બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / Even after India's win in Cape Town, the number one crown was stripped from ICC Test Rankings
ADVERTISEMENT
પહેલી ટેસ્ટ મેચમાં નબળા પ્રદર્શન બાદ ટીમ ઇન્ડિયાએ બીજી ટેસ્ટ મેચ જીતીને ઇતિહાસ રચી દીધો છે. આ જીત છતાં ભારતે નંબર-1 ટેસ્ટ ટીમનો તાજ ગુમાવ્યો છે. આ ટેસ્ટ સીરિઝ પહેલા ટીમ ઈન્ડિયા ત્રણેય ફોર્મેટમાં ટીમ રેન્કિંગમાં ટોચ પર હતી પરંતુ સાઉથ આફ્રિકામાં રમાયેલ આ સીરિઝ 1-1થી ડ્રો કર્યા બાદ બીજા સ્થાનએ સરકી ગઈ છે.
ADVERTISEMENT
તો હવે ટેસ્ટ ટીમ રેન્કિંગમાં ટોચ પર કઈ ટીમ છે?
હવે નંબર-1 ટેસ્ટ ટીમનો તાજ પેટ કમિન્સની આગેવાની હેઠળની ઓસ્ટ્રેલિયન ટીમને આપવામાં આવ્યો છે, જે હાલમાં પાકિસ્તાન સામે ત્રણ ટેસ્ટ મેચની સીરિઝ રમી રહી છે. જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયાએ આ સીરિઝની પ્રથમ બે મેચ જીતીને 2-0ની લીડ મેળવી લીધી છે.
વધુ વાંચો: હવે પાકિસ્તાન સામે ક્યારે થશે ટીમ ઈન્ડિયાની ટક્કર? જુઓ T20 વર્લ્ડકપનું સંભવિત શેડ્યૂલ
ADVERTISEMENT
એવામાં જો હવે આપણે વર્તમાન ICC ટેસ્ટ રેન્કિંગ પર નજર કરીએ તો ભારત અને ઓસ્ટ્રેલિયાના રેટિંગમાં વધુ અંતર નથી. ટીમ ઈન્ડિયા 117 રેટિંગ સાથે બીજા સ્થાને છે, જ્યારે ઓસ્ટ્રેલિયા 118 રેટિંગ સાથે ટોચ પર છે. સાઉથ આફ્રિકા 106 રેટિંગ સાથે ચોથા સ્થાને છે જ્યારે પાકિસ્તાન 92 રેટિંગ સાથે છઠ્ઠા સ્થાને છે.
ભારત, ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા સિવાય, ઈંગ્લેન્ડ (115) ચોથી ટીમ છે જેની રેટિંગ ICC ટેસ્ટ રેન્કિંગમાં 100 થી વધુ છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.