બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Independence Day 2023 Here is the story of our freedom fighters of Saurashtra

સેનાનીઓને સલામ / કોઇએ જીવનભર ચપ્પલ ન પહેર્યાં તો કોઇએ ઇસ્ત્રી વગરની ખાદી જ પહેરી... કંઇક આવી છે આપણાં ગુજરાતના લડવૈયાઓની કહાની

Megha

Last Updated: 12:11 PM, 12 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Independence Day 2023: આ છે સૌરાષ્ટ્રના મુઠ્ઠી ઉંચેરા સ્વાતંત્ર્ય સેનાનીઓ...કોઈએ જીવનભર ચપ્પલનો પહેર્યા તો કોઈ ઇસ્ત્રી વગરની ખાદી પહેરી તો કોઈ લાઠીઓ ખાધી અને જેલમાં ગયા.

  • આ છે સૌરાષ્ટ્રના મુઠ્ઠી ઉંચેરા સ્વાતંત્ર્ય સેનાનીઓ
  • કોઈ ઇસ્ત્રી વગરની ખાદી પહેરી તો કોઈ લાઠીઓ ખાધી
  • આઝાદી મેળવવા માટેની લડાઈમાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવી

freedom fighters of Saurashtra :15 ઓગષ્ટ એટલે કે સ્વતંત્રતા પર્વ, આજના લોકોને આઝાદીની ખાસ કદર જણાતી નથી. આઝાદી મેળવવા અનેક લોકોએ શહાદત વહોરી હતી. ગાંધીજી,સરદાર પટેલ અને જવાહરલાલ નહેરુએ કરેલા કામોને લોકો સારી રીતે જાણે છે. પણ ઘણા એવા લોકો છે. જેઓ આઝાદી મેળવવા માટેની લડાઈમાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવી ચુક્યા હોવા છતાં આ માત્ર પોતાની દેશ પ્રત્યેની ફરજ હોવાનું માની સામાન્ય જીવન જીવી રહ્યા છે. એવા જ કેટલાક મુઠ્ઠી ઉંચેરા સ્વાતંત્ર્ય સેનાની અહીં વાત કરીએ..

મનસુખભાઈ છાપીયા

સ્વાતંત્ર્ય સેનાની મનસુખભાઈ છાપીયા
મનસુખભાઈ છાપીયા હાલ તો આ દુનિયામાં નથી પણ 94 વર્ષની ઉંમર સુધી અડીખમ જીદંગી જીવતા હતા. બાળપણ ગુલામીમાં વીત્યું હતું. છાપાઓ વાંચવાનો શોખ ધરાવતા મનસુખભાઇને ચશ્માની જરૂર પડતી નહી. જેના એક અવાજ પર મુખ્યમંત્રી કારની વ્યવસ્થા કરી આપે તેવુ વ્યક્તિત્વ હતું. ગાંધીજીની અપીલ બાદ ખાંડ અને ચા નો ત્યાગ કરનાર મનસુખભાઈ ખાદી સિવાયનાં વસ્ત્રો ક્યારેય પહેરતા નહી, મનસુખભાઇનું બાળપણ ગુલામીના અંધકારમાં વીત્યું હતું.

એ સમયમાં 'જય હિન્દ' બોલવું અપરાધ ગણાતો હતો
મનસુખભાઇના પૌત્ર અક્ષયના જણાવ્યા મુજબ,અમે દાદા પાસે સાંભળ્યું હતું કે આઝાદી પહેલાનો સમય અતિશય કપરો હતો. આ સમયમાં 'જય હિન્દ' બોલવું અપરાધ  ગણાતું હતું. છાપા વાંચવા મળે નહીં. વંદેમાતરમ સહિતનાં છાપા બહાર પડતાની સાથે જપ્ત થઈ જતા હતા. જો કે સદનસીબે આ સમય દરમિયાન તેઓ જામનગરમાં હતા અને ત્યાંના મહારાજા એટલે કે, જામસાહેબે અંગ્રેજોનાં અત્યાચારને લોકો સુધી પહોંચવા દીધા નહોતા. આ સમયમાં અંગ્રેજો તેમજ રજવાડા આવક રળવા દારૂની ભઠ્ઠી ચલાવતા હતા. ત્યારે ગોકલભાઇ નામના પ્રખર ગાંધીવાદી 1941માં અમને એકઠા કરતા હતા અને તેઓ દારૂ પીવા આવતા લોકોને રોકવાનો પ્રયાસ કરતા હતા. આમ છતાં લોકો ન માને તો પાણાવાળી પણ કરતા હતા. 

મનસુખભાઈ છાપીયા

ફિરંગીઓ દ્વારા સંચાલિત ટ્રેન ઉથલાવવાનો નિર્ણય કર્યો
મનુસખભાઈના પિતાની બદલી થતાં તેઓ દ્વારકા ગયા, આ સમય દરમિયાન આઝાદી માટેની લડાઈ ખૂબ જોરશોરથી ચાલતી હતી. ઠેર-ઠેર ટ્રેન અને સ્ટેશન પણ સળગાવવામાં આવતા હતા. બીજી તરફ અંગ્રેજો પણ ક્રાંતિકારીઓ સાથે રીઢા ગુનેગાર જેવો અપરાધ કરતા હતા. આ બધું જોઈને તેમનું લોહી ઉકળી ઉઠ્યું હતું અને પોતે ફિરંગીઓ દ્વારા સંચાલિત ટ્રેન ઉથલાવવાનો નિર્ણય કર્યો હતો. આ માટે એકલે હાથે રેલવેનાં પાટામાં મોટી નટ દોરીથી બાંધી દીધી. જોકે સદનસીબે ટ્રેન ધીમી હોવાથી મોટી દુર્ઘટના થઈ નહોતી અને માત્ર એન્જીન ખસી જતા પોલીસ આવી ગઈ હતી. નજીકમાં માત્ર એમને જોતાં તેઓ પોલીસના શંકાના દાયરામાં આવી ગયા હતા. એન્જીન  વિશે સવાલ થતાં તેમણે કહ્યું હતું કે, 'મને ખબર નથી.'  જો કે એમને પોલીસ સ્ટેશન લઈ જવાના હતા પણ ત્યારે જ પિતાના એક મિત્ર એમને ઓળખી જતા તરત જવા દેવામાં આવ્યા હતા.

મનસુખભાઈ છાપીયા

બા કહેતા કે ગાંધીજી આપણા ઘરે આવી ગયા
દેશભક્તિ, ખુમારી અને શિસ્તબદ્ધતા જેનામાં આજે પણ છલકાય છે, તેવા મનસુખભાઇએ ગાંધીજી વિશે કહ્યું હતું કે, જામનગર અને મોરબીમાં આઝાદીની ચળવળની રેલીઓમાં પણ તેઓએ જુસ્સાથી ભાગ લીધો હતો બા કહેતા કે ગાંધીજી આપણા ઘરે આવી ગયા છે પણ ત્યારે તો હું ખૂબ નાનો હતો. 1948માં તેઓનું અવસાન થતાં મળવાનું સદભાગ્ય મળ્યું નહોતું. જો કે ગાંધીજીએ કહ્યું હતું ત્યારથી પોતે ખાંડ અને ચાનો ઉપયોગ બંધ કરી દીધો હતો. અગાઉ ખાદી ભંડારનાં અહિંસક ચપ્પલ પહેરતા હતા. પણ એ મળતા બંધ થયા બાદ ચપ્પલ પહેરવાનું બંધ કરી દીધું હતું. અને ત્યારથી જ ખાદીનાં કપડાં પણ પહેરવાનું શરૂ કર્યું હતું. એટલું જ નહીં કપડાને ક્યારેય ઇસ્ત્રી કરી નથી. અને આજીવન પોતાના કપડાં જાતે ધોયા છે. '

સ્વાતંત્ર્ય સેનાની ગુણવંતભાઈ પુરોહિત
આવા જ એક સ્વાતંત્ર્ય સેનાની ની વાત કરીએ તો અમરેલી બાબાપુરના ગુણવંતભાઈ પુરોહિત જેમની દેશદાઝ આજે પણ યાદ કરવી પડે તેમ છે. ભારત ૧૯૪૭ની ૧૫ મી ઓગસ્ટે આઝાદ થયું,પરંતુ જુનાગઢને આઝાદી મળી ૯મી નવેમ્બરે. નવાબનાં શાસનનો અંત આણવા માટે આરઝી હુકુમતની રચના કરાઈ હતી. એના બે દળ પૈકી એક સુભાષદળના સેનાપતિ ગુણવંતભાઈ પુરોહિત ૯૭ વર્ષની વયે પણ સ્વસ્થ છે. અમરેલી પાસેના બાબાપુર ગામમાં સામાજિક પ્રવૃત્તિઓ કર્યા પછી નિવૃત્તિમાં છે.

ગુણવંતભાઈ પુરોહિત

બાપુ આમ રેટીંયો કાંત્યે તે કાંઈ આઝાદી મળશે?
ગુણવંતભાઈ સાથે બાપુનીની એક મુલાકાત દરમિયાન બાપુ સેવાગ્રામમાં હતાં. દર શનિ-રવિવારે વર્ધાથી સેવાગ્રામ પાંચ માઈલ ચાલીને જવાનું-આવવાનું થતું કારણ કે એ બે દિવસ બાપુ તાલીમાર્થીઓ, લોકો સાથે વાત કરતાં. એક દિવસ બાપુને એમને પૂછી પીધું, તેં બાપુ આમ રેટીંયો કાંત્યે તે કાંઈ આઝાદી મળશે? બાપુએ શાંત રહીને જવાબ આપ્યો, ‘ભાઈ તમે કુસ્તી જાણતા લાગો છો. તમે તમારા હરિફને પછાડવા માટે કયો દાવ અજમાવો કહો જોઉં ! મેં કહ્યું એને જે ન આવડતો હોય એ. બાપુ કહે, 'તો પછી બસ. આ અંગ્રેજોને બંધુક ચલાવતાં આવડે છે, રેંટીયો નથી આવડતો!!” એકવાર એમણે પૂછ્યું, ‘બાપુ કેમ નિરાશ દેખાઓ છો?’ અને ગાંધીજીએ કહ્યું હતું, ‘ના જરાય નહીં, હું નિરાશ નથી, હું ક્યારેક ડગલાં પાછળ જાઉં તો પણ ચાર ડગલાં આગળ વધવા માટે જ !!' ગાંધીજીના આવાં સંગનો રંગ જેને લાગ્યો હોય એ વ્યક્તિ જીવન દેશને જ સમર્પિત કરે ને ? ગુણવંતભાઈના ભાઈઓ પણ આઝાદીની લડતમાં સક્રિય હતાં. કુટુંબનું વાતાવરણ જ એવું હતું કે તેઓ પણ આઝાદીની લડાઈ તરફ વળ્યા. 

રાજકોટ સત્યાગ્રહનો આરંભ થયો ત્યારે બાપુનો સંદેશો પહોંચાડવાનું કામ કરતાં 
વર્ધામાં એક વર્ષ રહીને પરત આવ્યાં અને ભાવનગરમાં પ્રજાકીય પરિષદની ઓફીસમાં સેવા આપવાનું શરુ કર્યું. ત્યાં રાજકોટમાં દરબાર વીરાવાળા સામેની લડત શરુ થઇ. ગુણવંતદાદાએ એક મુલાકાતમાં જણાવ્યુ કે , “૩૯માં રાજકોટ સત્યાગ્રહનો આરંભ થયો. અમારું કામ બાપુનો સંદેશો બધે પહોંચાડવાનું હતું. ઠેબચડા ગામથી પગે ચાલીને હું તરઘડીયા ગામે સાંજે સાડા પાંચના અરસામાં પહોંચ્યો. ગામમાં ઝાંપામાં પ્રવેશ કરું ત્યાં તો પસાયતાઓ (એ સમયના પોલિસ) એ મને રોકીને પૂછપરછ કરી, ક્યાં જવું છે? કોનું કામ છે? પ્રજા પરિષદનો સંદેશો પહોંચાડવાનો છે એમ કહીં મેં ગામમાં ઘૂસવાનો આગ્રહ રાખ્યો એટલે મને મારવાનું શરુ થયું. બે પસાયતાઓએ ત્રીસેક લાકડી મારી હશે. હું રામ... રામ... બોલ્યે જાઉં. એ લોકો મારીને થાક્યા. આખરે મને પાદરેથી ત્રીસ ફૂટ ઢસડયો. જમીન ખરબચડી હતી એટલે  લોહીલુહાણ થયા હતા.' 

જસદણ વાલા

સ્વાતંત્ર્ય સેનાની જસદણ વાલા
સ્વ. અકબર અલી અમીજી જસદણ વાલા પણ આવા જ એક સ્વતંત્ર સેનાની થઈ ગયા. તેના પૌત્રીએ જસદણ વાલાએ વાત કરતા જણાવ્યું હતું કે તે જવાહરલાલ નેહરૂને મળ્યા હતા અને આઝાદીની લડતમાં ઘણું કામ કર્યું હતું. 1936માં રાજ્યની નોકરી છોડી હતી અને સ્વતંત્ર વકીલાત શરૂ કરી હતી. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા હતા. 1948માં બંધારણ સભામાં સભ્ય તરીકે જોડાયા હતા જે પછી વિધાનસભામાં ફેરવાઈ હતી. 1931 માં જ્યારે દાંડીકૂચ શરૂ થયું ત્યારે અકબર અલી 21 વર્ષના હતા અને ગાંધીજીને મળવા ગયા તમારે પણ દાંડીકૂચ યાત્રામાં જોડાવું છે પરંતુ ગાંધીજીએ તેને કહ્યું હતું કે તમે યુવાન છો પરિવારને તમારી વધુ જરૂર છે તેથી તમે આ કૂચમાં ન જાવ પરંતુ ગાંધીજીના દરેક વિચારો અને તેમને આપેલી શીખ પ્રમાણે તેને 48 ની લડતમાં પૂરેપૂરો સહયોગ આપ્યો અને સ્વતંત્ર સેનાની તરીકે ઓળખાયા. 

સ્વાતંત્ર્ય સેનાની વિદ્યાબેન મનુભાઈ શાહ
વિદ્યાબેન મનુભાઈ શાહની જીવન ઝરમર ૭ નવેમ્બર ૧૯રરનાં રોજ રાજકોટનાં સૌરાષ્ટ્રનાં શિક્ષણ અધિકારી સ્વ. વી.સી. મહેતાને ત્યાં વિદ્યાબેનનો જન્મ થયો હતો. નાનપણથી દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના માતા-પિતા પાસેથી વારસામાં મળેલ ચુસ્ત ગાંધીવાદી વિચારને વરેલા અને પૂજય મહાત્મા ગાંધીને આદર્શ માનતા પોતાનું સ્કૂલનું શિક્ષણ રાજકોટની વનિતા વિશ્રામ કે જે ત્યારબાદ બાર્ટન ટ્રેનિંગ સ્કૂલમાં પરિવર્તિત થઈ તેમાં શિક્ષણ લીધું હતું.

વિદ્યાબેન મનુભાઈ શાહ

૧૯૪૦મા વિદ્યાર્થીકાળ દરમ્યાન અલગ- અલગ ચળવળમાં ભાગ લીધો
વિદ્યાબેનએ ડબલ ગ્રેજયુએશનની ડીગ્રી હાંસલ કરી. ૧૯૪૦મા વિદ્યાર્થીકાળ દરમ્યાન અલગ- અલગ ચળવળમાં ભાગ લીધો અને ત્યારબાદ પૂજય મહાત્મા ગાંધી સાથે હિંદ- છોડો આંદોલનમાં ખૂબ સક્રિય ભાગ લીધો હતો. હિંદ-છોડો આંદોલન વખતે તેઓને અનેક વાર અંગ્રેજ સરકારે જેલમાં મોકલેલ. 'કરેંગે યા મરેંગે' અને 'ચલે જાઓ'ના શબ્દો જન માનસ ઉપર થઈ ગયા હતા. આવા નવયુવાનોમાં આપણા અનેક ગુજરાતીઓ મોખરે હતા એ સમયે મંગળાબેન પરીખ, ઉષાબેન મહેતા, મણીબેન પટેલ જેવી અનેક ગુર્જર નારીઓ બુલંદ અવાજથી રસ્તાઓ ગુંજી ઉઠયા હતા. આ મહિલાઓમાં અન્ય એક પ્રમુખ નામ એટલે વિદ્યાબેન મનુભાઈ શાહ. ગાંધીજીએ જયારે ૧૯૪૨માં સ્વતંત્રતાની લડતને આખરી ઓપ આપવા ઓગસ્ટ ક્રાંતિ મેદાન પરથી અંગ્રેજો ભારત છોડોનો નારો ઉચ્ચાર્યો ત્યારે રાજકોટની શાળામાં ભણતી પિતા વ્રજલાલ મહેતા અને માતા ચંપાબેનની પંદર-સોળ વર્ષની આ કિશોરીએ રાજકોટમાં ચળવળ શરૂ કરી રસ્તાઓ ઉપર રેલી કાઢી બાળકોને દેશપ્રેમની વાર્તાઓ અને ગાંધીજીની ગાથા સંભળાવી ભારતની આઝાદી માટે પ્રથમ પગરણ માંડ્યા. તેમના લગ્ન ભારતના પૂર્વ વ્યાપાર પ્રધાન અને જામનગરના પૂર્વ સાંસદ મનભાઈ શાહ સાથે થયા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ