બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / In the name of Sanatan Dharma, the state wars in the country and religious wars in Gujarat, saints-sects-leaders, when will this cycle stop?

મહામંથન / સનાતન ધર્મના નામે દેશમાં રાજયુદ્ધ અને ગુજરાતમાં ધર્મયુદ્ધ, સંતો-સંપ્રદાયો-નેતાઓ આ સિલસિલો ક્યારે અટકશે?

Vishal Khamar

Last Updated: 09:39 PM, 12 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાળંગપુર ખાતે હનુમાનજીનાં વિવાદિત ભીંત ચિત્રોનો વિવાદ માંડ શાંત થયો છે. સ્વામીનારાયણ સંપ્રદાયનાં બ્રહ્મસ્વરૂપ સ્વામી દ્વારા ફરી વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.ત્યારે હિંદુ દેવી-દેવતાઓના અપમાનનો ઘટનાક્રમ ચાલુ જ રહ્યો છે. હવે સ્વામી બ્રહ્મસ્વરૂપનાં નિવેદનથી નવો વિવાદ ઉભો થયો છે.

ફરી એકવાર સનાતન ધર્મ જ સોફ્ટ ટાર્ગેટ બન્યો છે, વધુ દુખની વાત એ છે કે રાજકારણના નામે ઉદારમતવાદી એવો હિંદુ ધર્મ જ અડફેટે ચડી જાય છે. નેતાઓ જેમ ફાવે તેમ નિવેદન કરે છે, તેને રાજકીય માઈલેજ મળી જાય છે અને હિંદુ ધર્મના પક્ષકારોને પણ જોઈતું મળી જાય છે. રાજ્ય પછી રાષ્ટ્રીય સ્તરે પણ પ્રાદેશીક પક્ષો સનાતન ધર્મના અપમાનમાં જાણે કે હોંશે હોંશે જોડાઈ ગયા. શરૂઆત તમિલનાડુના જ DMKથી થઈ. મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિનના દીકરા ઉદયનિધીએ સનાતન ધર્મની સરખામણી ડેન્ગ્યૂ, મલેરિયા જેવા રોગ સાથે કરી દીધી, તો તમિલનાડુ સરકારમાં જ શિક્ષણમંત્રી એવા કે.પોનમુડીએ તો એવુ જ કહી દીધું કે સનાતન ધર્મના નાશ માટે અમારુ ગઠબંધન રચાયું છે અને તેનો નાશ કરીને જ રહીશું.

  • હિંદુ દેવી-દેવતાઓના અપમાનનો ઘટનાક્રમ ચાલુ જ રહ્યો છે
  • DMKના નેતાઓ દ્વારા સનાતન ધર્મ વિશે આપતિજનક નિવેદન યથાવત
  • તમિલનાડુના CMના દીકરા બાદ વધુ એક નેતાએ સનાતન ધર્મનું અપમાન કર્યું
  • DMKના જ કે.પોનમુડીએ સનાતન ધર્મનો નાશ કરવાનું આહવાન કર્યું

2-G કૌભાંડમાં પકડાયેલા એ.રાજાએ હિંદુ ધર્મને જ વિભાજીત કરનારો ગણાવી દીધો. પ્રતિઆક્ષેપના દોરમાં ભાજપ પણ પાછળ નથી. એક તરફ રવિશંકર પ્રસાદે સવાલોનો મારો ચલાવ્યો તો જળશક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે તો સનાતન ધર્મ સામે આંખ કાઢનારની આંખ ખેંચી લેવાનું આહવાન કરી દીધું. જ્યાં સુધી સૌના સ્થાપિત હિત સચવાશે ત્યાં સુધી ક્રિયા-પ્રતિક્રિયાનો દોર ચાલુ રહેવાનો છે અને સરવાળે સહિષ્ણુ એવો હિંદુ ધર્મ રાજકારણની અડફેટે ચડતો રહેશે. પાયાનો સ્પષ્ટ સવાલ એટલો જ છે કે જો રાજકારણ જ કરવું છે તો પછી તેમા ધર્મને દાખલ શા માટે કરવામાં આવે છે પછી તે કોઈપણ ધર્મ કેમ ન હોય.

  • સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવ્યા બાદ કુળદેવી ન હોય
  • સ્વામિનારાયણમાં આવો એટલે ખોડિયાર મા પણ ખુશ થાય
  • ખોડિયાર મા ઉપર સ્વામીએ પાણી નિચોવ્યું હતું
  • મહારાજે કુળદેવી ઉપર પાણી છાંટીને તેને સત્સંગી બનાવ્યા

હિંદુ દેવી-દેવતાઓના અપમાનનો ઘટનાક્રમ ચાલુ જ રહ્યો છે.  DMKના નેતાઓ દ્વારા સનાતન ધર્મ વિશે આપતિજનક નિવેદન યથાવત છે. ત્યારે  તમિલનાડુના CMના દીકરા બાદ વધુ એક નેતાએ સનાતન ધર્મનું અપમાન કર્યું. DMKના જ કે.પોનમુડીએ સનાતન ધર્મનો નાશ કરવાનું આહવાન કર્યું હતું.  કે.પોનમુડી તમિલનાડુ સરકારમાં શિક્ષણમંત્રી છે. એક તરફ નિવેદનબાજી બીજી તરફ ધર્મના નામ પર રાજકીય આક્ષેપબાજી થઈ રહી છે.  પૂર્વ ટેલિકોમ મંત્રી એ.રાજા પણ સનાતન ધર્મનું અપમાન કરવા કૂદી પડ્યા હતા.  સ્થિતિ એવી છે કે રાજકારણમાં ધર્મને સિફતપૂર્વક દાખલ કરી દેવાય છે. રાજકારણ દ્વારા ધર્મને અડફેટે લેવાય છે અને રાજકીય રોટલા શેકાય છે. મોટાભાગના કિસ્સામાં હિંદુ ધર્મ માટે જ અપમાનજનક વાત કરવામાં આવે છે. જે તે નેતાઓ રાજકીય માઈલેજ મેળવી લે છે.

  • બ્રહ્મસ્વરૂપ સ્વામીએ ખોડિયાર મા અંગે કરેલા નિવેદન બાદ ભક્તોમાં રોષ
  • માટેલ ખોડિયાર ધામના મહંતે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું
  • કાગવડ ખોડલધામ ટ્રસ્ટે પણ સ્વામીને વિવાદીત ટિપ્પણીથી દૂર રહેવા ચેતવણી આપી

બ્રહ્મસ્વરૂપ સ્વામીએ શું કહ્યું?
સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવ્યા બાદ કુળદેવી ન હોય. અને  સ્વામિનારાયણમાં આવો એટલે ખોડિયાર મા પણ ખુશ થાય. કારણ કે  ખોડિયાર મા ઉપર સ્વામીએ પાણી નિચોવ્યું હતું. મહારાજે કુળદેવી ઉપર પાણી છાંટીને તેને સત્સંગી બનાવ્યા છે. 

  • લોકસાહિત્યકાર રાજભા ગઢવીએ પણ સ્વામી સામે રોષ વ્યકત કર્યો
  • રાજભા ગઢવીએ કહ્યું માતાજીએ રાક્ષસોને હણ્યા છે હવે તમારો વારો છે
  • કબરાઉ મોગલ ધામના ચારણ ઋષિએ પણ કહ્યું કે સ્વામી હદ વટાવી રહ્યા છે

સ્વામી સામે આક્રોશ
બ્રહ્મસ્વરૂપ સ્વામીએ ખોડિયાર મા અંગે કરેલા નિવેદન બાદ ભક્તોમાં રોષ છે.  માટેલ ખોડિયાર ધામના મહંતે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. તેમજ  કાગવડ ખોડલધામ ટ્રસ્ટે પણ સ્વામીને વિવાદીત ટિપ્પણીથી દૂર રહેવા ચેતવણી આપી છે. લોકસાહિત્યકાર રાજભા ગઢવીએ પણ સ્વામી સામે રોષ વ્યકત કર્યો છે.  રાજભા ગઢવીએ કહ્યું માતાજીએ રાક્ષસોને હણ્યા છે હવે તમારો વારો છે. કબરાઉ મોગલ ધામના ચારણ ઋષિએ પણ કહ્યું કે સ્વામી હદ વટાવી રહ્યા છે.

  • ખોડિયાર મા અંગે વિવાદીત નિવેદન બાદ બ્રહ્મસ્વરૂપ સ્વામી ભૂગર્ભમાં
  • નિવેદન પછી સ્વામીએ એક રૂમમાં પોતાને બંધ કર્યા
  • રૂમની બહાર જ સ્વલિખિત નોટિસ મુકી દીધી

નિવેદન પછી ભૂગર્ભમાં સ્વામી
ખોડિયાર મા અંગે વિવાદીત નિવેદન બાદ બ્રહ્મસ્વરૂપ સ્વામી ભૂગર્ભમાં છે.  નિવેદન પછી સ્વામીએ એક રૂમમાં પોતાને બંધ કર્યા છે.  રૂમની બહાર જ સ્વલિખિત નોટિસ મુકી દીધી છે. જેમાં સમાચાર સિવાયની વાત કરનાર ભક્તને જ પ્રવેશ આપવાની વાત છે.  તેમજ સ્વામીએ પોતાનો મોબાઈલ ફોન પણ બંધ કર્યો છે.  નિવેદન આપતા પહેલા સ્વામીએ વિચાર કર્યો હશે કે કેમ તે મહત્વનો સવાલ છે. 

  • રાષ્ટ્રીય સ્તરના પક્ષો પણ સનાતન ધર્મનું અપમાન કરી રહ્યા છે
  • તમિલનાડુના મુખ્યમંત્રીના દીકરાએ સનાતન ધર્મનું અપમાન કર્યું
  • ઉદયનિધી સ્ટાલિને સનાતન ધર્મની સરખામણી ડેંગ્યૂ, મલેરિયા સાથે કરી

રાજકારણમાં ધર્મને કેમ ભેળવો છો?
રાષ્ટ્રીય સ્તરના પક્ષો પણ સનાતન ધર્મનું અપમાન કરી રહ્યા છે.  તમિલનાડુના મુખ્યમંત્રીના દીકરાએ સનાતન ધર્મનું અપમાન કર્યું. ઉદયનિધી સ્ટાલિને સનાતન ધર્મની સરખામણી ડેંગ્યૂ, મલેરિયા સાથે કરી છે.  DMKની સરકારના જ શિક્ષણમંત્રી કે.પોનમુડીએ સનાતન ધર્મનો નાશ કરવાનું કહ્યું તો પૂર્વ ટેલિકોમ મંત્રી એ.રાજાએ કહ્યું કે હિંદુ ધર્મ લોકોને વિભાજીત કરી રહ્યો છે.  

  • સનાતન ધર્મના અપમાન બાદ આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર યથાવત
  • ઉદ્ધવ ઠાકરેએ પણ વિવાદીત નિવેદન કર્યું હતું
  • ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે રામમંદિર નિર્માણ બાદ ગોધરાકાંડ જેવી ઘટના બનશે
  • ભાજપે I.N.D.I.A. ગઠબંધનન સામે વળતો પ્રહાર કર્યો

ધર્મના નામે નિરંતર રાજકારણ
સનાતન ધર્મના અપમાન બાદ આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર યથાવત છે.  ઉદ્ધવ ઠાકરેએ પણ વિવાદીત નિવેદન કર્યું હતું. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે રામમંદિર નિર્માણ બાદ ગોધરાકાંડ જેવી ઘટના બનશે. ભાજપે I.N.D.I.A. ગઠબંધનન સામે વળતો પ્રહાર કર્યો હતો.  સનાતન ધર્મના DMKએ કરેલા અપમાનને કોંગ્રેસ સમર્થન આપે છે કે કેમ તેવો સવાલ. ભાજપે એ પણ પૂછ્યું કે અન્ય ધર્મનું અપમાન આટલું સહેલાઈથી થઈ શકે છે? અનુરાગ ઠાકુરે કહ્યું કે સનાતન ધર્મ હતો, છે અને રહેશે. ગજેન્દ્રસિંહ શેખાવતે પણ સનાતન ધર્મના અપમાન બાદ ઉશ્કેરણીજનક નિવેદન કર્યું. ગજેન્દ્રસિંહ શેખાવતે કહ્યું કે સનાતન ધર્મ સામે આંખ ઉઠાવનારની આંખ કાઢી લઈશું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ