બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / in morbi, Sick ceramic workers treated in the open in the factory

તંત્ર સામે સવાલ / ગુજરાતમાં પૂરતી વ્યવસ્થાના દાવા પોકળ, હોસ્પિટલો ફૂલ હોવાથી બીમાર શ્રમિકોને ફેક્ટરીમાં ખુલ્લામાં સારવાર અપાઈ

Published By: Shyam

Last Updated: 06:45 PM, 2 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોરબીમાં શ્રમિકોને સીરામીક યુનિટના શેડમાં સુવડાવીને ખુલ્લામાં કોરોનાની તબીબી સારવાર અપાઈ રહ્યો હોવાનો વીડિયોની સત્યતા આવી સામે

  • મોરબીમાં સારવારને લઈને ગંભીર સ્થિતિ
  • શ્રમિકોને સીરામીક યુનિટના શેડમાં સુવડાવીને કરી સારવાર
  • હોસ્પિટલમાં બેડની સુવિધા ન હોવાથી શેડમાં અપાઈ સારવાર

મોરબીમાં શ્રમિકોને સીરામીક યુનિટના શેડમાં સુવડાવીને ખુલ્લામાં કોરોનાની સારવાર અપાઈ રહી હોવાના વીડિયોની નવી માહિતી મળી છે. મોરબીનો જે વીડિયો સામે આવ્યો છે. તેમાં કોરોનાના દર્દીઓને ખુલ્લામાં સારવાર અપાઈ રહી હોવાનો દાવો કરાયો છે. પરંતુ જ્યારે જે સ્થળ પર સારવાર અપાઈ હતી. તે જગ્યા મોરબીની કેપશન સીરામીકના યુનિટનો શેડ છે. અને તેમના માલિક અરુણ પટેલે સાથે Vtvએ વાતચીત પણ કરી હતી.

કેપશન સિરામીક કંપનીના માલિકે કહ્યું કે, આ લોકોના કોરોના ટેસ્ટ નેગેટીવ

મોરબી સીરામીકના યુનિટમાં કેટલાક લોકોને કોરોનાની સારવાર આપવામાં આવી રહી છે. જેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. ત્યારે VTV દ્વારા આ મામલે તપાસ કરતા અંતે સત્ય સામે આવ્યું છે. આ વીડિયો મોરબીના કેપશન સીરામીકનો હોવાનું સામે આવ્યું હતું. કેપશન સીરામીકના માલિક અરુણ પટેલ સાથે વાતચીત કરી હતી.

જેમાં અરુણ પટેલે વીડિયો અંગે ખુલાસો કર્યો કે, આ દર્દીઓ કોરોનાના નથી. જે લોકોને સારવાર અપાઈ રહી છે. તેમને તાવ શરદી અને અન્ય બીમારી છે. તો અરુણ પટેલને સવાલ પુછતા કહ્યું કે, આ લોકોના કોરોના ટેસ્ટ પણ કરાવવામાં આવ્યા છે. જેના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. પરંતુ હાલ કોરોનાના કારણે હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા ન હોવાના કારણે બીમાર લોકોને આ રીતે સારવાર આપવામાં આવી રહી છે. 

મોરબીના તંત્રની કામગીરી સામે સવાલ?

મોરબીનો આ વીડિયોમાં કોરોનાના દર્દી ન હોવાની વાત કેપશન કંપનીના માલિક અરુણ પટેલે કહી છે. આમ છતાં તંત્ર દ્વારા પણ આ અંગે કાળજી લેવી જરૂરી છે. અરુણ પટેલે જણાવ્યું કે, હાલ હોસ્પિટલમાં તાવ-શરદી ઉધરસના દર્દીઓને સારવાર માટે બેડ ન મળતા તેમને કંપનીની જગ્યામાં સારવાર અપાઈ છે. ત્યારે સૌથી મોટો સવાલ તંત્રની કામગીરી પર ઉઠી રહ્યો છે. કોરોના સિવાયના દર્દીઓને પણ સારવાર માટે તકલીફ વેઠવી પડી રહી છે. જે લોકોને સારવાર અપાઈ રહી છે. તે સીરામીક જેવી કંપનીઓના શ્રમિક છે. અને સામાન્ય પરિવારના આ લોકો માટે ખાનગી હોસ્પિટલમાં સારવારનો ખર્ચ ઉઠાવવો પણ મુશ્કેલ છે. તો હોસ્પિટલમાં સારવારની વ્યવસ્થા કેમ નથી. તેના સામે મોટો સવાલ છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Morbi ceramics industry coronavirus patient morbi કેપશન સીરામીક કોરોના મોરબી Morbi ceramic industry

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ