બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / In Ohio America a man grew hair on his tongue

OMG / સિગારેટ અને તમાકુનું સેવન કરનારા લોકો માટે રેડ એલર્ટ: યુવકની જીભ થઈ ગઈ લીલી, ઉગી નીકળ્યા વાળ, ડૉક્ટર પણ અચંબામાં

Kishor

Last Updated: 07:29 PM, 13 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના ઓહાયોમાં એક વ્યક્તિની જીભ પર વાળ ઊગી નીકળ્યા બાદ જીભ લીલા કલરની થઈ જતા તબીબનો સંપર્ક કરાયો હતો.

  • અમેરિકાના ઓહાયોમાં આંચકાજનક કિસ્સો
  • વ્યક્તિની જીભ પર ઊગી નીકળ્યા વાળ
  • વિચિત્ર સમસ્યાને લઈને તબીબ પણ મૂંઝવણમાં

સાંપ્રત સમયમાં લોકો જાતજાતની બીમારીઓથી પીડાય છે. તેમાં અમુક એવી વિચિત્ર બીમારી હોય છે. જેને જોઈને ડોક્ટર પણ દંગ રહી જાય છે. આવો જ એક કિસ્સો અમેરિકાના ઓહાયોથી સામે આવ્યો છે. જેમાં વ્યક્તિની જીભ પર વાળ ઊગી નીકળ્યા હતા. લીલા કલરના વાળની ફરિયાદને લઈને વ્યક્તિ જ્યારે તબીબ પાસે ગયો હતો. ત્યારે સિગારેટ અને તમાકુનું સેવન કરનારા લોકો માટે રેડ એલર્ટ અ વિચિત્ર સમસ્યાને લઈને તબીબ પણ મૂંઝવણમાં મુકાયો હતો. 

કેન્દ્ર સરકાર કરી રહી છે એવી તૈયારી કે સાર્વજનિક જગ્યાએ ધુમ્રપાન કરતા  પકડાશો તો ચુકવવો પડશે અધધ દંડ | govt proposes to increase legal age of  smoking to 21 years ban loose ...


સિગરેટ, તમાકુ અને એન્ટિબાયોટિકના વધુ પડતા સેવનની આડઅસર?

વ્યક્તિના શરીર પર વાળ હોય છે તે આમ બાબત છે. પરંતુ કોઈ વ્યક્તિની જીભ પર વાળ ઊગી નીકળે તે આંચકાજનક બાબત છે. અમેરિકાના ઓહાયોના આ કિસ્સા બાબતે ન્યુ ઇંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનના પ્રકાશિત થયેલા અનુસાર આ બીમારી સિગરેટ, તમાકુ અને એન્ટિબાયોટિકના વધુ પડતા સેવનની આડઅસરના પરિણામ સ્વરૂપે ઉદભવી જોવાનું બહાર આવ્યું છે. જોકે એ સ્પષ્ટ થયું નથી કે આ માત્ર ધુમ્રપાન અથવા એન્ટિબાયોટિક અથવા બન્નેના કારણે જ થયું છે!

Do you really get rid of cigarette addiction?

આવું હોય શકે છે કારણ

64 વર્ષનો આ વ્યક્તિ જીભ લીલી થઈ ગયા બાફ ડોક્ટર પાસે દોડી આવ્યો હતો. જેમાં રિસર્ચ રિપોર્ટ અનુસાર આ વ્યક્તિને પેઢામાં ચેપ માટે એન્ટિબાયોટિકનો કોર્સ કરવાનું કહેવામાં આવ્યું હતું ત્યારબાદ આ સમસ્યા ઉદભવી હતી. રિસર્ચમાં એવું પણ બહાર આવ્યું કે ધુમ્રપાનથી ઓરલ હેલ્થ પર ખૂબ જ ખરાબ અસર પડે છે અને જે લોકો એન્ટિબાયોટિકનો વધુ ઉપયોગ કરે છે તેના કારણે મોઢામાં માઈક્રોબાયોમેનને અસર થાય છે. જીભ પર બેક્ટેરિયા જમા થઈ જાય છે ત્યારે ડોક્ટરના દાવા મુજબ એન્ટિબાયોટિકની પ્રતિક્રિયાને પરિણામે આ થઈ શકે છે. જેથી જીભ ઉપરના ટીશયુઝ નાના વાળ જેવા દેખાય છે  ડોક્ટરના મતે પેપિલા પર ત્વચાના મૃત કોષો જમા થઈ જવા અને કારણે જીભ ઉપર વાળ વધે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ