બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / Incidents of accidents often come up in Gujarat. Today 3 incidents of road accidents have been reported from the state

અકસ્માત / રાજકોટમાં ત્રિપલ અકસ્માતમાં 3ના મોત, કડી પાસે હિટ એન્ડ રનમાં ઠાકોર યુવાનને ફંગોળ્યો, મરણચીસોથી ગુંજ્યા હાઈવે

Dinesh

Last Updated: 01:30 PM, 14 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Accident News: રાજકોટના માલિયાસણ પાસે પાસે ટ્રક અને બે કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે, જે અકસ્માતની ઘટનામાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત થયા

  • રાજકોટના માલિયાસણ પાસે સર્જાયો ગોઝારો અકસ્માત
  • માલિયાસણ પાસે ટ્રક અને બે કાર વચ્ચે થયો અકસ્માત
  • વડોદરાના કપુરાઇ ચોકડી પાસે ટેમ્પોને નડ્યો અકસ્માત 


ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. આજે રાજ્યમાંથી રોડ અકસ્માતની 3 ઘટનાઓ સામે આવી છે. રાજકોટના માલિયાસણ પાસે ગોઝારો અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણના મોત થયા છે. જ્યારે   વડોદરાના કપુરાઇ ચોકડી પાસે ટેમ્પોને અકસ્માત નડ્યો છે. જેમાં  ટેમ્પો ચાલકનું કમકમાટી ભર્યું મોત થયું છે, તો મહેસાણાના કડી પાસે હિટ એન્ડ રનની ઘટના બની છે.

માલિયાસણ પાસે ગોઝારો અકસ્માત 
રાજકોટના માલિયાસણ પાસે ગોઝારો અકસ્માત સર્જાયો છે. માલિયાસણ પાસે ટ્રક અને બે કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે. અકસ્માતની ઘટનામાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. અકસ્માતને કારણે હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. 

વડોદરામાં અકસ્માત
વડોદરાના કપુરાઇ ચોકડી પાસે ટેમ્પોને અકસ્માત નડ્યો હતો. ગમખ્વાર અકસ્માતમાં ટેમ્પો ચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું છે. ટેમ્પોના ક્લિનરને ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે ખસેડાયો છે. સુરતથી અમદાવાદ જતી વખતે ટેમ્પોને અકસ્માત નડ્યો છે. વાડી પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

કડી પાસે હિટ એન્ડ રનની ઘટના 
મહેસાણાના કડી પાસે હિટ એન્ડ રનની ઘટના બની છે. અજાણ્યા વાહન ચાલકની ટકકરે બાઇક ચાલકનું મોત થયું છે. વાહનની ટકકરે બાઇક ચાલક ભરતજી ઠાકોરનું મોત થયું છે. અકસ્માતની ઘટના બાદ અજાણ્યો વાહન ચાલક ફરાર થયો છે. મૃતકના ભાઈએ અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. 

મૃતક

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ