બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / In the name of filling Ahmedabad e-memo, cases of cheating have increased

અમદાવાદ / ગુજરાતીઓ સાચવજો! ઈ-મેમો ભરવા જતાં ક્યાંક છેતરાઈ ન જતાં, ખુદ ટ્રાફિક પોલીસે જ કરી અપીલ

Dinesh

Last Updated: 04:30 PM, 21 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસની ઈ મેમો ભરવા મામલે કાર્યવાહી ચાલી રહી છે ત્યારે ક્યુઆર કોડ દ્વારા ઇમેમાનો મેસેજ કરીને પૈસા પડાવતી ટોળકી સક્રિય થઈ છે

  • ઇ મેમો ભરવાના નામે છેતરપિંડીના કેસો વધ્યા
  • લોક અદાલતે 97 હજાર લોકોને આપી નોટિસ
  • ઇમેમો ભરવા નોટિસ મળતા ઠગ ટોળકી સક્રિય


ઇ મેમો ભરવાના નામે છેતરપિંડીના કેસો ફરી વધી રહ્યાં છે. લોક અદાલતે 97 હજાર લોકોને નોટિસ પાઠવી છે. જેને લઈ વર્તમાનમાં ઈ મેમો ભરવા મામલે ઠગ ટોળકી પણ સક્રિય થઈ છે. ઠગ ટાળકી લોકોને ઇ મેમો ભરવા મેસેજ કરી રહી છે તેમજ જેમાં કોર્ડ સ્કેન કરીને મેમો ભરવાની સુચના આપે છે.

મેસેજ કરીને પૈસા પડાવતી ટોળકી સક્રિય 
ક્યુઆર કોડ દ્વારા ઇ મેમાનો મેસેજ કરીને પૈસા પડાવતી ટોળકી સક્રિય થઈ છે જે મામલે ટ્રાફિક વિભાગે સાયબર ક્રાઇમમાં રજુઆત કરી છે. અનેક લોકોને ક્યુઆર કોડથી પૈસા પડાવતા હોવાના મેસેજ શરૂ થયા છે. જે મેસેજ પોલીસના ધ્યાને આવતા આવા મેસેજથી સાવચેત રહેવા પોલીસે પણ અપીલ છે. પોલીસ સ્ટેશનમાં લાગેલા ક્યુઆર કોડનો ઉપયોગ કરવાની લોકોને અપીલ કરાઈ છે. લોક અદાલતમાં નોટિસમાં જોવા મળતા ક્યુઆર કોડનો જ ઉપયોગ કરવા સુચના આપવામાં આવી છે. તેમજ તેમણે નાગરિકોને અપીલ પણ કરી છે કે, અન્ય નંબરથી આવતા મેસેજ કે ક્યુઆર કોડથી કોઈ પૈસા ન ભરે જેનો સંપૂર્ણ ધ્યાન રાખે.

આવા ફેક મેસેજથી સાવધાન
આવા ફેક મેસેજથી સાવધાન

ટ્રાફિક વિભાગના DCPનું નિવેદન
ટ્રાફિક વિભાગના DCP એન એચ દેસાઈએ જણાવ્યું કે, અમદાવાદ શહેરમાં ઈ ચલણ આપવામાં આવ્યા છે તેમને નોટિસો પાઠવવામાં આવી છે. તેમણે કહ્યું કે, અત્યારે ટ્રાફિકના ઈ ચલણ ભરવા માટે જે ઉઘરાણી થઈ રહી છે ત્યારે અસામાજિક તત્વો તેમજ ફ્રોર્ડ લોકો દ્વારા વાહન ચાલકોને ફોન કરાય છે તેમજ મેસેજ મોકલાય છે કે, અમે એક લિંક મુકી છે તેમાં ક્યુઆર કોર્ડ છે જેમાં તમારો ઈ  ચલણ ભરી દો. જે મામલે તેમણે કહ્યું આવા ફ્રોર્ડ લોકોથી સાવચેત રહેવાનું છે. અને અમારા દ્વારા જે નોટિસ પાઠવવામાં આવી છે તેમાં લોક અદાલતની સ્પષ્ટ વિગત હશે અને ઈ ચલણની પણ વિગત હશે ત્યાર બાદ ક્યુઆર કોર્ડ અને પછી લિંક હશે જ્યારે ફ્રોર્ડ લોકોનો ફક્ત નાનકડો જ મેસેજ હશે અને જેમાં કંઈ ખાસ વિગતો હશે નહી.

ટ્રાફિક વિભાગના DCP એન એચ દેસાઈ

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ