બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / In Sports Ministry action on sexual harassment allegations response sought from wrestling association

કાર્યવાહી / યૌન શોષણના આરોપ પર ખેલ મંત્રાલય એક્શનમાં, કુશ્તી સંધ પાસેથી માંગ્યો જવાબ, 72 કલાકનું અલ્ટિમેટમ

Kishor

Last Updated: 11:46 PM, 18 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય કુશ્તી મહાસંઘના પ્રમુખ અને બીજેપી સાંસદ બૃજભૂષણ શરણસિંહ મહિલા પહેલવાનોનું યૌન શોષણ મામલે ખેલ મંત્રાલાયે કુશ્તી મહાસંઘ પાસેથી જવાબ માંગ્યો છે અને 72 કલાકનો સમય આપ્યો છે.

  • ભારતીય કુશ્તી મહાસંઘના પ્રમુખ વિરુદ્ધ ચોંકાવનારા આરોપનો મામલો 
  • ખેલ મંત્રાલયે માંગ્યો કુસ્તી સંઘ પાસેથી જવાબ
  • જવાબ રજૂ કરવા 72 કલાકનો આપ્યો સમય

ખ્યાતનામ કુસ્તીબાજ વિનેશ ફોગાટે ભારતીય કુશ્તી મહાસંઘના પ્રમુખ અને બીજેપી સાંસદ બૃજભૂષણ શરણસિંહ ઘણા વર્ષોથી મહિલા પહેલવાનોનું યૌન શોષણ કરતા હોવાના ચોંકાવનારો આરોપ લગાવતા ચકચાર મચી છે. જેને લઈને રમત-જગતમાં ખળભળાટ મચી ગયો છે. કુસ્તીબાજ વિનેશ ફોગાટએ ચોધાર આશુએ આરોપ લગાવતા રમતગમત મંત્રાલયે તાત્કાલીક WFI પાસેથી જવાબ માંગ્યો છે. જેને લઈને આ વિવાદમાં હવે કેન્દ્રએ પણ હસ્તક્ષેપ કર્યો છે. મહત્વનું છે કે કોમનવેલ્થ ગેમ્સ અને એશિન ગેમ્સમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટે બુધવારે આરોપ લગાવ્યા હતા. જેનો જવાબ રજૂ કરવા 72 કલાકનો સમય આપ્યો છે.

આરોપના જવાબમાં WFI પ્રમુખ કહ્યું

તો બીજી તરફ WFI પ્રમુખ અને બીજેપી સાંસદ બૃજભૂષણ શરણસિંહએ આ આરોપને નકારી કાઢ્યા છે તેમણે કહ્યું કે આરોપ પાયા વિહોણા છે આત્યંરે સુધી કેમ આ મુદ્દે કોઈ બહાર ન આવ્યું જો આ સાચા પડે તો હું ફાંસીએ ચડવા પણ તૈયાર હોવાનો દાવો કર્યો છે.


ચોંકાવનારા આરોપો લાગ્યા છે

બૃજભૂષણ શરણસિંહ પર આરોપ લગાવતા વિનેશ ફોગટ રડવા લાગી હતી. વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ વિજેતા અને ઓલિમ્પિયન વિનેશે એવો પણ દાવો કર્યો હતો કે લખનૌમાં રાષ્ટ્રીય શિબિરમાં કેટલાક કોચ દ્વારા મહિલાઓનું શોષણ કરાયું છે. તેણે આરોપ લગાવ્યો કે શિબિરમાં કેટલીક મહિલાઓ છે જે WFI પ્રમુખના કહેવા થી અન્ય કુસ્તીબાજોના સંપર્કમાં આવે છે.

મારી નાંખવાની ધમકી આપી

આ 28 વર્ષીય મહિલા કુસ્તીબાજએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે તે પોતે આ પ્રકારના વ્યવહારનો ભોગ બની નથી. વધુમાં તેમણે  દાવા સાથે કહ્યું કે WFI પ્રમુખના ઈશારે તેના નજીકના અધિકારીઓ મારી નાંખવાની ધમકી આપી હતી. કારણ કે આ મામલે ટોક્યો ઓલિમ્પિક ગેમ્સ બાદ બેઠક દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ધ્યાન દોર્યું હતું.

મહત્વનું છે કે દિલ્હીના જંતર-મંતર ખાતે વિનેશ ચાર કલાકથી વધુ સમય સુધી ધરણા પર બેસ્યા બાદ તેમણે કહ્યું કે હું 10-12 મહિલા કુસ્તીબાજો વિશે જાણું છે જેમણે WFI પ્રમુખ દ્વારા આ અંગે કહેવાયું છે. તેમણે કહ્યું કે હું અત્યારે નામ નહિ આપું બાકી વડાપ્રધાન અને ગૃહમંત્રીને મળ્યા બાદ ત્યાં નામ આપીશ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ