બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ind vs sa first test india first betting

Ind Vs SA / ભારતે ટોસ જીતી પ્રથમ બેટિંગનો લીધો નિર્ણય, ઓપનિંગ સાથે રોહિતની નવી ઇનિંગ્સ

Divyesh

Last Updated: 09:38 AM, 2 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ ટેસ્ટ મેચ શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ વિશાખાપટ્ટનમ ખાતેના મેદાનમાં આજથી શરૂ થઇ છે. જેમાં ભારતે ટોસ જીતી પ્રથમ બેટિંગનો નિર્ણય લીધો છે. જ્યારે રોહિત શર્માએ ટેસ્ટ મેચમાં પ્રથમ વખત ઓપનિંગ કરી નવી ઇનિંગ્સની શરૂઆત કરી છે.

ભારતે એક દિવસ પહેલાં જ પોતાની અંતિમ ઇલેવનની જાહેરાત કરી દીધી છે. રોહિત શર્માની પ્રથમ વખત ટેસ્ટ મેચમાં ઓપનિંગ તરીકે પસંદગી કરવામાં આવી છે. જ્યારે કોહલીએ આ મેચમાં યુવા વિકેટકિપર ઋષભ પંતને બહાર બેસાડી અનુભવી વિકેટકિપર ઋદ્ધિમાન સાહાને તક આપી છે. 

દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાં ભારતને જીતનું પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યું છે. રોહિત શર્મા અત્યાર સુધી મધ્ય ક્રમમાં બેટિંગ કરતો હતો, પરંતુ લોકેશ રાહુલના ખરાબ પ્રદર્શનના કારણે ટેસ્ટ મેચમાં હવે ઓપનર તરીકે તક આપવામાં આવી છે. 

અંતિમ ઇલેવન

ટીમ ઇન્ડિયાઃ વિરાટ કોહલી (સુકાની), અજ્કિંય રહાણે (ઉપસુકાની), રોહિત શર્મા, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, હનુમા વિહારી, આર. અશ્વિન, રવિન્દ્ર જાડેજા, ઋદ્ધિમાન સાહા (વિકેટકિપર), ઇશાંત શર્મા, મો. શમી

દક્ષિણ આફ્રિકાઃ એડેન માર્કરમ, ડીન એલ્ગર, થ્યૂનિસ ડી બ્રુઇન, ટેમ્બા બાવૂમા, ફાક ડુ પ્લેસિસ (સુકાની), ક્વિંટન ડિ કૉક (વિકેટકિપર), વર્નોન ફિલેન્ડર, સેનુરન મુથુસામી, કેશવ મહારાજ, ડેન પીટ, કેગિસો રબાડા

સંકળાયેલા મુદ્દાઓ

India South Africa test match દક્ષિણ આફ્રિકા ભારત રાહિત શર્મા IND vs SA
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ