બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / In Rajkot, female teacher broke the deadlock, gave full marks to 13 students

કાર્યવાહી / રાજકોટમાં મહિલા અધ્યાપકે દાટ વાળ્યો, 13 વિદ્યાર્થીઓને આપ્યા પૂરેપુરા માર્ક્સ્, ઉત્તરવહીઓના રીચેકિંગમાં ફૂટ્યો ભાંડો

Vishal Khamar

Last Updated: 11:33 PM, 18 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટની VVP એન્જિનિયરિંગ કોલેજનાં મહિલા અધ્યાપકે ઉત્તરવહી મૂલ્યાંકનમાં ડિગ્રી ઈજનેરીની પરીક્ષામાં 13 વિદ્યાર્થીઓને પૂરેપૂરા માર્કસ આપી દેતા મહિલા અધ્યાપકની બેદરકારી સામે આવી હતી. જે બાદ GTU ની કમિટી દ્વારા મહિલા અધ્યાપકને પરીક્ષા કામગીરીથી બાકાત કરી દંડ ફટકાર્યો હતો.

  • રાજકોટના મહિલા અધ્યાપક પરીક્ષા કામગીરીથી બાકાત
  • રાજકોટની VVP એન્જિનિયરિંગ કોલેજના મહિલા અધ્યાપક
  • GTU ની કમિટીએ રૂપિયા 25 હજારનો દંડ પણ ફટકાર્યો 

 રાજકોટની VVP એન્જિનિયરિંગ કોલેજના એક મહિલા અધ્યાપકની ગંભીર બેદરકારી સામે આવી છે. ડિગ્રી ઈજનેરીની પરીક્ષાની ઉત્તરવહી મૂલ્યાંકન બાદ GTU પરીક્ષા વિભાગ દ્વારા રિઝલ્ટનુ એનાલિસિસ કરાતા 13 વિદ્યાર્થીઓને 70 માંથી 70 માર્કસ આપી દેવામાં આવ્યા હતા. એટલે કે, 100 ટકા માર્કસ આપી દેવાયા હતા. GTU ના પરીક્ષા વિભાગને શંકા જતાં સબજેક્ટ એક્સપર્ટ પાસે ફરીથી ઉત્તરવહીઓનું ચેકીંગ કરવામાં આવ્યુ હતુ. આ ચેકીંગમાં મહિલા અધ્યાપકે ઉત્તરવહીઓ ચકાસીને યોગ્ય રીતે એસેસમેન્ટ નહી કર્યુ હોવાનો ભાંડો ફૂટ્યો હતો. આ સમગ્ર મામલો GTU ની એક્સપર્ટ કમિટી પાસે ગયો હતો. 

રાજકોટની VVP એન્જિનિયરિંગ કોલેજના એક મહિલા અધ્યાપકની ગંભીર બેદરકારી 
GTU ની સમર સેમેસ્ટર પરીક્ષાનું પરિણામ તૈયાર કરવાની કામગીરી દરમિયાન યુનિ.ના પરીક્ષા વિભાગને ધ્યાને એક અધ્યાપકની ગંભીર બેદરકારી સામે આવી હતી.ડિગ્રી ઈજનેરીની સેમેસ્ટર-1ની  રીમીડિયલ પરીક્ષા અને સેમેસ્ટર-2ની રેગ્યુલર પરીક્ષામાં એક કોમન વિષયની પરીક્ષા બાદ ઉત્તરવહીના ઓનલાઈન એસેસમેન્ટમાં રાજકોટની VVP એન્જિનિયરિંગ કોલેજના એક મહિલા અધ્યાપકની ગંભીર બેદરકારી સામે આવી છે. ઉત્તરવહી મૂલ્યાંકન બાદ GTUના પરીક્ષા વિભાગ દ્વારા રીઝલ્ટનું એનાલિસિસ કરતા ધ્યાને આવ્યુ હતુ કે 12 થી 13 વિદ્યાર્થીઓને 70 માંથી પુરા 70 માર્કસ એટલે કે 100% માર્કસ આપી દેવાયા હતા. 

કે.એન.ખેર (રજીસ્ટાર, GTU) 

ડિગ્રી ઈજનેરીની પરીક્ષામાં 13 વિદ્યાર્થીઓને અધ્યાપકે પુરેપુરા માર્કસ આપ્યા હતા
મહિલા અધ્યાપક દ્વારા એસેસમેન્ટ યોગ્ય રીતે ચકાસીને કરવામાં જ આવ્યુ ન હતું.જેને પગલે GTU દ્વારા સબજેક્ટ એક્સપર્ટ પાસે ફરીથી ઉત્તરવહીઓ ચેક કરાવતા ધ્યાને આવ્યુ કે આ વિદ્યાર્થીઓને પણા ઓછા માર્કસ મળે તેમ છે.ત્યારબાદ એક્સપર્ટે આપેલ મુજબ ડિગ્રી ઈજનેરીની પરીક્ષામાં 13 વિદ્યાર્થીઓને અધ્યાપકે પુરેપુરા એટલે કે 70 માંથી 70 માર્કસ મુજબ 100 ટકા માર્કસ આપી દેતા GTU દ્વારા દંડ કરવામાં આવ્યો છે. અને પરીક્ષા કામગીરીથી બાકાત કરી દેવામાં આવ્યા હતા.

મહિલા અધ્યાપકની બેદકારી હોવાનું જણાતા પરીક્ષા કામગીરીમાંથી બાકાત કરી દંડ ફટકાર્યોઃ કે.એન. ખેરે (રજીસ્ટ્રા, જીટીયુ)
આ બાબતે GTU ના રજિસ્ટ્રાર કે.એન. ખેરે જણાવ્યુ હતુ કે, એક્સપર્ટ કમિટીની તપાસમાં મહિલા અધ્યાપકની બેદરકારી હોવાનુ જણાતા 3 વર્ષ માટે પરીક્ષાની કામગીરીમાંથી બાકાત કરીને રૂપિયા 25 હજારનો દંડ ફટકારતી કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાતમાં પેપર ફૂટવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી હતી. તેવામાં ઉત્તરવહીઓ યોગ્ય રીતે ચકાસ્યા વગર પૂરેપૂરા માર્કસ આપવાની ઘટના બહાર આવતાં સમગ્ર મામલો શિક્ષણ જગતમાં ભારે ચર્ચાસ્પદ બન્યો છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ