બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / In Thasra of Kheda district, two groups of people faced each other with stone pelting

તોફાની તત્વો / ખેડાના ઠાસરામાં શિવજીની સવારી પર પથ્થરમારાના લાઈવ દ્રશ્યો, અજંપાભરી સ્થતિ, વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો

Dinesh

Last Updated: 11:26 PM, 15 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kheda news : ખેડા જિલ્લાના ઠાસરામાં શ્રાવણ મહિનાની અમાસને લઇને શિવજીની સવારી નીકળી હતી, શિવજીની સવારી દરમિયાન બે જૂથના લોકો આમને સામને આવી ગયા હતા તેમજ પથ્થરમારો થયો હતો

 

  • ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં થયો પથ્થરમારો 
  • ઠાસરા ગામમાં નીકળી હતી શિવજીની સવારી
  • શિવજીની સવારી દરમિયાન થયો પથ્થરમારો


ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં પથ્થરમારો થયો છે. શ્રાવણ મહિનાની અમાસને લઇને ઠાસરા ગામમાં શિવજીની સવારી નીકળી હતી, જે શિવજીની સવારી દરમિયાન પથ્થરમારો થયો છે. અત્રે જણાવીએ કે, બે જૂથના લોકો આમને સામને આવી જતા વાતાવરણ તંગ બન્યો હતો. 

પોલીસ કાફલો ઘટનાસ્થળે
જે ઘટનાને પગલે ઠાસરા, ડાકોર, સેવાલિયા સહિતની પોલીસ તેમજ જિલ્લાની એલસીબી, એસઓજી  સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ખેડા એસપી રાજેશ ગઢીયા, ડી વાય એસ પી ઘટના સ્થળ પર પહોંચી સમગ્ર ઘટનાના તાગ મેળવ્યા છે.

વાતાવરણ ડોહળવાનો પ્રયાસ
અસમાજિક તત્વો દ્વારા વાતાવરણ ડોહળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અત્રે જણાવી દઈએ કે, શિવજીની સવારી નીકળવાની હોય છે તેનું પહેલાથી જ આયોજન હોય છે ત્યારે આ અસમાજિક તત્વોને પણ તેની જાણ હશે જેને લઈ તેમણે પણ પૂર્વ આયોજન કર્યું હોઈ પથ્થરમારો કર્યો હતો. જો કે,હાલ અજંપાભરી પરિસ્થિતિ છે 

  • અગાઉ ક્યારે ક્યારે બબાલ થઈ હતી

ઓગસ્ટ 2021
ઠાસરામાં ઝુલુસ કાઢવા બાબતે બબાલ
લોકોએ પોલીસ ઉપર કર્યો હતો પથ્થરમારો
પોલીસ વાહનોને પહોંચાડ્યું હતું નુકસાન
આગચંપીના બનાવ બન્યા હતા

ઓક્ટોબર 2022
માતરના ઉઢેલામાં ગરબા રમવા બાબતે બબાલ
ગરબા રમતા ટોળા ઉપર પથ્થરમારો
6 થી 8 લોકો ઈજાગ્રસ્ત થયા હતા
બે પોલીસ જવાનોને પણ થઈ હતી ઈજા

એપ્રિલ 2022
રામનવમીના દિવસે શાંતિ ડહોળવાનો પ્રયાસ
ઠાસરાના સાંઢેલીમાં થઈ હતી બબાલ
બે અલગ ઘટનાને જોડીને ઉશ્કેરણીજનક વીડિયો બનાવ્યો હતો


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ