બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / rohit sharma raised questions on newlands cape town pitch says you give rating after looking at the pitch not the country

કેપટાઉન ટેસ્ટ / 'પીચ જોઈને રેટિંગ આપો દેશ જોઈને નહીં', રોહિત બગડ્યો, ICCને પણ વિચાર કરવો પડે તેવું બોલ્યો

Hiralal

Last Updated: 09:42 PM, 4 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાઉથ આફ્રિકા સામેની બીજી ટેસ્ટ જીત બાદ કેપ્ટન રોહિત શર્માએ કેપટાઉનની પિચ પર શંકા પડી છે.

  • ટેસ્ટ જીત બાદ રોહિત શર્માને કેપટાઉનની પિચ પર શંકા પડી
  • બરાબરનો ગુસ્સે થતાં બોલ્યો, પિચ જોઈને રેટિંગ આપો દેશ જોઈને નહીં 
  • પાંચ દિવસની મેચ દોઢ દિવસમાં પૂરી થઈ જતાં શંકા પડી

સાઉથ આફ્રિકા અને ભારત વચ્ચે કેપટાઉનના ન્યુલેન્ડ્સમાં બીજી ટેસ્ટ મેચ રમાઈ હતી. પ્રથમ દિવસે જ આ મેચમાં 23 વિકેટ પડી હતી. બીજા દિવસે વધુ 10 વિકેટ પડી હતી અને મેચ પુરી થઈ હતી. બોલની વાત કરીએ તો ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં આ સૌથી નાની મેચ બની છે. ઓછામાં ઓછી પાંચ દિવસ ચાલે તેટલી મેચ ફક્ત દોઢ દિવસમાં પૂરી થઈ જતાં પિચ સામે આંગળી ઉઠી છે અને રોહિત શર્મા પણ શંકા પડી છે. 

પ્રેસ કોન્ફરન્સમાં શું બોલ્યો રોહિત શર્મા 
જીત બાદ રોહિતે કહ્યું કે ભારતમાં આવીને રમો તો કહો છે કે પહેલા જ દિવસથી ટર્ન થઈ રહ્યો છે. તમે પિચ જોઈને રેટિંગ આપો, દેશ જોઈને નહીં. રોહિતે 2023ના વર્લ્ડ કપની ફાઈનલની પિચનો પણ ઉલ્લેખ કર્યો હતો. રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે "તમે બધાએ જોયું કે આ મેચમાં શું થયું હતું. મને આ પિચ પર રમવામાં ત્યાં સુધી વાંધો નથી કે જ્યાં સુધી તમે ત્યાં આવીને તમારુ મોં બંધ ન કરો. અહીં રમવામાં જોખમ હતું. પિચ પર તિરાડો હતી. તમે ભારતમાં આવીને પણ ચેલેન્જ ફેસ કરો. ભારતમાં પહેલા જ જિવસે ટ્રેક ટર્ન કરીને કહો છે કે પિચ પર ધૂળ ઉડી રહી છે. વિશ્વ કપ ફાઈનલમાં સદી લાગી અને તે પિચને ખરાબ ગણાવાઈ. તમે પિચ જોઈને રેટિંગ આપો દેશ જોઈને નહીં. 

સિરાજનો જાદુ વારંવાર નથી જોવા મળતો 
રોહિતે કહ્યું કે સિરાજનો જાદુ એક એવી વસ્તુ છે જે તમને વારંવાર જોવા નથી મળતો. અમે તેને સરળ રાખ્યો અને પિચે અમારુ બાકીનું કામ કર્યું. તમારે હજુ પણ આવીને એ જ કરવાનું છે. 

ભારતે બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાને હરાવ્યું
કેપટાઉનના ન્યૂલેન્ડ્સમાં ભારતે બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાને 7 વિકેટથી હરાવ્યું હતું. 147 વર્ષના ટેસ્ટના ઈતિહાસમાં પહેલી વાર કેપટાઉન ટેસ્ટ સૌથી ટૂંકી બની છે. માત્ર 642 બોલમાં (107 ઓવર) પૂરી થઈ ગઈ હતી. પાંચ દિવસની ટેસ્ટ દોઢ દિવસમાં પૂરી થઈ જતાં રોહિત શર્માએ પીચ પર સવાલ ઉઠાવ્યાં હતા. ઉલ્લેખનીય છે કે વર્લ્ડ કપની ફાઈનલ પીચ (અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ) પર આવા જ સવાલ ઉઠ્યાં હતા. હવે રોહિત શર્માએ આઈસીસી પાસે આવી માગ કરી છે કે તેમણે પીચ જોઈને રેટિંગ આપવું જોઈએ દેશ જોઈને નહીં. 

સંકળાયેલા મુદ્દાઓ

India vs South Africa 2nd Test india south africa test ભારત સાઉથ આફ્રિકા કેપટાઉન ટેસ્ટ રોહિત શર્મા Rohit sharma
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ