200 ડોલર થશે. હરદીપસિંહ પુરીએ કહ્યું કે અમેરિકા, પશ્ચિમી દેશો અને યૂરોપિયને આ મુદા્ને લઇને સ્વતંત્ર રૂપે ચર્ચા કરી છે. ભારત ઉપર તેલ ખરીદવાનાં મુદે્ કોઇપણ પ્રકારનું દબાણ છે નહીં. ભારત દુનિયાનો 5મો સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતો દેશ છે.

ભારતનું હિત સૌથી વધુ જરૂરી 
પેટ્રોલિયમ મંત્રીએ કહ્યું કે કાચાં તેલ પરની નિર્ભરતાં ઓછી કરવા માટે ભારત ગ્રીન એનર્જી પર કામ કરી રહી છે. ભારત એવો પહેલો દેશ છે જેણે દુનિયાને કહ્યું કે સૌર ઊર્જાનાં ખર્ચને ઓછો કરી શકાય છે. પૂરતી ઊર્જા માટે વ્યાપકરૂપે ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યાં છે. એથેનોલથી તેલ ઉત્પાદનને લઇને પણ સરકાર કામ કરી રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ