બ્રેકિંગ ન્યુઝ
VTV / Assembly election 2023 / ભારત / INDIA ALLIANCE MEETING SCHADULED ON 6TH DECEMBER IN DELHI BY MALLIKARJUN KHARGE
ADVERTISEMENT
વિપક્ષી ગઠબંધન INDIAની ચોથી બેઠક 6 ડિસેમ્બરનાં દિલ્હીમાં થવા જઈ રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે વિપક્ષનાં તમામ 28 દળોની મીટિંગ બોલાવી છે. પાંચ રાજ્યો - મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા, મિઝોરમમાં ચૂંટણીનાં પરિણામો આવ્યાં બાદ વિપક્ષી દળોની પહેલી બેઠક થશે. આ બેઠકમાં પરિણામોને લઈને મંથન કરવામાં આવશે.
Congress calls for the next INDIA alliance meeting on December 6.
— ANI (@ANI) December 3, 2023
Party's national president Mallikarjun Kharge dials alliance partners for a meeting in Delhi.
ADVERTISEMENT
INDIA ગઠબંધનની બેઠક
મલ્લિકાર્જુન ખરગેએ ચૂંટણી વિધાનસભાનાં પરિણામો બાદ 6 ડિસેમ્બરનાં રોજ INDIA એલાયન્સની બેઠક બોલાવી છે. આ પહેલા પણ ખરગેએ સ્પષ્ટ કરી દીધું હતું કે 5 રાજ્યોમાં ચૂંટણીનાં પરિણામો આવ્યા બાદ જ મીટિંગ બોલાવવામાં આવશે. તેમાં સીટોની વહેંચણીથી લઈને ગઠબંધનનાં સંયોજકનાં નામ સહિત તમામ મહત્વનાં મુદાઓ પર ચર્ચા કરવામાં આવશે.
ADVERTISEMENT
આ પહેલાં 3 બેઠક થઈ છે
I.N.D.I.A એલાયન્સની પહેલી બેઠક 23 જૂનનાં રોજ પટના ખાતે કરવામાં આવી હતી. જ્યારે વિપક્ષી એકતાની બીજી બેઠક 17-18 જૂલાઈનાં બેંગલૂરુમાં થઈ હતી. આ સમયે ભાજપ સામે લડવા માટે વિપક્ષનાં 26 દળો એકસાથે આવ્યાં હતાં. એલાયન્સની ત્રીજી બેઠક 31 ઑગસ્ટથી-1 સપ્ટેમ્બર સુધી મુંબઈમાં થઈ હતી જેમાં 5 કમિટીઓનું ગઠન કરવામાં આવ્યું હતું.
I.N.D.I.Aની પ્રચાર સમિતિના 21 સભ્યો નામ
I.N.D.I.A ગઠબંધનની પ્રચાર સમિતિના 21 સભ્યોના નામ છે- ગુરદીપ સિંહ સપ્પલ (કોંગ્રેસ), સંજય ઝા જેડી (યુ), અનિલ દેસાઈ (એસએસ), સંજય યાદવ (આરજેડી), પીસી ચાકો (એનસીપી), ચંપાઈ સોરેન (જેએમએમ) ), કિરણમોય નંદા (SP), સંજય સિંહ (AAP), અરુણ કુમાર (CPI-M), બિનોય વિશ્વમ (CPI), નિવૃત્ત જસ્ટિસ હસનૈન મસૂદી (NC), શાહિદ સિદ્દીકી (RLD), NK પ્રેમચંદ્રન, (RSP), જી. દેવરાજન (AIFB), રવિ રાય (CPI-ML), થિરુમાવલન (VCK), કેએમ કાદર મોઈદીન (IUML), જોસ કે મણિ (KC-M), તિરુચી સિવા (DMK), મહેબૂબ બેગ (PDP) અને TMC (નામ નક્કી નથી).
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.