બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / સ્પોર્ટસ / Cricket / Ind vs WI T20 BCCI ignores these 5 star players of IPL including Rinku Singh, not given chance in team

IND vs WI / BCCIએ રિંકુ સિંહ સહિત IPLના આ 5 સ્ટાર ખેલાડીઓની કરી અવગણના, T20 ટીમમાં ન અપાયો મોકો, ચાહકો થયા ગુસ્સે

Megha

Last Updated: 01:32 PM, 6 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વેસ્ટ ઈન્ડિઝ સામેની T20 સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી હતી જેમાં રિંકુ સિંહને સ્થાન મળ્યું નથી. સાથે જ IPL 2023માં શાનદાર પ્રદર્શન કરનાર આ ખેલાડીઓને પણ મોકો ન મળ્યો.

  • T20 સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ 
  • T20 ટીમમાં રિંકુ સિંહને સ્થાન મળ્યું નહીં 
  • IPL 2023માં રિંકુએ શાનદાર રમત બતાવી હતી
  • રિંકુ સિવાય આ ખેલાડીઓને જગ્યા ન મળી 

વેસ્ટ ઈન્ડિઝ સામેની T20 સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. જણાવી દઈએ કે મુંબઈનો બેટ્સમેન તિલક વર્મા ભારતીય T20 ટીમમાં એકમાત્ર નવો ચહેરો હશે. વેસ્ટ ઈન્ડિઝ સામે 3 ઓગસ્ટથી શરૂ થઈ રહેલી પાંચ T20 ઈન્ટરનેશનલ મેચ માટે ટીમનું નેતૃત્વ હાર્દિક પંડ્યા કરશે. 

T20 ટીમમાં રિંકુ સિંહને સ્થાન મળ્યું નહીં 
હવે આ ટીમમાં રિંકુ સિંહને સ્થાન મળ્યું નથી જેનાથી ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. સોશિયલ મીડિયા પર પ્રશંસકો રિંકુની અવગણના કરવા બદલ BCCIને ટ્રોલ પણ કરી રહ્યા છે અને તેની ઘણી ટીકા પણ કરી રહ્યા છે. વાત એમ છે કે બધાને આશા હતી કે આ વખતે રિંકુને ડેબ્યૂ કરવાનો મોકો મળશે, પરંતુ એવું થઈ શક્યું નહીં. 

IPL 2023માં રિંકુએ શાનદાર રમત બતાવી હતી
જણાવી દઈએ કે IPL 2023માં રિંકુએ શાનદાર રમત બતાવી હતી. આવી સ્થિતિમાં, એવી આશા હતી કે આ વખતે રિંકુને પ્રથમ વખત T20 ટીમમાં તક મળશે. રિંકુએ IPL 2023માં 14 મેચોમાં કુલ 474 રન બનાવ્યા હતા, જેમાં તેનો સ્ટ્રાઈક રેટ 149.53 હતો. નોંધનીય છે કે IPL 2023માં ગુજરાત સામેની મેચમાં રિંકુએ છેલ્લી ઓવરમાં સતત 5 સિક્સર ફટકારી હતી, જેના કારણે તે IPLનો સૌથી મોટો સુપરસ્ટાર બન્યો હતો. 

રિંકુ સિવાય આ ખેલાડીઓને જગ્યા ન મળી 
રિંકુ સિંહ સિવાય ઋતુરાજ ગાયકવાડ, જીતેશ શર્મા, મોહિત શર્મા, વરુણ ચક્રવર્તી, શિવમ દુબે જેવા ખેલાડીઓને T20 ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. KKRના કેપ્ટન નીતિશ રાણા પણ T20 ટીમમાં પોતાની જગ્યા બનાવી શક્યા નથી. 

મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ T20 ટીમમાંથી બહાર 
અવેશ હાલમાં દુલીપ ટ્રોફીમાં સેન્ટ્રલ ઝોન તરફથી રમી રહ્યો છે. જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજની ગેરહાજરીમાં અવેશ અને ઉમરાન મલિક ડાબા હાથના સીમર અર્શદીપ સિંહને સ્થાન મળ્યું છે. જણાવી દઈએ કે ODI વર્લ્ડ કપ ભારતમાં રમાવા જઈ રહ્યો છે. આને ધ્યાનમાં રાખીને પસંદગીકારોએ મહત્વના ફાસ્ટ બોલરોને ટી20 શ્રેણીમાંથી આરામ આપવાનો નિર્ણય કર્યો છે.

વેસ્ટ ઈન્ડિઝ સામે T20I શેડ્યૂલ (4 ઓગસ્ટથી 8 ઓગસ્ટ)
1લી T20I: 4 ઓગસ્ટ
2જી T20I: 6 ઓગસ્ટ
ત્રીજી T20I: 8 ઓગસ્ટ
4થી T20I: 12 ઓગસ્ટ
5મી T20I: 13 ઓગસ્ટ

ભારતની T20 ટીમ નીચે મુજબ છે.
ઈશાન કિશન, શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, અવેશ ખાન અને મુકેશ કુમાર

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ