બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IND vs PAK odi world cup 2023 mohammed shami can comeback in plying 11 in place of mohammed siraj

ક્રિકેટ / IND vs PAK: ટીમ ઇન્ડિયામાં થશે આ ઘાતક ખેલાડીની એન્ટ્રી, લઇ ચૂક્યો છે વર્લ્ડકપમાં હેટ્રિક, નામ છે વધારે જાણીતું

Arohi

Last Updated: 10:15 AM, 13 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IND vs PAK: પાકિસ્તાનના સામે યોજાવવા જઈ રહેલી મેચમાં રોહિત શર્મા ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11માં થોડા ફેરફાર કરી શકે છે. બન્ને ટીમોની વચ્ચે મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 14 ઓક્ટોબરે રમાશે.

  • 14 ઓક્ટોબરે છે IND vs PAK મેચ 
  • ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11માં ફેરફાર 
  • આ ઘાતક ખેલાડીની થઈ એન્ટ્રી

વનડે વર્લ્ડ કપમાં ભારતીય ટીમની ટક્કર હવે પાકિસ્તાન સાથે થશે. ટીમ ઈન્ડિયા આ ટૂર્નામેન્ટ પહેલા ખૂબ જ સારા લયમાં જોવા મળી રહી છે.  ભારત અને પાકિસ્તાનની મેચ 14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

આ પહેલા ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા પોતાની પ્લેઈંગ 11માં ફેરફાર કરી શકે છે. રોહિત પાકિસ્તાન સામે એક એવા ખેલાડીને તક આપી શકે છે જેણે પહેલા પણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટડિયમમાં ખૂબ સારૂ પ્રદર્શન કર્યું છે. 

આ ખેલાડીને મળી શકે છે તક 
પાકિસ્તાન સામેની મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા મોહમ્મદ શમીને પ્લેઈંગ 11માં તક આપી શકે છે. વર્લ્ડ કપ 2019માં હેટ્રિક લેનાર શમીએ આ ટૂર્નામેન્ટમાં હજુ સુધી એક પણ મેચ નથી રમી. આઈપીએલમાં ગુજરાત ટાઈટન્સ સામે રમતા મોહમ્મદ શમીએ અમદાવાદના આ મેદાન પર ખૂબ શાનદાર પ્રદર્શન કર્યું છે. 

આ મેદાન પર તેમના રેકોર્ડ પર નજર કરીએ તો તેમણે આઈપીએલ વખતે 13 મેચોમાં 20 વિકેટ લીધી હતી. ત્યાં જ પાકિસ્તાનના સામે વનડેમાં તેમનો રેકોર્ડ પણ સારો છે. ત્યાં જ તેમણે ત્રણ મેચોમાં પાંચ વિકેટ લીધી છે. એવામાં તેઓ પ્લેઈંગ 11માં એન્ટ્રી લેવા માટે મોટા દાવેદાર છે. 

આ ખેલાડીને કરવામાં આવી શકે છે બહાર
વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે મેચમાં મોહમ્મદ શમીની એન્ટ્રી કરાવવા માટે રોહિત શર્માને કોઈ એક ખેલાડીને પ્લેઈંગ 11થી બહાર કરવો પડશે. વર્લ્ડ કપમાં અત્યાર સુધી રમાયેલી બે મેચોમાં મોહમ્મદ સિરાજે કંઈ ખાસ પ્રદર્શન નથી કર્યું. 

સિરાજે અત્યાર સુધી ફક્ત એક જ વિકેટ લિધી છે. ત્યાં જ અફઘાનિસ્તાનના સામે મેચમાં તે ટીમ ઈન્ડિયાના સૌથી મેંઘા બોલર સાબિત થયા હતા. તેમણે 9 ઓવરમાં 76 રન આપ્યા હતા. એવામાં તેમને આ મેચમાં ડ્રોપ કરવામાં આવી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ