બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / IND vs AUS મેચમાં વરસાદ બની શકે છે વિલન, મેચ રદ્દ થવા પર કઈ ટીમને થશે ફાયદો? જાણો સમીકરણ
Last Updated: 08:22 AM, 24 June 2024
T20 વર્લ્ડ કપ 2024માં સુપર 8 મેચો રમાઈ રહી છે અને સેમીફાઈનલમાં સ્થાન મેળવવા માટે બંને ગ્રુપમાં સામેલ ટીમો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે. એવામાં હવે આજે એટલે કે 24 જૂન ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાશે જે સેમિફાઇનલના દૃષ્ટિકોણથી બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ADVERTISEMENT
ITS RAINING IN ST LUCIA....!!!!
— Johns. (@CricCrazyJohns) June 23, 2024
- India vs Australia is happening in St Lucia tomorrow. [Vipul Kashyap] pic.twitter.com/rE7M6nfOdL
અત્યાર સુધી ભારત સુપર 8માં તેની બંને મેચ જીતીને 4 પોઈન્ટ સાથે ટેબલમાં ટોચ પર છે. બીજી તરફ અફઘાનિસ્તાન સામેની હાર બાદ ઓસ્ટ્રેલિયાનો સેમીફાઈનલમાં જવાનો રસ્તો મુશ્કેલ બની ગયો છે. ટીમ ઈન્ડિયા માટે સેમીફાઈનલમાં જવા માટે કાંગારૂ ટીમને હરાવી ખૂબ જ જરૂરી છે. એવામાં ભારત-ઓસ્ટ્રેલિયા મેચમાં વરસાદની સંભાવના છે, હવે આ સમાચાર સાંભળીને લોકોને એ પ્રશ્ન છે કે જો આ મેચ રદ થાય તો કઈ ટીમને આનો સૌથી વધુ ફાયદો થઈ શકે છે?
ADVERTISEMENT
મેચ રદ્દ થવાથી ઓસ્ટ્રેલિયાને નુકસાન થશે
વરસાદને કારણે મેચ રદ્દ થવાના કિસ્સામાં ટીમ ઈન્ડિયાને ફાયદો થશે કારણ કે બંને ટીમને 1-1 પોઈન્ટ મળી રહેશે અને ટીમ ઈન્ડિયાના 5 પોઈન્ટ થઈ જશે અને તે સેમીફાઈનલમાં જગ્યા નિશ્ચિત કરી લેશે, પરંતુ ઓસ્ટ્રેલિયાને ફટકો પડશે, કારણ કે 1 પોઈન્ટ મેળવીને તે માત્ર 3 પોઈન્ટ પર અટકી રહેશે. આવી સ્થિતિમાં જો અફઘાનિસ્તાન બાંગ્લાદેશ સામે જીતશે તો તેને સેમિફાઇનલમાં સીધો પ્રવેશ મળશે અને ઓસ્ટ્રેલીયા ટુર્નામેન્ટની બહાર થઈ જશે. એવામાં જો આજનો મેચ વરસાદમાં ધોવાય ગયો તો ઓસ્ટ્રેલિયાની ટીમે આગામી રાઉન્ડમાં જવા માટે બાંગ્લાદેશની જીત માટે પ્રાર્થના કરવી પડશે.
#WATCH | ICC Men's T20 World Cup 2024 | Saint Lucia: rain lashes the island ahead of the India Vs Australia match tomorrow.
— ANI (@ANI) June 23, 2024
(Visuals from Daren Sammy National Cricket Stadium) pic.twitter.com/B3D8Mnz1Za
સાથે જ સુપર 8 રાઉન્ડમાં પણ વરસાદ માટે રિઝર્વ ડેની જોગવાઈ નથી. આવી સ્થિતિમાં, પરિણામ ત્યારે જ બહાર આવશે જ્યારે બંને ટીમ પોતપોતાના દાવમાં ઓછામાં ઓછી 5-5 ઓવર રમશે, નહીં તો બંને ટીમને 1-1 પોઈન્ટ વહેંચવામાં આવશે.
આજે બે મોટી હારનો બદલો લેવા પર નજર
ટીમ ઇન્ડિયાના ફેન્સ ઈચ્છે છે કે ભારત ઓસ્ટ્રેલીયા ટીમને હરાવીને બદલો પૂરો કરે, કારણ કે સૌથી પહેલા ઓસ્ટ્રેલિયાએ 2023 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ટીમ ઇન્ડિયાને હરાવ્યું હતું. તે પછી, 2023 ODI વર્લ્ડ કપ ફાઇનલમાં, ભારતને તેમની જ ધરતી પર છ વિકેટથી હરાવ્યું હતું. ભારતે અત્યાર સુધી અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ સામે સુપર 8માં પોતાની પ્રથમ બે મેચ જીતી છે અને ભારત હવે ટી-20 વર્લ્ડ કપમાંથી ઓસ્ટ્રેલિયાને હટાવીને છેલ્લી બે મોટી હારનો બદલો લેવા પર નજર રાખશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Mans Junior Asia Cup / ભારતે જીત્યો જુનિયર એશિયા કપનો ખિતાબ, ફાઈનલ મેચમાં પાકિસ્તાનને હરાવી બન્યું ચેમ્પિયન
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.