બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / In Ahmedabad the car driver rammed the vehicles

કાર્યવાહી / અમદાવાદમાં ફરી 'તથ્ય કાંડ', નશામાં કારચાલકે અનેક વાહનોનો અડફેટે લીધા, સામેવાળી કારને મારી ટક્કર

Vishal Khamar

Last Updated: 07:52 AM, 17 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં દિન પ્રતિદિન અકસ્માતોનાં બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ગત રોજ મેમનગર વિસ્તારમાં એક કાર ચાલકે બેફામ રીતે કાર હંકારી વાહનોને અડફેટે લીધા હતા. આ બાબતે પોલીસને જાણ કરતા પોલીસે કાર કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અમદાવાદનાં મેમનગર વિસ્તારમાં ગત સાંજના સુમારે એક કાર ચાલકો દ્વારા બેફામ રીતે કાર હંકારી વાહનોને અડફેટે લેતા થોડા સમય માટે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ વ્યાપી જવા પામ્યો હતો. સામ્રાજ્ય ટાવર પાસે એક કારચને અડફેટે લીધા બાદ કાર ચાલક દ્વારા ફરાર થવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે સ્થાનિકોએ ચાર ચાલકને ઝડપી પાડી પોલીસને જાણ કરી હતી. 

સમગ્ર ઘટનાનાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યા
સ્થાનિકો દ્વારા કાર ચાલકનો પકડી તેની પૂછપરછ હાથ ધરતા કાર ચાલક નશાની હાલતમાં હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. ત્યારે બેફામ કાર ચાલકે સુખીપુરા ગામમાં પણ ત્રણ મોપેડને અડફેટે લીધા હતા. તેમજ રસ્તામાં પાર્ક કરેલા બાઈક અને મોપેડને ટક્કર માર્યા બાદ કાર વીજ કંપનીન ડીપી સાથે ટકરાઈ હતી. ત્યારે સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. સુખીપુરા ગામમાં લોકોએ કાર ચાલકને ઝડપીને માર માર્યો હતો. આ સમગ્ર મામલે એ ડીવીઝન પોલીસે કાર કબ્જે લઈ કાર માલિકની ધરપકડ કરી હતી. ત્યારે આ સમગ્ર ઘટનાનાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. 

વધુ વાંચોઃ ગુજરાતમાં આચારસંહિતા લાગુ, સરકાર-મંત્રીઓ માટે આટલી પાબંધીઓ, કોઈ નવું કામ પણ નહીં

કાર ચાલક દ્વારા યુવતીને ટક્કર મારતા મોત નિપજ્યું હતું
બે દિવસ અગાઉ જ એક કાર ચાલક દ્વારા આસોપાલવ ત્રણ રસ્તા પાસે ફીઝીયોથેરાપીસ્ટ યુવતીને ટક્કર મારતા યુવતીને તાત્કાલીક સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. સારવાર દરમ્યાન યુવતીનું મોત નિપજ્યું હતું. પોલીસે કાર ચાલક જોયન્સ જોસેફની ધરપકડ કરી તેના સામે ગુનો નોંધ્યો હતો. પરિવારની દીકરીનું અકસ્માતે મોત નિપજતા પરિવારજનોમાં ગમગીની  છવાઈ જવા પામી હતી. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ