બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / In case of ISKCON temple victims in Ukraine, if you have any relatives, send this link, help will be available immediately.

ધર્મ ધ્વજ / યુક્રેનમાં ઇસ્કોન મંદિર પીડિતોની વહારે, તમારા કોઈ સગા-સંબંધી હોય તો આ લીંક મોકલજો, તુરંત મળશે મદદ

Mehul

Last Updated: 10:28 PM, 28 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુક્રેનમાં ફસાયેલા નાગરિકોને ઇસ્કોન મંદિરમાં આશરો અપાઈ રહ્યો હોવાની માહિતી સામે આવી છે. હાલમાં રશિયા અને યુક્રેન વચ્ચે તણાવની સ્થિતિ છે, ત્યારે ઇસ્કોન ટેમ્પલ દ્વારા ફસાયેલા લોકોને મદદ અપાઇ રહી છે.

  • યુક્રેન વાસીઓની વહારે ઇસ્કોન ટેમ્પલ 
  • 54 જેટલા ઇસ્કોન મંદિર પીડિતોની વહારે 
  • નાગરિકોને રાહત સાથે ફૂડ પેકેટનું પણ વિતરણ 

યુક્રેનમાં ફસાયેલા નાગરિકોને ઇસ્કોન મંદિરમાં આશરો અપાઈ રહ્યો હોવાની માહિતી સામે આવી છે. હાલમાં રશિયા અને યુક્રેન વચ્ચે તણાવની સ્થિતિ છે,નાગરીકો ભયભીત છે ત્યારે હજારો ગુજરાતીઓ પણ યુક્રેનમાં વસવાટ કરી રહ્યા છે. ત્યારે તેઓ માટે પણ અત્યારની સ્થિતિમાં રાહતના મોટા સમાચાર છે. યુક્રેનમાં લગભગ 54 જેટલા ઇસ્કોન મંદિર છે. તમારા કોઈ પરિચિત કે સગા-સંબંધી અત્યારે યુક્રેનમાં હોય અને ફયાયેલા કે મૂંઝાયેલા હોય તો ઇસ્કોન ટેમ્પલ અત્યારે રાહત ભરી સુવિધાઓ આપી રહ્યું છે. અત્યારની સ્થિતિમાં ઇસ્કોન દ્વારા ફૂડ પેકેટ્સના પણ વિતરણ કરાઈ રહ્યા છે.  મદદ મેળવવા માટે આ લિંક પર ક્લિક કરો...  https://centres.iskcon.org/centre-region/ukraine/

યૂક્રેનમાં ફસાયેલા ભારતીયોને લઇને PM મોદીએ કરી વધુ એક બેઠક

યૂક્રેનમાં ફસાયેલા ભારતીયોને લઇને પ્રધાનમંત્રી મોદીએ કરી વધુ એક બેઠક કરી છે. પ્રધાનમંત્રી મોદીએ યૂક્રેન-રશિયા યુદ્ધ વચ્ચે ચોથી વખત ઉચ્ચસ્તરીય બેઠક કરી છે. જેમાં રશિયા-યૂક્રેન યુદ્ધ વચ્ચે હાલની સ્થિતિને લઇને ચર્ચા થઇ છે. આ બેઠકમાં અનેક કેન્દ્રીયમંત્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાં મુખ્યત્વે ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષા અને તેમની વાપસીને લઇને ચર્ચા કરી હતી. તેમાં  વિદ્યાર્થીઓની વાપસીની સુનિશ્ચિતતા સરકારની સર્વોત્તમ પ્રાથમિકતા છે. મહત્વના સૂત્રો મુજબ યૂક્રેનના પાડોશી દેશો સાથે સહયોગ વધુ વધારવાને લઇને પણ ચર્ચા થઇ છે. તેમજ યુદ્ધગ્રસ્ત યૂક્રેનના પાડોશી દેશો સાથે સહયોગ વધારવાને લઇને પણ થઇ ચર્ચા થઇ છે. આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, વિદેશમંત્રી એસ. જયશંકર, NSA અજીત ડોભાલ તેમજ વિદેશ સચિવ હર્ષવર્ધન શૃંગલા અને કેન્દ્ર સરકારના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

યુક્રેનના પાડોશી દેશ જશે 4 મંત્રી

યુક્રેન પર રશિયાએ કરેલા હુમલામાં યુક્રેનમાં અનેક ભારતીય વિદ્યાર્થીઓ અને ભારતીયો ફસાયા છે. ત્યારે આ તમામને ભારત પરત લાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે ચાર કેન્દ્રીય મંત્રીઓને યુક્રેન બોર્ડર નજીકના પાંચ દેશમાં મોકલવાનો નિર્ણય કર્યો છે. હરદીપસિંહ પુરીને હંગેરી, કિરણ રિજિજૂને સ્લોવાકિયા, જ્યોતિરાદિત્ય સિંધિયાને રોમાનિયા અને મોલડોવા જ્યારે જનરલ વીકે સિંહને પોલેન્ડ મોકલવામાં આવશે. આ મામલે  કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયાએ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, અત્યારે કેન્દ્ર સરકાર દ્વારા રોજના બે થી ત્રણ હજાર ભારતીયોને પરત લાવવા માટેનું મિશન ચાલી રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ