બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / IND vs SA cricket Match schedule is declared, match will begin from 12 december
Vaidehi
Last Updated: 07:49 PM, 14 July 2023
ADVERTISEMENT
IND vs SA Schedule: ભારતીય ક્રિકેટ ટીમ આ વર્ષનાં અંતમાં સાઉથ આફ્રિકાની યાત્રાએ પહોંચશે જ્યાં ટીમ ત્રણેય ફોર્મેટમાં સીરીઝ રમશે. આ યાત્રા દરમિયાન ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની તરફથી શિડ્યૂલનું એલાન કરવામાં આવ્યું છે. ટીમ ઈન્ડિયા 10 ડિસેમ્બરથી 3 મેચોની ટી20 સીરીઝથી શરૂઆત કરશે. આ બાદ 3 વનડે મેચ અને છેલ્લે 2 ટેસ્ટ મેચની સીરીઝ રમશે.
BCCI and @ProteasMenCSA announce fixtures for India’s Tour of South Africa 2023-24.
— BCCI (@BCCI) July 14, 2023
For more details - https://t.co/PU1LPAz49I #SAvIND
A look at the fixtures below 👇👇 pic.twitter.com/ubtB4CxXYX
ADVERTISEMENT
ટી20 સીરીઝની પહેલી મેચ 10 ડિસેમ્બરથી શરૂ
ભારતમાં રમાનારી વનડે વર્લ્ડ કપની શરૂઆત 5 ઓક્ટોબરથી થવાની છે જેની ફાઈનલ મેચ 19 નવેમ્બરનાં છે. આ બાદ ટીમ ઈન્ડિયાને સાઉથ આફ્રિકાનાં પ્રવાસે પહોંચવું પડશે. ટીમ ટી20 સીરીઝની પહેલી મેચ 10 ડિસેમ્બરનાં ડરબનમાં જ્યારે દ્વિતીય મેચ ક્યૂબેરામાં રમશે. સીરીઝની છેલ્લી ટી20 મેચ 14 ડિસેમ્બરનાં જોહાન્સબર્ગનાં મેદાનમાં રમાશે.
વનડે સીરીઝની શરૂઆત 17 ડિસેમ્બરથી
ટી20 સીરીઝની 3 મેચો બાદ વનડે સીરીઝની શરૂઆત 17 ડિસેમ્બરથી થશે. પહેલી મેચ જોહાન્સબર્ગમાં રમવામાં આવશે. દ્વિતીય વનડે 19 ડિસેમ્બરનાં ક્યૂબેરામાં અને સીરીઝની છેલ્લી વનડે મેચ 21 ડિસેમ્બરનાં પર્લનાં મેદાનમાં રમવામાં આવશે.
દ્વિતીય વિદેશી ટેસ્ટ સીરીઝની મેચ
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ સાયકલમાં ભારતીય ટીમ પોતાની દ્વિતીય વિદેશી ટેસ્ટ સીરીઝ સાઉથ આફ્રીકામાં રમશે. બંને ટીમોની વચ્ચે સીરીઝની પહેલી મેચ 26 ડિસેમ્બરનાં સેંચુરિયનનાં મેદાનમાં રમવામાં આવશે. તો અન્ય 2 મેચો 2024ની શરૂઆતમાં એટલે કે 3-7 જાન્યુઆરી સુધી કેપટાઉનનાં મેદાનમાં રમવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.