બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / સ્પોર્ટસ / Cricket / IND vs BAN: Team India played well even in the lost match against Bangladesh, these players broke unique records

ક્રિકેટ જગત / IND vs BAN: બાંગ્લાદેશ સામે હારેલી મેચમાં પણ ટીમ ઇન્ડિયાએ વગાડ્યો ડંકો, આ ખેલાડીઓએ તોડ્યા અનોખા રેકોર્ડ

Megha

Last Updated: 10:00 AM, 16 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એશિયા કપમાં ટીમ ઈન્ડિયાને બાંગ્લાદેશ સામે 6 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો, જો કે આ હાર પછી પણ રોહિત શર્મા, રવીન્દ્ર જાડેજા અને શુભમન ગીલે ઘણા મોટા રેકોર્ડ બનાવ્યા હતા.

  • ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશ  સામે 6 રને હારનો સાનો કરવો પડ્યો
  • મેચ હાર્યા છતાં પણ આ ખેલાડીઓ એ મોટા રેકોર્ડ્સ બનાવ્યા 
  • જાડેજા 2000 રન અને 200 વિકેટ લેનાર બીજો ભારતીય બન્યો 

એશિયા કપ 2023ની ફાઈનલ પહેલા ભારતીય ક્રિકેટ ટીમને ટૂર્નામેન્ટમાં પ્રથમ વખત હારનો સામનો કરવો પડ્યો છે. સુપર-4ની છેલ્લી મેચમાં ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશ  સામે 6 રને હારનો સાનો કરવો પડ્યો હતો. બદલાવ સાથે મેચમાં ઉતરેલી ટીમ ઈન્ડિયાની બેટિંગ આ મેચમાં ખરાબ રીતે નિષ્ફળ રહી અને બાંગ્લાદેશે આપેલા 266 રનના ટાર્ગેટના જવાબમાં 259 રન જ બનાવી શકી. જો કે આ હાર પછી પણ રોહિત શર્મા, રવીન્દ્ર જાડેજા અને શુભમન ગીલે ઘણા મોટા રેકોર્ડ બનાવ્યા હતા.

મેચ હાર્યા છતાં પણ આ ખેલાડીઓ એ મોટા રેકોર્ડ્સ બનાવ્યા 
11 વર્ષ બાદ ભારતીય ટીમ એશિયા કપમાં બાંગ્લાદેશ સામે હારી છે. ટીમ ઈન્ડિયા છેલ્લે 2012માં મીરપુરમાં હારી હતી. ગઇકાલની મેચમાં હાર છતાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓના નામે ઘણા મોટા રેકોર્ડ નોંધાયા છે. 

રવિન્દ્ર જાડેજાએ વનડેમાં 200 વિકેટનો આંકડો પાર કર્યો 
ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ વનડેમાં 200 વિકેટનો આંકડો પાર કરી લીધો છે. આ ફોર્મેટમાં 2000 રન અને 200 વિકેટ લેનાર તે બીજા ભારતીય અને વિશ્વનો 14મો ક્રિકેટર બન્યો છે. જાડેજાએ પોતાની 182મી વનડેમાં આ સિદ્ધિ મેળવી છે.  જાડેજા પહેલા ભારતના મહાન ઓલરાઉન્ડર કપિલ દેવે આ સિદ્ધિ મેળવી હતી. તેણે 225 ODI મેચમાં 3783 રન બનાવવા ઉપરાંત 253 વિકેટ પણ લીધી હતી. 

સાથે જ જાડેજા વનડેમાં 200 વિકેટ લેનારો સાતમો ભારતીય બોલર બન્યો છે.

રોહિત શર્માએ 200મો કેચ પકડ્યો 
આ મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા બેટિંગમાં તો કંઈ ખાસ બતાવી શક્યા નહોતા, પરંતુ ફિલ્ડિંગમાં તેણે એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. રોહિત શર્માએ આ આંતરરાષ્ટ્રીય મેચમાં 200 કેચ લેવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ માઈલસ્ટોન સુધી પહોંચનાર તે પાંચમો ભારતીય છે.

શુભમન ગિલે 121 રનની ઇનિંગ રમી હતી
ટીમ ઇન્ડિયા માટે આ મેચમાં ઓપનર બેટ્સમેન શુભમન ગિલે 121 રનની શાનદાર ઇનિંગ રમી હતી. અલબત્ત મેચ હારી ગઈ હતી પરંતુ આ ઈનિંગ દરમિયાન યુવા બેટ્સમેને ઘણા રેકોર્ડ પણ બનાવ્યા હતા. ગિલે આ વર્ષે અત્યાર સુધીમાં 1500 થી વધુ આંતરરાષ્ટ્રીય રન બનાવ્યા છે, સાથે જ 2023માં તેને 5 આંતરરાષ્ટ્રીય સદી પણ ફટકારી છે. વર્ષ 2023માં એક હજારથી વધુ વનડે રન પણ સામેલ છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ