બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
350 કરોડ રુપિયાની ટેક્સ ચોરીની જાણ થઈ
સૂત્રોનાં જણાવ્યાં અનુસાર આયકર વિભાગને 350 કરોડ રુપિયાની ટેક્સ ચોરીની જાણ થઈ છે. કંપનીનાં અધિકારીઓ તે 350 કરોડ અંગે કોઈ જવાબ નથી આપી રહ્યાં. તો બીજી તરફ તાપસી પન્નુના નામે 5 કરોડની કેશ રિસિપ્ટ રિકવર કરવામાં આવી છે જેની તપાસ ચાલી રહી છે.
ADVERTISEMENT
કુલ 28 જગ્યાઓ પર રેડ કરવામાં આવી રહી છે
આયકર વિભાગે કહ્યુ છે કે 3 માર્ચથી 2 મોટા ફિલ્મ પ્રોડક્શન હાઉસ, એક એક્ટ્રેસ અને મુંબઈની 2 ટેલેન્ટ મેનેજમેન્ટ કંપનીનાં ઠેકાણે રેડ કરવામાં આવી રહી છે. આ રેડ મુંબઈ, દિલ્હી, પુણે અને હૈદરાબાદમાં ચાલી રહી છે. ઓફિસ અને ઘર સહિત મળીને કુલ 28 જગ્યાઓ પર રેડ કરવામાં આવી રહી છે. રેડમાં તે બાબતનાં સબૂત પણ મળ્યા છે કે ફિલ્મ પ્રોડક્શન હાઉસની વાસ્તવિક કમાણીની સામે વધારે આવક છે. કંપનીનાં અધિકારીએ આ પ્રકારની કમાણીમાં 300 કરોડ રુપિયાનો હિસાબ નથી આપી રહ્યાં.
ADVERTISEMENT
તપાસ દરમિયાન 7 બેંક લોકર્સ મળ્યા
ફિલ્મ નિર્દેશકો અને શેર હોલ્ડર્સ વચ્ચે પ્રોડક્શન હાઉસે શેર લે વેચમાં હેરફેર અને ઓછા મૂલ્યાંકનથી સંબંધિત સબૂત સાથે લગભગ 350 કરોડ મેળવ્યા છે અને તેની તપાસ ચાલી રહી છે. જ્યારે તાપસી પન્નુ દ્વારા 5 કરોડ રુપિયા રોકડાની સિરીપ્ટ મેળવી છે. જેની તપાસ ચાલી રહી છે. તે ઉપરાંત પ્રમુખ પ્રોડ્યુસર્સ, ડાયરેક્ટર્સ દ્વારા ખર્ચાને લઈને ફ્રોડ કરવાની જાણ થઈ છે. તેનાંથી આશરે 20 કરોડની હેરાફેરી થઈ છે. અભિનેત્રીનાં કેસમાં પણ એવુ થયુ હોવાની વાત સામે આવી છે. બે મોટી મેનેજમેન્ટ કંપનીઓનાં ઓફિસ પરિસરમાં ઈમેલ, વોટ્સએપ ચેટ, હાર્ડ ડિસ્ક વગેરે જેવા ડિજિટલ ડેટા જપ્ત કરી લેવામાં આવ્યા છે. જેની તપાસ ચાલી રહી છે. તપાસ દરમિયાન 7 બેંક લોકર્સ મળ્યા છે અને તેની પણ તપાસ ચાલી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.