બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / ગુજરાત / Daily Horoscope / અન્ય જિલ્લા / In the center of the city of Lunavadanagar lies Ramlalla, depicting all the events of the Ramayana in carvings, topped with artefacts.
Last Updated: 07:26 AM, 18 January 2024
ADVERTISEMENT
લુણાવાડા રાજ્યના રાજમાતા શ્રી કુસલકુંવરબાએ સંવત ૧૮૦૪ માં રામજી મંદિર બંધાવ્યુ હતુ. આજે પણ રામજીમંદિર પરિસરમાં રામજીનો ચોરો આવેલો છે સમય જતા રામજીમંદિરનું નવીની કરણ સંત શ્રી ડોગરેજી મહરાજના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. મંદિરને દક્ષીણ શૈલીમાં સુંદર કલાકૃતિઓથી કંડારી નવુ રૂપ આપી બનાવવામાં આવ્યું છે. મહીસાગર જીલ્લો અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે ઘેરાયેલો છે જિલ્લામાં આવેલા પર્વતો અને જંગલોથી વાતવરણ ખુબ મનભાવન લાગે છે. લુણાવાડાનગર બે મુખ્ય નદીઓ મહીસાગર અને પાનમની વચ્ચે વસેલું છે.
ADVERTISEMENT
રામજી મંદિર નગરનું આસ્થા બિંદુ
લુણાવાડા નગરમાં સોલંકીવશનું શાસન હતું અને આજે પણ નગરમાં આવેલો મહેલ રજવાડાની ઝાંખી પૂરે છે. લુણાવાડા રાજ્યના રાજમાતા કુસલકુંવરબા એ રામજી મંદિર બંધાવ્યું હતું આજે પણ નગરની બિલકુલ વચ્ચે આવેલું રામજી મંદિર નગરનું આસ્થા બિંદુ છે.
અદભુત કલાકૃતિઓ બનાવવામાં આવી
મંદિરને આશરે 300થી400 વર્ષ જેટલો સમય થયો છે. વર્ષ-1987માં સંત શ્રી ડોગરેજી મહારાજના વરદ હસ્તે રામજીમંદિરનો જીર્ણોધ્ધાર કરી દક્ષિણશૈલીમાં ઔલોકિક કલાકૃતિઓથી કંડારી નવું રૂપ આપવામાં આવ્યું છે. લુણાવાડાનગરના રામજીમંદિરની દક્ષીણ શૈલી ખાસ આકર્ષણનું કેન્દ્ર છે અને આ પ્રથમ એવું રામજી મંદિર છે જે દક્ષીણશૈલીમાં છે. મંદિરમાં અદભુત કલાકૃતિઓ બનાવવામા આવી છે.
ADVERTISEMENT
રામજી મંદિર લોકોની આસ્થાનું મુખ્ય કેન્દ્ર
મંદિરના ગુંબજના પરની મુર્તિઓમાં દરેક અવતાર માં જાણે જીવ હોય તેવી સુંદર કોતરણી કરેલી છે. મંદિર આગળના ભાગે રામાયણના તમામ પ્રસંગો કોતરવામાં આવેલા છે.
લુણાવાડાના મધ્યમાં આવેલું રામજી મંદિર લોકોની આસ્થા નું મુખ્ય કેન્દ્ર છે. ભગવાનને સવાર સાંજ આરતી સાથે અલગ અલગ ભોગ ચડાવવામાં આવે છે.. ભગવાન રામલ્લાની મૂર્તિની બિલકુલ સામે ગરુડજી મહારાજ જાણે ભગવાનની ચારે બાજુથી રક્ષણ કરતા હોય તેમ બીરાજમાન છે.
નગરવાસીઓ નિયમિત દર્શન કરવા આવે છે
દક્ષિણ શૈલીમાં બનાવવામાં આવેલા રામજીમંદિરમાં નગરવાસીઓ નિયમિત દર્શન કરવા આવે છે. રામજી મંદિરમાં વર્ષોથી અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે રામ જન્મદિવસે વિવિધ કાર્યક્રમ તેમજ ભગવાનની નગરમાં શોભાયાત્રા કાઢી જન્મદિવસ ઉજવવામાં આવે છે. કલાકૃતિમાં ભગવાન વિષ્ણુના દસ અવતારની ગાથા વર્ણવી સુંદર કોતરણી દ્વારા તેમના સમસ્ત અવતારની ઝાંખી કરાવે છે.
ADVERTISEMENT
તહેવારો પર મંદિરને રોશનીથી શણગારવામા આવે છે
જન્માષ્ટમી અને દિવાળીમાં અનેક કાર્યક્રમ અને મંદિરને રોશનીથી શણગારવામા આવે છે. અને દરેક વારે તહેવારે મહિલા મંડળ દ્વારા ભજન, સીતારામ પરિવાર દ્વારા હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવે છે. મંદિરમાં નગરના લોકો સવાર સાંજ આરતીનો લ્હાવો લઈ ધન્યતા અનુભવે છે ત્યારે આ એક માત્ર મંદિર જે દક્ષીણશૈલીનો અદ્ભુત સમન્વય છે જે લોકો માટે ભગવાન રામનું આસ્થા નું કેન્દ્ર છે.
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.