બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ભારત / સ્પોર્ટસ / Cricket / IND vs SA 1st ODI, India bowl out South Africa for 116 in 27.3 overs. Avesh Khan picks four wickets.

જોહાનિસબર્ગ / અર્શદીપ અને આવેશની આંધીમાં ઉડ્યું સાઉથ આફ્રિકા, પહેલી વનડેમાં ભારતે નોંધાવી ધમાકેદાર જીત

Hiralal

Last Updated: 06:24 PM, 17 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતે સાઉથ આફ્રિકાને 8 વિકેટથી પરાજય આપીને પહેલી વનડે જીતી લીધી છે. અર્શદીપ અને આવેશ ખાનની ધારદાર બોલિંગને કારણે સાઉથ આફ્રિકા ઓછા રનમાં સમેટાઈ જતાં ભારતને ઈઝી જીત મળી.

  • પહેલી વનડેમાં ભારતની જીત, સાઉથ આફ્રિકાને 8 વિકેટથી હરાવ્યું 
  • ભારતે 16.4 ઓવરમાં પૂરો કરી લીધો ટાર્ગેટ
  • અર્શદીપે 5, આવેશ ખાને 4 વિકેટ ઝડપી 

સાઉથ આફ્રિકાના જોહાનીસબર્ગમાં રમાયેલી પહેલી વનડેમાં ભારતે સાઉથ આફ્રિકાને 8 વિકેટથી પરાજય આપ્યો છે. સાઉથ આફ્રિકા તરફથી મળેલો 117 રનનો ટાર્ગેટ ભારતે ફક્ત 16.4 ઓવરમાં પૂરો કરીને 8 વિકેટે જીત મેળવી લીધી હતી. પહેલા બેટિંગ કરીને સાઉથ આફ્રિકાએ 116 રન બનાવ્યાં હતા. અર્શદીપ અને આવેશખાને 9 વિકેટ ખોરવી હતી તેને કારણે જ આફ્રિકા ઓછા રન કરી શક્યું હતું.

 

અર્શદીપ સિંહે 10 ઓવરમાં 37 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. અર્શદીપસિંહે તેની પહેલી જ ઓવરમાં રીઝા હેન્ડ્રિક્સ અને રાસી વાન ડેર ડુસેનને ખાતું ખોલાવ્યા વિના જ પેવેલિયન પરત કરી દીધા હતા. બાદમાં અર્શદીપે બીજા ઓપનર ટોની ડી જોર્જી અને હેનરિચ ક્લાસેનને આઉટ કર્યા હતા. અર્શદીપ સિંહ બાદ આવેશ ખાને પણ સા. આફ્રિકાનો ઉપાડો લીધો હતો અને તેણે પણ 4 વિકેટ ઝડપી હતી. આમ આ બન્ને ખેલાડીઓએ આફ્રિકાને સસ્તામાં નિપવાટી દીધું હતું. 

પહેલા બેટિંગ કરીને આફ્રિકાએ કર્યાં 116 રન

પહેલા બેટિંગ કરીને સાઉથ આફ્રિકાની ટીમ 27.3 ઓવરમાં ફક્ત 116 રન જ બનાવી શકી હતી. આટલા ઓછા રન બનાવવાનું મુખ્ય કારણ અર્શદીપ સિંહ અને આવેશ ખાનની આગ ઝરતી બોલિંગ હતી. અર્શદીપે 5 અને આવેશ ખાને 4 વિકેટ ઝડપી હતી. 

ભારતની બેટિંગમાં શું રહ્યું ખાસ
ભારતે ઋતુરાજ ગાયકવાડ અને શ્રેયર અય્યની વિકેટ ગુમાવીને 16.4 ઓવરમાં ટાર્ગેટ પૂરો કરી લઈને વનડે જીતી લીધી હતી. ડેબ્યૂ મેચ રમી રહેલા સાઈ સુદર્શને ફિફ્ટી લગાવી હતી. આ જીતની સાથે ત્રણ મેચોની વનડે સીરિઝમાં કેએલ રાહુલની ટીમ 1-0થી આગળ છે. 
લક્ષ્યનો પીછો કરવામાં ભારતીય ટીમને કોઈ ખાસ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ન હતો. 23 રનના સ્કોર પર રુતુરાજ ગાયકવાડના આઉટ થયા બાદ સાંઈ સુદર્શન અને શ્રેયસ અય્યરે 88 રનની ભાગીદારી કરીને મેચને ભારત તરફી કરી નાખી હતી. ડેબ્યુ મેચ રમી રહેલા સાંઈ સુદર્શને 43 બોલમાં અણનમ 55 રન બનાવ્યા હતા, જેમાં 9 ચોગ્ગા સામેલ હતા. તે જ સમયે, શ્રેયસે 45 બોલમાં 52 રન બનાવ્યા હતા, જેમાં 6 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ