બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ભારત / In Bihar, a big leader of Owaisi's party was shot dead

સિવાન / બિહારમાં ઓવૈસીની પાર્ટીના મોટા નેતાની ગોળી મારીને હત્યા કરતાં હડકંપ, દુકાનમાં થયો એટેક

Vishal Khamar

Last Updated: 07:09 AM, 24 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિહાર પોલીસ ગુનેગારોને અંકુશમાં લેવામાં સતત નિષ્ફળ જઈ રહી છે. બીજી તરફ સીવાનમાં ઓવૈસીની પાર્ટીના સિવાન જિલ્લા અધ્યક્ષ પર બાઈક પર આવેલા લોકોએ ગોળી મારીને હત્યા કરી દીધી છે.

  • બિહારનાં સિવાનમાં AIMIM  ના નેતા પર જીવલેણ હુમલે
  • બાઇક પર આવેલા ત્રણ શખ્શોએ આરિફ જમાલ પર કર્યો ફાયરીંગ
  • સારવાર દરમ્યાન આરીફ જમાલનું મોત નિપજ્યું

બિહારના સિવાન જિલ્લામાં શનિવારે મોડી સાંજે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMના નેતા પર જીવલેણ હુમલો થયો હતો.આ ઘટના હુસૈનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના કુતુબ છપરામાં બની હતી.બાઇક પર સવાર ત્રણ શખ્સોએ AIMIM નેતા આરિફ જમાલને તેની રેસ્ટોરન્ટમાં મારી નાખવાના ઇરાદે ગુનેગારોએ જમાલ પર ફાયરીંગ કર્યું હતું. જે બાદ બાઈક સવાર સ્થળ પરથી ભાગી ગયા.જમાલને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. 

આ ઘટના રાત્રે 8.30 થી 9 વાગ્યાની આસપાસ બની હતી
આરીફ જમાલ ફાસ્ટ ફૂડની દુકાન ધરાવે છે. આ ઘટના લગભગ 8.30 થી 9 વાગ્યાની આસપાસ બની હોવાનું કહેવાય છે. ફાયરીંગ કર્યા બાદ બાઈક સવારો ફરાર થઈ ગયા હતા. લોકોએ ઉતાવળમાં આરીફ જમાલને ઇજાગ્રસ્ત હાલતમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. અહીં ડોક્ટરોએ તપાસ બાદ તેને મૃત જાહેર કર્યો હતો.

પોલીસ દ્વારા આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરીઃ વિજય યાદવ
આ મામલામાં હુસૈનગંજ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ વિજય યાદવે જણાવ્યું કે આરિફ જમાલની ગુનેગારોએ ગોળી મારીને હત્યા કરી છે. આરીફ દુકાન પર બેઠો હતો. ત્યારે બાઇક સવારોએ તેના પર ફાયરીંગ કર્યું હતું. જેમાં તેને પેટમાં ગોળી વાગી હતી. સ્થાનિક લોકો અને પરિવારજનો તેને હોસ્પિટલ લઈ ગયા જ્યાં તેનું મૃત્યુ થયું. હાલ કેસની તપાસ ચાલી રહી છે.

મળતી માહિતી મુજબ આરીફ જમાલના પેટમાં માત્ર એક ગોળી વાગી છે. ઘટના બાદ લોકો તેને પહેલા સદર હોસ્પિટલ લઈ ગયા. આ પછી તે અહીંથી ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ખાનગી હોસ્પિટલમાં જ મોતની પુષ્ટિ કરવામાં આવી છે. આ ઘટના બાદ પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ