બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IND Vs SA: 'If you do its a miracle, if we do the pitch is bad ,' Virender Sehwag target

IND vs SA / 'તમે કરો તો ચમત્કાર, અમે કરીએ તો...', કેપટાઉનની પીચ પર વીરેન્દ્ર સેહવાગે કર્યો કટાક્ષ, જુઓ શું કહ્યું

Megha

Last Updated: 09:18 AM, 5 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ટેસ્ટ મેચ ફક્ત બે દિવસ ચાલી ત્યારે ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટરોએ ભારે હોબાળો મચાવ્યો હતો. હવે સેહવાગે કહ્યું, 'તમે કરો તો ચમત્કાર અને અમે કરીએ તો પિચ ખરાબ..'

  • સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટમાં ભારતીય બોલરોએ પોતાની તાકાત બતાવી.
  • વિરેન્દ્ર સેહવાગે ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટરોને જડબાતોડ જવાબ આપ્યો. 
  • સેહવાગે લખ્યું કે, 'તમે કરો તો ચમત્કાર અને અમે કરીએ તો પિચ ખરાબ..'

સાઉથ આફ્રિકા અને ભારત વચ્ચે રમાયેલી કેપટાઉન ટેસ્ટમાં ભારતીય બોલરોએ પોતાની તાકાત બતાવી હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાના બોલરોએ માત્ર 60.1 ઓવર નાંખી અને 20 વિકેટ ઝડપી. આ જીત બાદ વિરેન્દ્ર સેહવાગે ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટરોને જડબાતોડ જવાબ આપ્યો છે જેઓ સતત ભારતીય પિચો અને બોલરો પર સવાલ ઉઠાવતા હતા. 

નોંધનીય છે કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 2021માં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચનું પરિણામ માત્ર બે દિવસમાં જાહેર થઈ ગયું. ભારતે આ મેચ 10 વિકેટે જીતી લીધી હતી. ભારતીય બોલરોએ માત્ર 79.2 ઓવરમાં બે વખત ઈંગ્લેન્ડને આઉટ કરીને શાનદાર જીત હાંસલ કરી હતી. જે બાદ ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટરોએ આ પીચને લઈને ભારે હોબાળો મચાવ્યો હતો. 

વર્ષ 2022માં બ્રિસ્બેનના ગાબા ખાતે સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ટેસ્ટમાં કંઈક આવું જ જોવા મળ્યું હતું. જ્યારે બોલરોએ વિકેટો ઝડપી હતી. એટલું જ નહીં, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાની ધરતી પર ઈતિહાસની પાંચ સૌથી ટૂંકી મેચો પણ રમાઈ છે. પરંતુ જ્યારે પણ ભારતમાં આવું કંઇક થાય છે ત્યારે આ દેશના ક્રિકેટરો સૌથી પહેલા પિચને લઇને ફરિયાદ કરે છે. ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગ આ વખતે ચૂપ ન રહ્યા અને ભારતની જીતની સાથે જ તેણે એક ફની પોસ્ટ કરી. 

વિરેન્દ્ર સેહવાગે લખ્યું કે, 'તમે કરો તો ચમત્કાર અને અમે કરીએ તો પિચ ખરાબ..ટેસ્ટ મેચ 107 ઓવરમાં સમાપ્ત થાય છે. આનાથી સાબિત થાય છે કે જો ઝડપી બોલરોને પીચમાંથી થોડી મદદ મળે તો અમારું બોલિંગ આક્રમણ ઘણું ખતરનાક છે. બુમરાહ અને સિરાજ શાનદાર હતા અને આ 2024ની સારી શરૂઆત છે.'

જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજની જાદુઈ સ્પેલ
કેપટાઉનમાં, ભારતીય ઝડપી બોલર જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજના જાદુઈ સ્પેલથી ભારતે ટેસ્ટ ઈતિહાસમાં અત્યાર સુધીની સૌથી ટૂંકી મેચમાં સાઉથ આફ્રિકા સામે સાત વિકેટે વિજય હાંસલ કર્યો હતો. આ જીત સાથે સીરિઝ પણ 1-1થી બરાબર થઈ ગઈ છે. બુમરાહે ગુરુવારે અહીં બીજી અને અંતિમ ટેસ્ટના બીજા દિવસે સવારે એવો ખતરનાક સ્પેલ ફેંક્યો કે સાઉથ આફ્રિકાનો મિડલ ઓર્ડર પડી ભાંગ્યો અને એઇડન માર્કરામની સદી છતાં ટીમ લંચ પહેલા બીજા દાવમાં 36.5 ઓવરમાં 176 રનમાં સમેટાઈ ગઈ. . જેના કારણે ભારતને જીતવા માટે 79 રનનો ટાર્ગેટ મળ્યો હતો. 

વધુ વાંચો: કેપટાઉનમાં ભારતની જીત બાદ પણ ICC ટેસ્ટ રેન્કિંગમાંથી પાસેથી છીનવાયો નંબર વનનો તાજ, જાણો કઇ ટીમે બાજી મારી

સાઉથ આફ્રિકા હજુ પણ અભેદ્ય કિલ્લો છે 
જોકે, સૌથી મુશ્કેલ પિચ પર પણ આ લક્ષ્ય બહુ મોટું નહોતું. યશસ્વી જયસ્વાલે એક પછી એક 28 રન બનાવ્યા બાદ પોતાની વિકેટ ગુમાવી હતી પરંતુ કેપ્ટન રોહિત શર્માએ અણનમ 16 અને શ્રેયસ અય્યરે અણનમ 4 રન બનાવીને માત્ર 12 ઓવરમાં જ ભારતને જીત અપાવી હતી. સિરાજે આ મેચમાં પોતાની કારકિર્દીનો સર્વશ્રેષ્ઠ સ્પેલ પણ ફેંક્યો હતો અને 6 વિકેટ લઈને સાઉથ આફ્રિકાની પ્રથમ ઈનિંગને 55 રન સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. મહેન્દ્ર સિંહ ધોની (2010-11) બાદ રોહિત શર્મા સાઉથ આફ્રિકામાં સીરિઝ ડ્રો કરનાર બીજો કેપ્ટન બન્યો.  

સંકળાયેલા મુદ્દાઓ

IND vs SA Ind vs SA Test Match Virender Sehwag virender sehwag Tweet virender sehwag statement વીરેન્દ્ર સેહવાગનો કટાક્ષ IND vs SA
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ