બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / રાજકોટ / In Rajkot District Planning Board meetin,g6 out of 8 MLA

ગેરહાજર / રાજકોટમાં જિલ્લા આયોજન મંડળની બેઠકમાં 8માંથી 6 ધારાસભ્યોએ મારી ગુલ્લી, મંત્રીએ કરવી પડી સ્પષ્ટતા

Kishor

Last Updated: 10:05 PM, 17 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં જિલ્લા આયોજન મંડળની બેઠકમાં રાજકોટના જ ધારાસભ્યો ગેરહાજર રહેતા રાજકીય વર્તળમાં ચર્ચા જાગી હતી.

  • રાજકોટ જિલ્લા આયોજન મંડળની બેઠક
  • બેઠકમાં ભાજપના MLA ગેરહાજર
  • રાજકોટ ભાજપના 6 MLA ગેરહાજર

આજે રાજકોટ જિલ્લામાં આયોજન મંડળની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક પ્રભારી મંત્રી રાઘવજી પટેલની હાજરીમાં બેઠક મળી હતી. મહત્વની વાત એ છે કે આ બેઠકમાં શહેર ભાજપના જ ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા.  આમ તો ભાજપની પાર્ટીને શિસ્તની ચર્ચા હંમેશા લોકો કરતા હોય છે ત્યારે આ બેઠકમાં ગેરહાજર રહીને પાર્ટીના જ ધારાસભ્યોએ શિસ્તનો ભંગ કર્યો હતો.પ્રભારી મંત્રી રાઘવજી પટેલની હાજરીમાં આયોજન મંડળની બેઠકમાં વિકાસના કામ અંગે ચર્ચા કરવાની હતી પરંતું ભાજપ પાર્ટીના જ 6 ધારાસભ્યો ગેરહાજર રહેતા અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.

કોણ કોણ ધારાસભ્ય રહ્યા ગેર હજાર?
ગેરહાજર રહેનારા ધારાસભ્યની વાત કરીએ તો રાજકોટ શહેરના ત્રણ બેઠકના ધારાસભ્યોની ગેરહાજરી જોવા મળી હતી. જેમાં દર્શિતા શાહ, ભાનુબેન બાબરિયા, ઉદય કાનગડ ગેરહાજર  રહ્યા હતા. આ ઉપરાંત રાજકોટ જિલ્લાની ચાર બેઠકની વાત કરીએ તો ત્રણ બેઠકના ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા. જેમાં જયેશ રાદડિયા, કુંવરજી બાવળીયા, ગીતાબા જાડેજાની ગેરહાજરી જોવા મળી હતી. મહત્વનું છે કે રાજકોટ બેઠકના રમેશ ટીલાળા હજાર રહ્યા હતા.

અન્ય કામગીરીને લઈને ધારાસભ્યો આવી શક્ય નહીં હોઈ

રાજકોટમાં મળેલી બેઠકમાં કૃષિમંત્રી રાઘવજી પટેલે નિવેદન આપતા કહ્યું હતું કે, જેમાં જળ અભિયાનને લઈને માહિતી આપતા કહ્યું કે, તળાવો ઊંડા કરવાની કામગીરી કરવામાં આવશે. વધુમાં તેમને કહ્યું કે, આજથી લઈને આવનારી 17-5-2023 સુધી ડેમમાં કાપ કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવશે.તેમજ ધારાસભ્ય ગેરહાજર મુદ્દે નિવેદન આપતા કહ્યું કે અન્ય કામગીરીને લઈને ધારાસભ્યો આવી શક્ય નહીં હોઈ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ