બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / In Meerut, under-construction cold storage lantern fell, seven people were buried, 5 died

અકસ્માત / ઉત્તર પ્રદેશના મેરઠમાં નિર્માણાધીન કોલ્ડ સ્ટોરેજનું લેન્ટર પડ્યુ, સાત લોકો દટાયા 5ના મોત

Priyakant

Last Updated: 07:04 PM, 24 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મેરઠમાં નિર્માણાધીન કોલ્ડ સ્ટોરેજનું લેન્ટર પડવાની ઘટના બની ત્યારે અહીં ડઝનથી વધુ મજૂરો કામ કરી રહ્યા હતા. જે બાદમાં કેટલાક લોકો કાટમાળ નીચે દટાઈ ગયા, હજી મૃત્યુઆંક વધી શકે

  • મેરઠમાં એક નિર્માણાધીન કોલ્ડ સ્ટોરેજનું લેન્ટર પડી જતાં અકસ્માત
  • અત્યાર સુધી આ દુર્ઘટનામાં 5 લોકોના મોત થયા, 2 લોકોનો બચાવ 
  • એક ડઝનથી વધુ મજૂરો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા 
  • મૃત્યુઆંક હજી વધી શકે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આપ્યા આ આદેશ 

ઉત્તર પ્રદેશના મેરઠથી એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, મેરઠમાં એક નિર્માણાધીન કોલ્ડ સ્ટોરેજનું લેન્ટર પડી જવાથી અકસ્માત સર્જાયો છે. માહિતી મુજબ અત્યારસુધી આ દુર્ઘટનામાં પાંચ લોકોના મોત થયા છે. આ તરફ દુર્ઘટના બાદ કાટમાળમાંથી કુલ સાત લોકોને બહાર નિકાળવામાં આવ્યા હતા. વિગતો મુજબ જ્યારે આ ઘટના બની ત્યારે અહીં ડઝનથી વધુ મજૂરો કામ કરી રહ્યા હતા.  જે બાદમાં કેટલાક લોકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. મહત્વનું છે કે, હાલમાં દુર્ઘટના સ્થળે પોલીસ પ્રશાસન દ્વારા બચાવ કામગીરીમાં શરૂ કરવામાં આવી છે. 

યુપીના મેરઠમાં નિર્માણાધીન કોલ્ડ સ્ટોરેજનું લેન્ટર પડતાં 5 લોકોના મોત થયા છે. ઘટનાને લઈ હાલ જેસીબીથી કાટમાળ હટાવીને કામદારોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ હજી પણ મજૂરોનો મૃત્યુઆંક વધી શકે તેવી આશંકા છે. મેરઠના દૌરાલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા જનશક્તિ કોલ્ડ સ્ટોરેજ કે જે BSPના પૂર્વ ધારાસભ્ય ચંદ્રવીર સાથે સંબંધિત હોવાનું કહેવાય છે. સ્થાનિકોનું માનીએ તો  કોલ્ડ સ્ટોરેજમાં બાંધકામ દરમિયાન લેન્ટર પડી ગયું હતું. લેન્ટરની નીચે એક ડઝનથી વધુ મજૂરો કામ કરી રહ્યા હતા. 

અકસ્માતમાં બાદ આખી ઇમારત ધરાશાઈ 
નોંધનીય છે કે, આ અકસ્માત બાદ ઘટનાસ્થળે હોબાળો મચી ગયો હતો. આ તરફ આખી ઈમારત ધરાશાયી થઈ ગઈ હતી. ઘટનાની જાણ સ્થાનિક પોલીસ થતાં તાત્કાલિક NDRF પોલીસ અને અન્ય બચાવ દળોને ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જ્યાં જેસીબીથી કાટમાળ હટાવીને લોકોના જીવ બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. 

CM યોગીએ શું કહ્યું ? 
આ તરફ રાજ્યના મુખ્યમંત્રીએ યોગી આદિત્યનાથે મેરઠ જિલ્લામાં કોલ્ડ સ્ટોરેજમાં થયેલા અકસ્માતની નોંધ લીધી છે. મુખ્યમંત્રીએ અકસ્માતમાં ઘાયલોને યોગ્ય સારવાર આપવાના આદેશ આપ્યા છે. આ સાથે મુખ્યમંત્રીએ ઘાયલોના જલદી સ્વસ્થ થવાની પણ કામના કરી છે. CM યોગીના નિર્દેશ પર NDRF અને SDRFની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ