બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / In silk cultivation farmers observe celibacy jharkhand

રૂઢી / આ ખેતીમાં ખેડૂત બે મહિના પત્નીથી રહે છે દૂર, પાળે છે સજ્જડ બ્રહ્મચર્ય

Published By: Gayatri

Last Updated: 08:21 PM, 13 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સિલ્કની સાડી દરેક ફેશન ફિએસ્ટાની પહેલી પસંદ હોય છે પણ તમને જાણીને નવાઈ લાગશે કે, આ સિલ્ક જેમાંથી બને છે તે રેશમની ખેતી વખતે ખેડૂતો ખાસ બ્રહ્મચર્ય પાળે છે. ચોંકી ગયાને? હા ટશર સિલ્કના રેશમના કિડાની ખેતીમાં ખેડૂત બ્રહ્મચર્ય પાળે છે.

  • ટસર સિલ્કની ખેતી સાથે જોડાયેલી માન્યાતાઓ
  • બ્રહ્મચર્ય અને સિલ્કને શું લેવા દેવા?
  • ખેડૂત ખાસ નિયમોથી ખેતી કરે છે

.ઝારખંડના ખેડૂતો પેઢીઓથી ટસર સિલ્કની ખેતીમાં અમુક પરંપરાઓ અને રૂઢીઓ પાળે છે. જો કે ગુજરાતમાં રેશમની ખેતી પતિ-પત્ની મળીને કરે છે. પણ ઝારખંડના ખેડૂતોની પરંપરા અનુસાર બ્રહ્મચર્ય અને અમુક નિયમો અર્જુન અને આસનના વૃક્ષ પર ઉછરતા ટસર-રેશમના કીડાઓને કીડીઓ, જીવજંતુઓ અને પક્ષીઓથી બચાવે છે. ગુડાબાંદાના અર્જુનબેડા ગામના રહેવાસી ખેડૂતો ટસરની ખેતીના સમયે અમે પત્ની સાથે રાત નથી વિતાવતા.

પત્નીને સ્પર્શતા પણ નથી

ખેડૂતો બે મહિના દરમિયાન પત્નીને પતસ્પર્શ સુધ્ધા નથી કરતાં એટલું જ નહીં પણ આ સમયગાળામાં પતિ પત્ની અલગ અલગ રહે છે. આ ખેતી સમયે ખેડૂતો પત્નીઓના હાથે બનેલું ભોજન પણ જમતા નથી. ટસરની ખેતીના સમયે ખેડૂતો ઈંડા અને માંસ તેમજ માછલી ખાતા નથી. જંગલમાં જઈને ઝૂંપડી બનાવીને રહીએ છે. રસોઈ પણ જાતે જ કરે છે. 

કેમ બ્રહ્મચર્ય પાળે છે 

અહીંના ખેડૂતો માને છે કે આ ખેતી દરમિયાન પત્નીઓ સાથે ઊંઘવાથી રેશમની ખેતીમાં રોગ આવી જાય છે. બ્રહ્મચર્ય સિવાય પણ આ ખેડૂતો કેટલાક નિયમોનું પાલન કરે છે. ખેડૂતો સ્નાન કરીને કીડાની રખેવાળી કરવા જાય છે. રખેવાળી દરમિયાન કોઈએ શૌચક્રિયા માટે જવું હોય તો તેઓ શૌચક્રિયા બાદ ફરી સ્નાન કરે છે. રેશમના કીડા બીમાર પડી જાય તો પૂજા પાઠ કરે છે અને ફળ તૈયાર થયા બાદ બકરાની બલિ ચઢાવે છે.

પેઢીઓથી રેશમની ખેતી કરતા ખેડૂતો નિયમો પાળે છે

બ્રહ્મચર્ય સહિતના નિયમ પેઢી દર પેઢી પરંપરા અને રૂઢિગત રીતે અહીંના ખેડૂત પરિવારો પાડે છે. આ વિસ્તારમાં તસરની ખેતી કરતા લગભગ બધા જ ખેડૂતો ભલે ગમે તે સમાજ સાથે સંબંધ ધરાવતા હોય, પણ તેઓ આ નિયમોનું ચોક્કસ પાલન કરે છે.


 

સંકળાયેલા મુદ્દાઓ

OMG Tasar silk silk farming ટસર રેશમની ખેતી સિલ્ક OMG

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ