બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / In the year 2023, Ahmedabadites paid a fine of Rs 15.18 crore for violating traffic rules.

જાણી લો / અમદાવાદમાં ટ્રાફિક પોલીસ વસૂલ કર્યો 30 કરોડનો દંડ, સૌથી વધુ આ વાહનો ઝપેટે ચડયા, બે વર્ષના સત્તાવાર આંકડા જાહેર

Dinesh

Last Updated: 10:59 PM, 2 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ahmedabad news: 2023ના વર્ષમા અમદાવાદીઓ ટ્રાફિકના નિયમના ઉલ્લઘંન બદલ 15.18 કરોડ રૂપિયાનો દંડ ભર્યો છે, 2022માં પણ 15 કરોડનો આંકડો હતો

  • 2023ના વર્ષમાં ટ્રાફિક પોલીસે 15.18 કરોડનો દંડ વસુલ્યો
  • 2 વર્ષમાં અમદાવાદીઓએ ટ્રાફિકના નિયમના ભંગ બદલ 30 કરોડ આપ્યા
  • ટ્રાફિક પોલીસે સૌથી વધુ ભારે વાહન પાસેથી દંડ વસુલ કર્યો


ahmedabad news: અમદાવાદમાં 2023ના વર્ષમાં ટ્રાફિક પોલીસે 15.18 કરોડ રૂપિયાનો દંડ વસુલ્યો છે. 2022માં પણ 15 કરોડનો આંકડો હતો. 2 વર્ષમાં અમદાવાદીઓએ ટ્રાફિકના નિયમનો ભંગ કરીને 30 કરોડ રૂપિયા દંડ ભર્યો છે. આ વર્ષેની વાત કરીએ તો ટ્રાફિક પોલીસે સૌથી વધુ ભારે વાહન પાસેથી દંડ વસુલ કર્યો છે.

અમદાવાદીઓ ટ્રાફિકના નિયમને લઈ બેદરકાર
અમદાવાદીઓ ટ્રાફિકના નિયમનુ પાલન કરવામા બેદરકાર બન્યા હોય તેવુ આ આંકડાઓ ઉપરથી જાણવા મળે છે. 2023ના વર્ષમા 15.18 કરોડ રૂપિયાનો દંડ ભર્યો હતો. જ્યારે 2 વર્ષમાં ટ્રાફિક પોલીસે 30 કરોડ રૂપિયાનો દંડ વસુલ્યો છે. 2023 અને 2022નો દંડ વસુલવાનો આંકડો સરખો હતો, પરંતુ ટ્રાફિક પોલીસે સૌથી વધુ ફોર વ્યહિલ ચાલક અને ભારે વાહનોને દંડ ફટકાર્યું છે. 

ક્યાં વર્ષે કેટલો દંડ વસૂલાયો

વ્હીલર 2022 2023
ટુ વ્હીલર 3.61 કરોડ 4.87 કરોડ
થ્રિ વ્હીલર 99 લાખ 96 લાખ
ફોર વ્હીલર 10.61 કરોડ 8.17 કરોડ
ભારે વાહનો 40 લાખ 1.16 કરોડ

30 લોકોના મોત !
છેલ્લા એક વર્ષમાં 30 લોકો ભારે વાહનના કારણે અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે. જ્યારે 25થી વધુ ઇજાગ્રસ્ત થયા છે. શહેરમાં છેલ્લા 6 માસથી ભારે વાહનોથી અકસ્માત અને મોતના કિસ્સા વધ્યા હતા. જેથી ટ્રાફિક પોલીસે મોતના ગંભીર આંકડાને જોતા ભારે વાહનો પર નિયંત્રણ રાખવા માટે ડ્રાઈવ શરૂ કરી હતી. આ ડ્રાઈવ દરમ્યાન ગયા વર્ષ કરતા વધુ દંડ ટ્રાફીક પોલીસે વસુલ કર્યો છે. 2022માં 40 લાખ દંડ જ્યારે 2023ના વર્ષમાં 1.16 કરોડનો દંડ વસુલ કર્યો હતો. 

ટ્રાફિકના નિયમનને લઈ બેદરકારી
2022માં 15 કરોડ બાદ ફરી 2023માં 15 કરોડનો દંડ ચૂકવીને અમદાવાદીઓએ ટ્રાફિકના નિયમનને લઈને પોતાની બેદરકારી સ્પષ્ટ કરી છે. ટ્રાફિકના 33 જેટલા નિયમોને લઈને દંડ વસુલ કરવામા આવે છે. હજુ પણ ઈ મેમોના કરોડો રૂપિયાના દંડ ઉઘરાવવાના બાકી છે. જેથી હવે ટ્રાફિક પોલીસે વાહન ચાલકો વિરૂધ્ધ કાર્યવાહી શરૂ કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ