ઇ-મેમોથી બચવા મોટાભાગના વાહનોની નંબર પ્લેટો બેંડ વળેલી કે તૂટેલી, પોલીસ પકડે તો કોઈ કહે છે બાળકોએ તોડી તો કોઈ ઢોળે છે વાંદરા પર આરોપ
અમદાવાદીઓ ગલ્લાંતલ્લાંમાં પણ અવ્વલ
નંબર પ્લેટ કરતાં બહાના ઝાઝાં
મેમોથી બચવાની અવનવી તરકીબ
અમદાવાદ એટલે ગુજરાતનું ધબકતુ શહેર. અમદાવાદીઓ અનેક બાબતોમાં હંમેશા અન્ય શહેરો કરતા એક ડગલુ આગળ રહે છે. તેમાનું એક ડગલું છે ઇ-મેમોથી બચવાની તેમની અવનવી તરકીબ. અમદાવાદના રસ્તાઓ પર મોટાભાગના વાહનોની નંબર પ્લેટો બેંડ વળેલી, કે તૂટેલી જોવા મળે છે. જ્યારે તેમને તેમની નંબરપ્લેટની આવી હાલત વિશે પૂછવામાં આવે તો અવનવા અને રમૂજી બહાના સાંભળવા મળે છે.
..પૂછો તો કાઢે છે રમૂજી બહાના
આ અમદાવાદ છેઅહીં ટ્રાફિકના લેટેસ્ટ ડિજિટલ કેમેરાઓને પણ થાપ ખવરાવે તેવાં ભેજાંબાજોની કમી નથીઈ- મેમોથી બચવા અમદાવાદીઓ હંમેશા અન્ય શહેરો કરતા એક ડગલુ આગળ રહે છે અને ઇ-મેમોથી બચવા અવનવી તરકીબો શોધી કાઢે છે.અમદાવાદના રસ્તાઓ પર મોટાભાગના વાહનોની નંબર પ્લેટો બેંડ વળેલી, નંબર પ્લેટના કેટલાક નંબરો પર કલર કે ટેપ લગાવેલી જોવા મળે છે, તો કેટલાક વાહનચાલકો તો ઇ-મેમોથી બચવા માટે અડધી નંબર પ્લેટ જ તોડી નાખે છે. VTV એ જ્યારે વાહન ચાલકોને આવી ડેમેજ્ડ નંબરપ્લેટના કારણ વિશે પૂછ્યું તો કંઈક આવા રમૂજી બહાના સાંભળવા મળ્યા
આમને તમે નહીં પહોંચો હોં!
તમે બહાના સાંભળ્યા નેકેટલાકને મહાશયને ખબર જ નથી કે તેમના વાહનની નંબર પ્લેટ તૂટી ગઈ છેતો કેટલાકની નંબર પ્લેટ વાંદરાઓએ તોડી નાખી હતી તો કેટલાકનીં નંબરપ્લેટ છોકરાઓએ તોડી નાખી હતીઆમ, અમદાવાદના રોડ પર તમને જેટલી નંબર પ્લેટો જોવા મળશે એટલા બહાના સાંભળવા મળશેજો કે, હકીકત એ છે કે, વાહનોની નંબરપ્લેટ એમ સહેલાયથી વળે કે ભાંગી જાય તેવી હોતી નથીનાના બાળકો નંબરપ્લેટને વાળી શકતા નથીકેમ કે, વળી ગયેલી નંબરપ્લેટ સીધી કરવા માટે પણ મજબૂત માણસનું કાંડું જોઈએ છેત્યારે નંબર પ્લેટ ડેમેજ થવાના બહાનાઓ પર ટ્રાફિક પોલીસકર્મીનું શું કહેવું છે આવો સાંભળીએ
આમ, અમદાવાદીઓ જ નહીં પરંતુ રાજ્યમાં મોટાભાગના વાહનચાલકો મેમોથી બચવા પોતાના વાહનોની નંબરપ્લેટ સાથે છેડછાડ કરી રહ્યા છેવળી નવાઈની વાત એ છે કે, તેઓ પોતાના કૃત્ય પર ઢાંકપિછોડો કરવા નીતનવાં બહાના રજૂ કરતા રહે છે જો એ ગણવા જઈએ તો રાજ્યભરની નંબર પ્લેટો કરતાં પણ બહાનાઓની સંખ્યા વધી જાય તેમ છે