બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IND vs AUS final: From air show to Pritam's performance, what will happen on final day? BCCI informed

world cup 2023 / સૌથી પહેલા એર શૉ: મેચની વચ્ચે આદિત્ય ગઢવી, પ્રીતમ અને આ સિંગરનો શૉ... જુઓ BCCIએ જાહેર કરેલું શેડ્યૂલ

Pravin Joshi

Last Updated: 05:13 PM, 18 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BCCIએ મેચના એક દિવસ પહેલા (18 નવેમ્બર) શનિવારે માહિતી આપી હતી કે ફાઈનલ માટે શું કાર્યક્રમો હશે. બોર્ડે તમામ કાર્યક્રમોની યાદી બહાર પાડી અને સમય પણ જાહેર કર્યો.

  • ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઇનલ મેચ રમાશે
  • BCCIએ પણ મેચને યાદગાર બનાવવાની તૈયારી કરી લીધી 
  • મેચ પહેલા એરોબેટિક ટીમ સૂર્ય કિરણનો એર શો કરશે
  • મેચમાં ડ્રિંક્સ અને ઇનિંગ્સ બ્રેક દરમિયાન પણ પ્રોગ્રામ હશે

રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઇનલ મેચ રમાશે. બંને ટીમો આ માટે તૈયાર છે અને BCCIએ પણ મેચને યાદગાર બનાવવાની તૈયારી કરી લીધી છે. તેણે મેચના એક દિવસ પહેલા શનિવારે જણાવ્યું હતું કે ફાઈનલ માટે કયા કાર્યક્રમો યોજવામાં આવશે. બોર્ડે તમામ કાર્યક્રમોની યાદી બહાર પાડી અને સમય પણ જાહેર કર્યો. BCCI અનુસાર, મેચ પહેલા ભારતીય વાયુસેનાની એરોબેટિક ટીમ સૂર્ય કિરણનો એર શો કરશે. ટોસ પછી તરત જ બપોરે 1:35 વાગ્યે ઇવેન્ટ શરૂ થશે. એર શો 15 મિનિટ સુધી ચાલશે અને બપોરે 1:50 વાગ્યે સમાપ્ત થશે. આ માટે સૂર્ય કિરણ ટીમે શનિવારે પ્રેક્ટિસ પણ કરી હતી.

ડ્રિંક્સ અને ઇનિંગ્સ બ્રેક દરમિયાન પણ પ્રોગ્રામ હશે

મેચ દરમિયાન પ્રથમ દાવમાં ડ્રિંક્સ બ્રેક દરમિયાન ગાયક આદિત્ય ગઢવી પરફોર્મ કરશે. આ પછી મેચની પ્રથમ ઇનિંગ સમાપ્ત થયા પછી પ્રખ્યાત સંગીતકાર પ્રિતમ ચક્રવર્તીનો કાર્યક્રમ હશે. તેમના સિવાય પ્રખ્યાત ગાયિકા જોનીતા ગાંધી, નકાશ અઝીઝ, અમિત મિશ્રા, આકાશ સિંહ અને તુષાર જોશી પણ પરફોર્મ કરશે. આ પછી, બીજી ઇનિંગમાં ડ્રિંક્સ બ્રેક દરમિયાન લેસર અને લાઇટ શોનું આયોજન કરવામાં આવશે.

વિશ્વ વિજેતા કેપ્ટનોને ખાસ બ્લેઝર મળશે

BCCI 1975 થી 2019 સુધીના તમામ વર્લ્ડ કપ વિજેતા કેપ્ટનોને ખાસ બ્લેઝર પણ આપશે. વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ખેલાડી ક્લાઈવ લોઈડ (1975 અને 1979), ભારતના કપિલ દેવ (1983), ઓસ્ટ્રેલિયાના એલન બોર્ડર (1987), ઓસ્ટ્રેલિયાના સ્ટીવ વો (1999), રિકી પોન્ટિંગ (2003 અને 2007), ભારતના મહેન્દ્ર ધોની (2011) , ઓસ્ટ્રેલિયાના માઈકલ. ક્લાર્ક (2015), ઈંગ્લેન્ડના ઈયોન મોર્ગન (2019) બધાને આમંત્રિત કરવામાં આવ્યા છે. જોકે, એ સ્પષ્ટ નથી કે શ્રીલંકાના 1996 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન અર્જુન રણતુંગા અને પાકિસ્તાનના 1992 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન ઈમરાન ખાનને આમંત્રણ આપવામાં આવ્યું છે કે કેમ.

ભારતીય અને ઓસ્ટ્રેલિયન ટીમ સાબરમતી રિવરફ્રન્ટ ક્રૂઝ પર સાથે ડિનર કરશે 

આ સિવાય મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભારતીય અને ઓસ્ટ્રેલિયન ટીમ સાબરમતી રિવરફ્રન્ટ ક્રૂઝ પર સાથે ડિનર કરશે અને અટલ ફૂટ ઓવર બ્રિજની મુલાકાત પણ લેશે. જો કે, હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. આ મેચ જોવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પહોંચશે. ઓસ્ટ્રેલિયાના નાયબ વડાપ્રધાન રિચર્ડ માર્લ્સ પણ તેમની સાથે જોવા મળશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને સુરક્ષા, સ્વચ્છતા અને ટ્રાફિક વ્યવસ્થા વગેરેની વ્યાપક સમીક્ષા હાથ ધરી છે. વિશ્વકપના ઈતિહાસમાં આ પ્રથમ વખત બનશે જ્યારે વિશ્વ ચેમ્પિયનનું નામ ટ્રોફીની સાથે આકાશમાં લખવામાં આવશે. 1200 ડ્રોન દ્વારા ફેંકવામાં આવેલા પ્રકાશ દ્વારા આ શક્ય બનશે. વિજેતાને ટ્રોફી અપાયા બાદ આખું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અનોખા આતશબાજીના રંગમાં રંગાશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ