બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / In Vadsar village, Amit Shah announced the development works

કલોલ / કેન્દ્રીય ગૃહમંત્રીએ પોતે ઉપાડ્યું ત્રિકમ, વડસર ગામે અમિત શાહે કર્યું વિકાસ કાર્યોનું ખાતમૂહુર્ત

Priyakant

Last Updated: 11:30 AM, 28 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કલોલના વડસર વિસ્તારમાં પુનઃવિકાસ કરવામાં આવતા જેડવા તળાવનો શિલાન્યાસ કર્યો

  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે 
  • વડસર ગામે વિકાસના કામોનું કર્યું ખાતમુહૂર્ત
  • અમિત શાહ જેડવા તળાવના નવીનીકરણ અને બ્યુટિફિકેશનનું કર્યું ખાતમુહૂર્ત

આજે દેશના વડાપ્રધાનની સાથે સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અને સાંસદ અમિત શાહ પણ ગુજરાત પ્રવાસે છે. અમિત શાહે મત વિસ્તારમાં કલોલના વડસર ગામે વિકાસના કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ સાથે જેડવા તળાવના નવીનીકરણ અને બ્યુટીફીકેશનનું ખાતમુહૂર્ત કર્યું હતું. મહત્વનું છે કે, આજે વડાપ્રધાન મોદી પણ કચ્છના પ્રવાસે છે જ્યાં તેમણે સ્મૃતિવનનું લોકાર્પણ કર્યું છે. 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં 

કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ આજે ગુજરાત પ્રવાસે આવ્યા છે. આજે તેમણે મતવિસ્તારના કલોલના વડસર ગામે વિકાસના કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. તેમણે જેડવા તળાવના નવીનીકરણ અને બ્યુટીફીકેશનનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ તળાવમાં તળાવમાં વોકિંગ ટ્રેક,ચિલ્ડ્રન એરીયા સહીતનો સમાવેશ કરવામાં આવશે. આ સાથે ઓપન જિમ એરિયા,જળચર પ્લાન્ટસેશન એરિયાનો સમાવેશ છે. 

વડાપ્રધાન મોદી પણ ગુજરાતમાં

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાત પ્રવાસે છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એટલે કે 28 ઓગસ્ટ, 2022ના રોજ કચ્છમાં સ્મૃતિવનનું લોકાર્પણ કર્યું છે. 26 જાન્યુઆરી 2001ના દિવસે આવેલા ગોઝારા ભૂકંપમાં જીવ ગુમાવેલા નાગરિકોની યાદમાં આ સ્મૃતિવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ પ્રોજેક્ટને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. 470 એકરમાં ફેલાયેલું આ સ્મૃતિવન ભુજના જાજરમાન ભુજિયા ડુંગર પર બનાવવામાં આવ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ