બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IND vs ENG 9 days break for the Indian team a big announcement can be made today regarding 3 matches

સ્પોર્ટ્સ / ભારતીય ટીમને 9 દિવસનો બ્રેક... બાકીની 3 મેચોને લઇ આજે થઇ શકે છે મોટું એલાન, આ બે દિગ્ગજોની થશે વાપસી!

Megha

Last Updated: 09:32 AM, 6 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટમાં કોહલીના રમવા પર સસ્પેન્સ છે, જ્યારે બુમરાહને આરામ આપવામાં આવી શકે છે. ત્રણ ટેસ્ટ મેચની ટીમમાં કોનો સમાવેશ કરવામાં આવશે તે અંગે વિચારણા ચાલુ છે.

  • ઈંગ્લેન્ડ સામેની બાકીની ત્રણ મેચ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ શકે છે. 
  • ટીમમાં ક્યા ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવશે તે અંગે વિચારણા ચાલુ છે. 
  • કોહલી-જાડેજાના રમવા પર સસ્પેન્સ, તો બુમરાહને આરામ આપવામાં આવશે!

ટીમ ઈન્ડિયાએ વિશાખાપટ્ટનમ ટેસ્ટ જીતીને પાંચ મેચની ટેસ્ટ સીરિઝ 1-1થી બરાબર કરી લીધી છે. સિરીઝની ત્રીજી મેચ 15 ફેબ્રુઆરીથી રાજકોટમાં રમાશે. ત્રીજી ટેસ્ટ મેચ શરૂ થવામાં હજુ 9 દિવસ બાકી છે એટલે કે આટલા દિવસો ખેલાડીઓને આરામ મળશે. જો કે આવનાર મેચ માટે ટીમ ઈન્ડિયાના સ્કવોડ વિશે હજુ જાહેરાત કરવામાં આવી નથી. છેલ્લી ત્રણ ટેસ્ટમાં કયો ખેલાડી ટીમ ઈન્ડિયાનો ભાગ બનશે તે અંગે સસ્પેન્સ છે. 

બાકીની ત્રણ ટેસ્ટ મેચ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ શકે છે
રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે ત્રીજી ટેસ્ટમાં કોહલીના રમવા પર સસ્પેન્સ છે, જ્યારે બુમરાહને આરામ આપવામાં આવી શકે છે. ત્રણ ટેસ્ટ મેચની ટીમમાં કોનો સમાવેશ કરવામાં આવશે તે અંગે વિચારણા ચાલુ છે. અહેવાલો અનુસાર, આજે ઈંગ્લેન્ડ સામેની બાકીની ત્રણ ટેસ્ટ મેચ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ શકે છે. 

ચીફ સિલેક્ટર અજીત અગરકરના નેતૃત્વમાં આગામી ત્રણ ટેસ્ટ મેચો માટે ભારતીય ટીમની પસંદગી થવાની છે. એવામાં હવે ભારતીય ટીમની જાહેરાત દરમિયાન ઈજાગ્રસ્ત ખેલાડીઓ રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, શુભમન ગિલ અને કેએલ રાહુલ પર રહેશે.

શું વિરાટ કોહલી ત્રીજી ટેસ્ટ મેચ રમશે?
વિશાખાપટ્ટનમમાં ટીમની જીત સાથે ચાહકોમાં એક પ્રશ્ન હતો કે શું વિરાટ કોહલી ઇંગ્લેન્ડ સામેની બાકીની ત્રણ ટેસ્ટ મેચ માટે ટીમ ઇન્ડિયા સાથે જોડાશે કે નહીં. એ વાત તો જાણીતી જ છે કે વિરાટ કોહલીનું નામ સીરિઝની શરૂઆત પહેલા ટીમમાં હતું, પરંતુ તેણે અંગત કારણોસર પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. હવે બાકીની ત્રણ મેચ માટે ટીમમાં કોહલીનું નામ હશે કે નહીં એ વાત પર હજુ પણ સસ્પેન્સ છે. 

બુમરાહને આરામ આપવામાં આવી શકે છે
અહેવાલો અનુસાર ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહને રાજકોટમાં યોજાનારી ટેસ્ટ મેચમાં આરામ આપવામાં આવી શકે છે. આ ઉપરાંત ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ઈજાના કારણે પ્રથમ ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયો હતો. અહેવાલ મુજબ રવિન્દ્ર જાડેજા પણ હજુ સંપૂર્ણ રીતે ફિટ નથી અને રાજકોટ ટેસ્ટમાં તેના રમવા અંગે સસ્પેન્સ છે. તેના સિવાય મોહમ્મદ શમી પણ સંપૂર્ણ રીતે ફિટ નથી અને તે આ સીરિઝમાંથી લગભગ સંપૂર્ણપણે બહાર છે.

વધુ વાંચો: IND vs ENG: 'આ 2 ભારતીય બેટ્સમેન વિશ્વ વર્લ્ડ ક્રિકેટ પર રાજ કરશે', સેહવાગે કરી મોટી ભવિષ્યવાણી

આ બે ખેલાડીઓની વાપસી થઈ શકે છે!
વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલ રાજકોટ ટેસ્ટમાંથી વાપસી કરી શકે છે. રાહુલ પ્રથમ ટેસ્ટમાંથી બહાર થઈ ગયો હતો. રાહુલની વાપસીને કારણે મિડલ ઓર્ડરમાં કોઈપણ બેટ્સમેનને બહાર બેસવું પડશે. સાથે જ કહેવાય રહ્યું છે કે બીજી ટેસ્ટમાં આરામ આપવામાં આવેલ મોહમ્મદ સિરાજ પણ વાપસી કરી શકે છે. 

ચેતેશ્વર પૂજારા ડોમેસ્ટિક ક્રિકેટમાં સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે એવામાં કહેવાય રહ્યું છે કે વિરાટ કોહલીની ગેરહાજરીમાં ચેતેશ્વર પૂજારાને તેણી જગ્યા પર લેવામાં આવી શકે છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ